ગુજરાત રાજયમાં સાત-આઠ વર્ષથી સ્પાર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થતી આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારોને અન્યાય થતો આવ્યો છે. ક્યારેક સરકારમાં બેઠેલા લોકો દ્વારા તો ક્યારેક પેપર સાથે સંકળાયેલ એજંસીઓ દ્વારા પેપર લીક થવાની ઘટના બનવા પામી છે. મારા ભાઇઓ બહેનો વર્ષોથી તૈયારીઓ કરે છે અને પેપરલીકથી તેમના અને પરિવારની આકાંક્ષાઓ પર પાણી ફરી વડે છે. પેપર લીક બાબતે ચોક્કસ કાયદો અસ્તિત્વમાં ન હોય ગુનેગારો સરળતાથી છટકી જતા હતા. હવે તે રોકવા ગુજરાતમાં Gujarat Public Examination (Prevention of Unfair Means) Bill 2023 બીલ લાવવામાં આવશે.
હાલમાં 29 જાન્યુઆરી 2023 ના રોજ પંચાયત જુનિયર કારકુનની પરીક્ષાનું પેપર લીક થયું હતુ. ત્યારબાદ રાજ્ય ભરમાં સરકારનો વિરોધ થયો હતો. હાલ બીલ ડ્રાફ્ટ કરીને વિધાન સભાને મોકલી આપવામાં આવેલ છે. જેમા નીચે મુજબની મુખ્ય પ્રવધાન રાખવામાં આવશે.
- પેપર લીકની ગેરરીતી બદલ આરોપીને ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજા થશે.
- આ ઉપરાંત 1 કરોડ રૂપિયાનો દંડ
- જો પરીક્ષાર્થી આ ગેરરીતી આચરે તો 3 વર્ષ કેદની સજા અને 1 લાખ રૂપિયા દંડ. તથા દોષિત ઠરેલ ઉમેદવારને 2 વર્ષ સુધી સરકારી ભરતીમાંથી બાકાત કરવામાં આવશે.
- પરીક્ષા સાથે સંકળાયેલ વ્યક્તિને ધમકી કે પ્રવેશ અટકાવવાના કિસ્સામાં 3 વર્ષ ની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ
- પરીક્ષા આયોજક આ ગેરરીતીમાં સામેલ હોય તેવા કિસ્સામાં 5 થી 10 વર્ષ સુધી કેદ અને 10 લાખ થી 1 કરોડ રૂપિયા સુધી દંડ કરવાની જોગવાઇ છે.
ઘણા સમયથી વિદ્યાર્થીઓની માંગ હતી કે કોઇ એવો કાયદો હોવો જોઇએ કે જેથી પેપર લીક થવાની ઘટના ન બને અને નિયમિત અને પારદર્શિતા પુર્વક પરીક્ષા સંપન્ન થાય અને સખત મહેનત કરતાં મારા ભાઇઓ બહેનોને સફળતા પ્રાપ્ત થાય.
પેપર લીક થવાની મુખ્ય ઘટનાઓ:-
પેપર લીક થવાની ઘટનાઓ છેલ્લ 7 વર્ષમાં ઘણી ઘટનાઓ બનવા પામી છે. જે નીચે મુજબ છે..
- ચીફ ઓફિસર (2014)
- તલાટી (2015)
- તલાટી-ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં (2016)
- ટાટ (2018)
- મુખ્ય સેવિકા (2018)
- નાયબ ચીટનીશ (2018)
- LRD (1018)
- બીન સચિવાલય ક્લાર્ક (2019)
- હેડ ક્લાર્ક (2021)
- જુનિયર ક્લાર્ક (2023)
પેપર લીક થવાથી શું નુકશાન થાય છે.
- પેપર લીક થવાની ઘટનાથી વિદ્યાર્થીઓની જિંદગી સાથે ખીલવાડ થતી આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હતાં જેમની ઉંમર વીતી ગઈ જેથી તેઓને નુકશાન થયુ. તેઓ બીજી વખત પરીક્ષામાં બેસવા માટે લાયક ઠર્યા નહી.
- પરીક્ષાના સમયે ભાઇઓ બહેનો પરીક્ષાના સ્થળ સુધી મુસાફરી કરતાં હોય છે. તેમનો રહેવા જમવાનો ખર્ચ અને મુસાફરી ખર્ચ વેડફાય જાય છે. અને આ નુકશાન કોઇ પણ રીતે ભરપાઇ થઈ શક્તો નથી.
- પરીક્ષાની તૈયારી કરતા ઘણા ભાઇઓ બહેનો રહેવાની સગવડ કરી શકતા નથી તેઓ આખી આખી રાત સ્ટેશનો પર કાઢવા મજબૂર બનતા હોય એવા પણ કિસ્સા સામે આવે છે.
- વર્ષોથી તૈયારી કરતા વિદ્યાર્થીઓના સપના તુટે છે. તેમના માતા પિતાના સપનાઓ ચકનાચુર થાય છે. અને વિદ્યાર્થીઓ હિંમત હારી જાય છે.
- લગાતાર આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓની ભાવના સાથે રમત રમાઇ રહી હતી.
- પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓની સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે.
આમ પેપર લીક થવાની ઘટનાઓથી અનેક સમસ્યાઓનો સામનો કરતા પરીક્ષાર્થીઓ હવે નિશ્ચિત થઇને પરીક્ષા આપી શકે એવી આશા રાખીએ. ભાઇઓ બહેનોને મારે એટલુ જ કહેવુ છે. કે આપ પુરી ધીરજ રાખીને મહેનત કરો એક દિવસ ચોક્કસ સફળતા મળશે.