Anubandham Portal Gujarat|અનુબંધમ પોર્ટલ।@anubandham gujarat gov in

કેમ છો મિત્રો, આજના સમયમાં રોજગાર મેળવવો ખુબજ અઘરુ બનતુ જાય છે. યુવાઓને તેમની વ્યવસાયલક્ષી તાલીમ અનુસાર જોબ મેળવવામાં મુશ્કેલીઓ અનુભવાય છે. તેઓમાં કૌશલ્ય છે પણ જોબ મેળવવામાં પણ સ્ટ્રગલ કરવું પડે છે. માટે ગુજરાત સરકાર દ્વારા એક પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે. જેથી યુવાઓને જોબ મેળવવા માટે સરળતા થઈ છે. તો ચાલો આ પોર્ટલ વિશે વધુ માહિતી મેળવીએ

Anubandham portal|Anubandham portal શું છે?

  • ગુજરાતના યુવાઓને તેમના વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કર્યા બાદ નોકરી માટે ઘણા સંઘર્ષ કરવા પડે છે.  એ માટે ગુજરાતમાં લેબર, સ્કિલ  ડેવલપમેન્ટ એન્ડ  એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. ગુજરાતના બેરોજગાર ભાઈઓ બહેનો Anubandham Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરી પોતાના શૈક્ષણિક લાયકાત અનુસાર રજીસ્ટ્રેશન કરાવી નોકરી મેળવી શકે છે.
  • ગુજરાતમાં  ડાયરોક્ટેડ ઓફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ, DET  રાજ્યોના યુવાઓને રોજગાર લક્ષી તાલીમ અને રોજગાર પૂરો પાડવા માટે કાર્ય કરે છે.  અને તે માટે રાજ્યભરમાં વિવિધ ટ્રેનિંગ સેન્ટર્સ અને આઈ.ટી.આઈ શરૂ કરવામાં આવેલ છે,  જ્યાં વિદ્યાર્થીઓ  વિવિધ  વ્યવસાયલક્ષી તાલીમ મેળવે છે.
  • રાજ્યમાં DET વ્યસાયલક્ષી તાલીમ ઉપરાંત નોકરી ઈચ્છુકો માટે વિવિધ રોજગાર મેલાઓનું પણ આયોજન કરે છે અને જોબ પ્લેસમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.
  • અનુબંધમ પોર્ટલ પણ એનો જ એક ભાગ છે અહીં નોકરી મેળવનાર અને નોકરી દાતાઓને એક પોર્ટલ પર લાવવામાં આવેલ છે.  આ પોર્ટલ પર નોકરી મેળવનાર અને નોકરી દાતાઓ રજીસ્ટ્રેશન કરાવે છે.  નોકરી દાતાઓ તેઓની જરૂરી વેકેન્સીઓ ની જાહેરાત આપે છે. જ્યારે નોકરી મેળવનાર તેઓની તાલીમી લાયકાત અનુસાર નોકરી મેળવવા માટે અરજી કરી નોકરી મેળવે છે.

Benefits of Anubandham portal | અનુબંધમ પોર્ટલના લાભો.

  • આ પોર્ટલ નોકરી ઇચ્છુકને રજીસ્ટ્રેશન કરાવવાની અને તેમાં અપડેટ કરવા માટેની સુવિધા આપે છે.
  • આ પોર્ટલ નોકરી મેળવનાર અને નોકરીદાતાઓ માટેનું કોમન પોર્ટલ છે.  જે નોકરી ઇચ્છુકો  માટે એક જ સ્થળે વિવિધ જિલ્લાઓ અને વિવિધ સેક્ટર્સમાં નોકરી માટેની વિવિધ તકો પૂરી પાડે છે જ્યારે નોકરી દાતાઓ માટે એક જ સ્થળે તેઓને માટે જરૂરી તાલીમબદ્ધ ઉમેદવારો પસંદ કરવાની તક પુરી પાડે  છે.
  • આ પોર્ટલ પર ઘર બેઠા રજીસ્ટ્રેશન કરાવી શકાય છે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નોકરી માટે અરજી કરી શકાય છે અને અરજી કર્યા બાદ નોકરી અંગેનું સ્ટેટસ પણ મેળવી શકાય છે જેથી સમય અને શક્તિનો સદુપયોગ થાય છે.
  • નોકરીદાતાઓએ પ્લેસમેન્ટ માટે અલગ અલગ સ્થળે જવાની જરૂર રહેતી નથી.
  • આ પોર્ટલ દ્વારા વિવિધ જિલ્લાઓમાં થનાર અગામી ભરતી મેળાઓની માહિતી મળી રહે છે.
  • Automated matching થી આપની લાયકાત અનુસાર ની જોબ આપ શોધી શકો છો.
  • આ ઉપરાંત Skill based matching થી પણ મેચિંગ કરવાની સુવિધા આપવામાં આવેલ છે.

Anubandham portal અરજી કરવા માટે જરૂરી લાયકાત અને દસ્તાવેજો

મિત્રો આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે આપની પાસે શૈક્ષણિક લાયકાત  તેમજ કોઈપણ વ્યવસાયલક્ષી તાલીમનો કોર્સ પૂર્ણ કરેલ હોવો જોઈએ. આ સિવાય અરજી કરવા માટે આધાર કાર્ડ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ, રહેઠાણનો પુરાવોપાસપોર્ટ સાઇઝનો ફોટોઇન્કમ સર્ટિફિકેટકાસ્ટ સર્ટિફિકેટ વગેરે જેવા દસ્તાવેજો સાથે રાખવાના રહેશે જેથી રજીસ્ટ્રેશન કરતી વખતે અને નોકરી મેળવ્યા બાદ રૂબરૂ મુલાકાત વખતે જેમની ખરાઈ કરાવવાની રહેશે.

 

રજીસ્ટ્રેશન માટે અરજદારોએ અનુબંધમ પોર્ટલ પર આપવામાં આવેલ વિગતવાર ગાઇડલાઇનને અનુસરવાનું રહેશે.

Job Seeker માટે Registration માટેની પ્રક્રિયા

  1. અનુબંધમ ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  2. Registration  પર ક્લિક કરશો એટલે નવું page  ઓપન થશે.
  3. અહિં Job Seeker,  job provider,  job employer,  counselor જેવા ઓપ્શન જોવા મળશે.
  4. અહી Job Seekerપર ક્લિક કરો તથા  ઇમેલ અથવા મોબાઈલ નંબર એન્ટર કરી . NEXT બટન પર ક્લિક કરો.
  5. NEXT બટન પર ક્લિક કરતા OTP જનરેટ થશે.
  6. NEXT બટન પર ક્લિક કરતાં એક ફોર્મ ખુલશે.
  7. અહીં ઉમેદવારોએ નામ અને એડ્રેસની વિગતો નાખવાની રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ ની વિગતો અને મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે.
  8. ત્યારબાદ NEXT બટન પર ક્લિક કરતાં નવું  ડેશબોર્ડ ખુલશે જ્યાં ઉમેદવાર દ્વારા વિગતવાર માહિતીઓ ભરવાની રહેશે.
  9. Personal detail, communication detail,  education and training, employment detail, Physical attributes,  details job preference વગેરે વિગતો ભરવાની રહેશે.
  10. અહીં વિગતવાર માહિતી માટે આપ અનુબંધમ પોર્ટલ પર આપવામાં આવેલ User guide નો અભ્યાસ કરી આપેલ પગલાઓને અનુસરીને ફોર્મ ભરી શકશો.

Anubandham Portal ની સોશિયલ મીડિયા Pages

Anubandham portal ના સોસિયલ મીડિયા પેજમાં રોજનું અપડેટ આપવામાં આવેલ છે. જેથી જોબ શોધનાર માટે સોસિયલ મીડિયા દ્વારા સરળતા રહે છે. અહીં અનુબંધમ પોર્ટલના સોસિયલ પેજની લિંક આપવામાં આવેલ છે.

Anubandham Portal ની helpline number- હેલ્પલાઇન નંબર

Anubandham મોબાઇલ એપ

Anubandham App મોબાઇલ ધારકો માટે ખુબજ ઉપયોગી સાબિત થઈ છે. આ એપ્લીકેશન વેબ પોર્ટલ મુજબ દરેક સુવિધાથી સજ્જ છે. નીચે આપેલ લિંક પર જઈને ડાઉનલોડ કરી શકો છો.

anubandham portal gujarat

Anubandham Portal -YouTube Video-Source- anubandham official

સારાંશ

મિત્રો આ હતી અનુબંધમ પોર્ટલ વિશેની કેટલીક રસપ્રદ માહિતી. આ આર્ટિકલનો હેતુ આપને માહિતી આપવા માટે હતો. આશા રાખુ છુ આપને આપની મનગમતી જોબ મળે અને આપ જીવન માં ખુબ પ્રગતિ કરો. આર્ટિકલ આપના માટે ઉપયોગી થયો હોય તો અન્ય જરૂરીયાત લોકો સુધી અવશ્ય પહોંચાડશો.

Leave a Comment