Vanbandhu Kalyan Yojana|આદિવાસી પરિવારો માટે વનબંધુ કલ્યાણ યોજના

રાજ્યની 89.17 લાખ જનતા માટે વર્ષ 2017 માં વનબંધુ કલ્યાણ યોજના લોન્ચ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજના 10 મુદ્દાના કાર્યક્રમ દ્વારા રાજ્યમાં આદિવાસી તાલુકાઓને રાજ્યના અન્ય વિસ્તારો સાથે મુખ્ય પ્રવાહમાં લાવવા આ યોજના શરૂ કરવામાં આવેલ છે.

Vanbandhu Kalyan Yojana 10 મુદ્દાનો કાર્યક્રમ

આ યોજના અંતર્ગત નીચે મુજબના 10 મુદ્દાના કાર્યક્રમો અમલીકૃત બનાવવામાં આવેલા છે.

  • 5 લાખ પરિવારોને રોજગારીની તકો
  • ગુણવત્તા યુગ શિક્ષણ
  • આર્થિક વિકાસ
  • સૌના માટે સ્વાસ્થ્ય
  • સૌના માટે ઘર
  • પીવાનું શુદ્ધ પાણી
  • સિંચાઈ
  • સાર્વત્રિક વીજળીકરણ
  • બારમાસી રોડ કનેક્ટિવિટી
  • શહેરી વિકાસ

વનબંધુ કલ્યાણ યોજના નો હેતુ

આ યોજના થકી આદિવાસી ભાઈ-બહેનોના સંકલિત અને સર્વગ્રાહી વિકાસ પર ધ્યાન આપવામાં આવેલ છે. આદિવાસી વિસ્તારોમાં રોજગાર,  અજીવિકા અને ઉદ્યોગો દ્વારા આદિવાસી પરિવારોની  આવક બમણી કરવાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા છે

અમલીકરણ કરનાર સંસ્થા- D-SAG

વન બંધુ કલ્યાણ યોજનાને અમલીકૃત કરવા માટે ડીસેગ – ગુજરાત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી કાર્યરત કરવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા યોજનાઓના અમલીકરણ હેતુ પરિણામલક્ષી વિવિધ પહેલ શરૂ કરવામાં આવેલ છે. ડિસેગ ગુજરાતના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સરકારના અન્ય વિભાગો સાથે સંકલન સાધી કાર્ય કરે છે.

અન્ય વિભાગોમાં નીચે મુજબના વિભાગોનો સમાવેશ થાય છે.

  • શ્રમ અને રોજગાર વિભાગ 
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગ
  • નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ 
  • અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ 
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિકાસ વિભાગ 
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ.

ઉપરોક્ત તમામ વિભાગોમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે. ફાળવેલ બજેટ આધારિત વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત સંકલન સાધી  વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ આદિવાસી વિસ્તારોને પૂરો પાડવામાં આવે છે.

ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી દ્વારા વિવિધ તાલીમ,  મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો ઉપયોગ કરી વનબંધુ કલ્યાણ યોજના માટે નવા પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે છે. આ પ્રોજેક્ટોનું સમયસર મોનિટરિંગ કરવામાં આવે છે. તેમજ વિવિધ યોજનાઓના અમલીકરણ હેતુ વેબસાઈટ ને લગતી કામગીરી પણ કરવામાં આવે છે. એટલે કે સમયાંતરે વિવિધ યોજનાઓના ઓનલાઇન ફોર્મ ભરવા તથા સહાય પૂરી પાડવા માટે કાર્ય કરવામાં આવે છે.

Read More: D-Sag Sahay Portal

D-SAG દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ

  • સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ
  • વાડી પ્રોજેક્ટ
  • મંડપ પ્રોજેક્ટ
  • હાઈ એન્ડ સ્કિલ
  • ટ્રેનીંગ ફેન્સીયલ ઇન્ક્લુશન
  • કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ
  • ફળાઉ રોપાનો વિતરણ
  • વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર
  • ટીશ્યુ કલ્ચર બનાના
  • ટીશ્યુ કલ્ચર સુગરકેન
  • સ્પેશિયલ દાતા પ્રોજેક્ટ
  •  મધમાખી ઉછેર યોજના
  • ટ્રાઇબલ મ્યુઝિયમ પ્રો
  • જેક્ટ એન્ડ સ્કીમ મોનિટરિંગ
  • નીટ એન્ડ જેઇઇ પ્રવેશ કોચિંગ
  • સ્પીપા પ્રવેશ કોચિંગ
  • જીપીએસસી કોચિંગ
  • ફીશ ફાર્મિંગ

વીડિયો- વનબંધુ કલ્યાણ યોજના , Source -Tribal Development Department,Gujarat

મિત્રો, આ હતી Vanbandhu Kalyan Yojana વિશે પાયાની જાણકારી. આપ આ યોજના અંતર્ગત કાર્યરત વિવિધ પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. વનબંધુ કલ્યાણ યોજના એ આદિવાસીઓને મુખ્ય પ્રવાહ માં લાવવા માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે. જેના થી દરેક આદિવાસી ભાઇ-બહેનોને દરેક તકો ઉપલબ્ધ છે. અંતે એટલુ જ કહીશ આ આર્ટિકલ આપના માટે ઉપયોગી થયેલ હોય તો જરૂર શેઅર કરશો.

 

Leave a Comment