GSSSB Recruitment 2024 । gsssb full form

gsssb full form

Table of Contents

gsssb full form ઘણા વિદ્યાર્થીઓ માટે નવો વિષય હોય છે. જેનું ફુલ ફોર્મ GUJARAT SUBORDINATE SERVICES SELECTION BOARD છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત રાજ્યમાં બિન સચિવાલય ની વર્ગ-3(બિન રાજ્યપત્રિત) ની જગ્યાઓ માટે ભરતી કરે છે. આ મંડળ રાજ્ય સરકારનાં વિવિધ ખાતાના વડાની કચેરીઓમાં ટેકનિકલ અને નોનટેકનિકલ જગ્યાઓ માટે ભરતી કરે છે. જે માટે તેઓ પરીક્ષાઓનું આયોજન કરે છે. અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીને સરકારના વિવિધ ખાતાઓમાં સરકારી નોકરીની ફાળવણી કરે છે. તેમજ વિવિધ સંવર્ગોમાં બઢતી માટે ખાતાકીય પરીક્ષાઓનું આયોજન કરે છે.

transparent job
gsssb full form

તો ચાલો મિત્રો,GSSSB વિશેની અગત્યની માહિતી મેળવીએ. જેવી કે આ મંડળ કઇ કઈ જગ્યાઓ માટે ભરતી કરે છે. નવા નિયમો મુજબ સંવર્ગોનું વર્ગીકરણ, નવા નિયમો મુજબ પરીક્ષા અને પસંદગી કરવાની પધ્ધતિ વિશે અહિં વિગતવાર માહિતી આપવામાં આવેલ છે.

gsssb full form | ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ

GSSSB ની ઓફિસિયલ વેબસાઇટ https://gsssb.gujarat.gov.in છે. આ વેબસાઇટ અંગર્ગત મંડળ દ્વારા ભરતી સાથે સંકળાયેલ માહિતી, વિવિધ પરીક્ષાની માહિતી, પરીક્ષાઓનું પરિણામ, ઓનલાઇન અરજી વિશેની માહિતી, મેરિટ લિસ્ટ વગેરે જાહેર કરવામાં આવે છે. 

આ પણ વાંચો : Municipal Engineer Result |GSSSB Result 2024 | Advt. No. 206/202223

GSSSB Post | ગૌણ સેવા મંડળ કઈ કઈ પરિક્ષાઓનું આયોજન કરે છે?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય, સામાન્ય વહીવટ વિભાગના તા. 28/12/2023 ના નોટિફિકેશન મુજબ ગ્રુપ-એ અને ગ્રુપ-બી મુજબ સંવર્ગોનું વર્ગીકરણ કરવામાં આવેલે છે. અને આ વર્ગીકરણ મુજબ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષા વિશે આપણે આગળ સમજીશુ, નીચે ગ્રુપ મુજબ વર્ગીકરણ કરવામાં આવેલ છે.

ગ્રુપ-A
ક્રમ સંવર્ગ (વર્ગ-3)ખાતાના વડાની કચેરી
1હેડ ક્લાર્ક વિવિધ ખાતાના વડા
2સીનીયર ક્લાર્ક વિવિધ ખાતાના વડા
3ઓફિસ આસિસ્ટંટ સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયોગ
4કલેક્ટર કચેરીના ક્લાર્કકલેક્ટર કચેરીઓ
5કાર્યાલય અધિક્ષકમત્સ્યઊદ્યોગની કચેરી
6કચેરી અધિક્ષક ખેતી નિયામકની કચેરી
7સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-1 નોંધણી નિરીક્ષકની કચેરી(મહેસુલ વિભાગ)
8સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-2નોંધણી નિરીક્ષકની કચેરી(મહેસુલ વિભાગ)
9સ્ટેમ્પ નિરીક્ષકસુપ્રિટેંડંટ ઓફ સ્ટેમ્પની કચેરી
10સમાજ કલ્યાણ નિરીક્ષક નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ
11મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ
12સમાજ કલ્યાણ નિરીક્ષક નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ
13ગૃહમાતાનિયામક્શ્રી સમાજ સુરક્ષા
14ગૃહપતિનિયામકશ્રી સમાજ સુરક્ષા
15મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીનિયામકશ્રી આદિજાતિ વિકાસ
16મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ
17ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા લિ.
18જુનીયર આસીસ્ટંટ નિયામકશ્રી મુદ્રણ અને લેખન સામગ્રી
ગ્રુપ-B
ક્રમસંવર્ગ (વર્ગ-3)ખાતાના વડાની કચેરી
1જુનિયર ક્લાર્કવિવિધ ખાતાના વડાઓ
2આસિસ્ટંટ / આસિસ્ટંટ ડેપો મેનેજરગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.

GSSSB Exam Method | GSSSB Exam Syllabus 2024

હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા પરીક્ષા પધ્ધ્તિમાં ધડમુડથી ફેરફાર કરવામાં આવેલ છે. જેમાં મંડળ સામાન્ય વહીવટ વિભાગના તા. 28/12/2023 ના જાહેરનામા મુજબ નીચે મુજબના બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરશે.

તબક્કો-1 : પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ-A અને ગ્રુપ-B માટે સંયુક્ત પરીક્ષા) (કોમ્પ્યુટર બેઝ્ડ રિસપોંસ ટેસ્ટ -CBRT)

1Reasoning40 Marks
2Quantitive Aptitude30 Marks
3English15 Marks
4Gujarati15 Marks
Total100 Marks

મહત્વના મુદ્દાઓ:

  • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ હશે.
  • કુલ 100 ગુણની પરીક્ષા અને સમય 60 મિનિટનો રહેશે.
  • ખોટા જવાબના 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ
  • પ્રાથમિક પરીક્ષા ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મેરિટમાં ધ્યાને લેવાશે નહી.
  • બંને ગ્રુપ માંથી 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા લાયક ગણવામાં આવશે.
  • બંને પરીક્ષા માટેનું (તમામ કેટેગરી) લઘુતમ લાયકી ધોરણ 40% રહેશે.

તબક્કો-2 : મુખ્ય પરીક્ષા

મુખ્ય પરીક્ષા સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાં મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ પ્રકારની તથા CBRT પધ્ધતિથી લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. મુખ્ય પરીક્ષાનું આયોજન મંડળ દ્વારા એપેંડીક્ષ-G અને એપેંડીક્ષ-H મુજબ આપેલ છે.

Appendix – G મુજબની પરીક્ષા ગ્રુપ – A માટે રહેશે.

Paper
No.
SubjectMarksDuration
IGujarati Language Skill1003 Hours
IIEnglish Language Skill1003 Hours
IIIGeneral Studies1503 Hours
Total Marks350

Appendix – H મુજબની પરીક્ષા ગ્રુપ – B માટે રહેશે.

1English20 Marks
2Gujarati20 Marks
3Polity/Public Administration/RTI/CPS/PCA30 Marks
4History, Geography, Culture Heritage30 Marks
5Economics, Environment, Science & Tech.30 Marks
6Current Affairs & Current Affairs with Reasoning30 Marks
7Reasoning40 Marks
Total200 Marks

અરજી કરવાની રીત (ojas gsssb)

 આ માટે  Online Application મંગાવવામાં આવે છે. આ માટે વેબસાઇટ http: //ojas.guj.nic.in પર ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે. આ વેબસાઇટ ઓનલાઇન ફોર્મ ભરવા, સુધારા વધારા માટે, ઓનલાઇન ફી ભરવા અને ફોર્મ ભર્યા બાદ પ્રિંટ કરવાની સુવિધા આપે છે.

મહત્વની લિંક:

ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડનિ ઓફિસિયલ વેબસાઇટ

અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઇટ OJAS

ઓનલાઇન ડેમો કોમ્પ્યુટર ટેસ્ટ

GSSSB પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?

 મિત્રો, હાલની નવી પરીક્ષા પધ્ધતિ મુજબ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જે દરેક વિદ્યાર્થીઓ માટે મુઝવતો પ્રશ્ન છે. અહી કેટલાક સુચનો આપવામાં આવેલ છે.

  • સૌપ્રથમ અભ્યાસક્રમને સમજો.
  • પ્રાથમિક પરીક્ષામાં રિઝનિંગ, એપ્ટિટ્યુડ ટેસ્ટ, ગુજરાતી, અંગ્રેજી મુખ્ય વિષય છે.
  • આ દરેક વિષયને વેઇટેજના આધારે તૈયાર કરો.
  • રિઝનીંગ અને એપ્ટિટ્યુડ માટે આપ સારા પ્રકાશનની બુક વાંચો અને યુટ્યુબ વિડિયો જોઇને પ્રેક્ટિસ કરો.
  • ગુજરાતી વિષય માટે ધોરણ 8 થી 12 ની ગુજરાતીના પાઠ્યપુસ્તક વાંચો.
  • અંગ્રેજી વિષય માટે સારા પ્રકાશનની બુક વાંચો અને યુટ્યુબ વિડિયો જોઇને પ્રેક્ટિસ કરો.
  • પ્રાથમિક પરીક્ષા માટે આપ રોજ પ્રશ્નની પ્રેક્ટિસ કરશો.
  • સારાંશ

મિત્રો, આશા રાખુ છુ આપને માટે આ માહિતી ઉપયોગી થઈ હશે. જો આપ સરકારી નોકરીમાં આવવા માંગો છો તો જરૂર પરીક્ષાની તૈયારી કરો.

FAQs :

1. gsssb full form શું છે.

GUJARAT SUBORDINATE SERVICES SELECTION BOARD (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ છે.)

2. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કયા સંવર્ગો માટે ભરતી કરે છે ?

આ મંડળ ગુજરાત સરકારમાં સચિવાલય અને બિનસચિવાલય વિભાગો મા વર્ગ-3 ના સંવર્ગો માટે ભરતી કરે છે.

3. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના અધ્યક્ષ કોણ છે ?

IAS કમલ દયાની

4. gujarat gaun seva pasandgi mandal contact number શું છે ?

079-23258916 છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ માટેની અરજી કરવાનું પોર્ટલ કયુ છે ?

Share This Post

1 thought on “GSSSB Recruitment 2024 । gsssb full form”

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore