ઘણા ભાઈઓ બહેનોને iora index copy મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. એ માટે ગુજરાત સરકાર દ્વારા તારીખ 01/01/2023 થી ઇન્ડેક્સ કોપી IORA PORTAL પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ તારીખથી ઇન્ડેક્સ કોપી સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં ભૌતિક રૂપે મળી શકશે નહીં એટલે કે હવેથી ઓનલાઇન IORA PORTAL પરથી જ મેળવી શકાશે.
WHAT IS INDEX-2 COPY | ઇન્ડેક્સ-2 નકલ શું હોય છે?
- નોંધણી અધિનિયમ 1908 ની કલમ-55 મુજબ ઇન્ડેક્સ-2 એક સરકારી પ્રમાણપત્ર હોય છે જેમાં મિલકત સંબંધી તમામ વિગતો જેવી કે ગામ, દસ્તાવેજ નો પ્રકાર, મિલકતનું વર્ણન, લખી આપનારનું નામ, લખાવી લેનાર નું નામ, સહી, તારીખ, અનુક્રમ નંબર, વોલ્યુમ નંબર, શેરો જેવી વિગતો દર્શાવેલી હોય છે.
- આ એક સરકારી પ્રમાણપત્ર છે. ઇન્ડેક્સ કોપી એ મિલકતની માલિકી હાલ કોની છે એ બાબત દર્શાવે છે અને આ મિલકત આગળ વેચવી હોય તો તે અંગે તે માલિકને હક પ્રદાન કરે છે.
- ઇન્ડેક્સ કોપી કઢાવવા માટે મિલકતના તમામ પ્રોટોકોલને અનુસરાવવામાં આવે છે જેથી આ ખાતરીપૂર્વકનો દસ્તાવેજ બની જાય છે
How can i get index copy| ઇન્ડેક્સની નકલ મેળવવાની રીત
- IORA પોર્ટલના HOME PAGE પર જતા “સબ રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી” ઉપર CLICK કરો.
- અહીં અરજદાર નો મોબાઇલ, નંબર ઇમેલ આઇડી, નાખી CAPTCHA CODE દાખલ કરી OTP GENERATE પર CLICK કરો.
- ત્યારબાદ જિલ્લા, તાલુકા, રજીસ્ટ્રાર કચેરીની વિગતો પસંદ કરી મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી માં આવેલ OTP દાખલ કરી SUBMIT BUTTON પર CLICK કરો.
- ત્યારબાદ અરજદારનું નામ, સરનામું, રિમાર્ક, દસ્તાવેજ નંબર, દસ્તાવેજ નો વર્ષ, નાખી SEARCH બટન પર CLICK કરો. ત્યારબાદ ADD બટન પર CLICK કરો.
- SAVE પર CLICK કરશો તેથી અહીં એપ્લિકેશન નંબર જનરેટ થશે જે નોંધી લેશો અને OK બટન પર CLICK કરો.
- હવે ફી ભરવા માટે SAVE AND GO TO CYBER TRESSURY ઉપર CLICK કરો. અહીં તમારે કોર્ટ ફી રૂ. 3 નકલ ફી રૂ. 20 તથા સ્ટેમ્પ ફી રૂ. 300 એમ કુલ રૂ. 323 ચૂકવવાના રહેશે.
- SELECT PAYMENT METHOD OPTION માં આપની અનુકુળતા મુજબ NET BANKING અથવા PAYMENT GATEWAY પર CLICK કરવું.
- પેમેન્ટની વિગતો નાખ્યા બાદ CONFIRM બટન પર CLICKકરો PAYMENT DETAILS નાખી જરૂરી રકમની ચૂકવણી કરવી.
- જરૂરી રકમની ચુકવણી સક્સેસ થયા બાદ ઇન્ડેક્સ ટુ ની નકલ મેળવી શકાશે. આ કોપી મેળવવા માટે PRINT COPY ઉપર CLICK કરી ઇન્ડેક્સ ટુ ની નકલ DOWNLOAD કરી શકાશે.
Use of index-2 copy|ઇન્ડેક્સ-2 નકલનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે?
ઇન્ડેક્સ-2 નકલનો ઉપયોગ પ્રોપર્ટી મોર્ગેજ, વેચાણ અને પ્રોપર્ટીના ટ્રાન્સફર કે બદલામાં લોન મેળવવાના સમયે થઈ શકે છે તેમ જ મિલકત પ્રમાણપત્ર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
મહત્વની બાબતો.
- નોંધણી સર નિરીક્ષકની કચેરીના તારીખ 30 12 2022 ના પરિપત્ર મુજબ ઇન્ડેક્સ કોપી આયોરા પોર્ટલ પરથી જ મેળવી શકાશે.
- એ માટે ગુજરાતના આઠ મહાનગરપાલિકાને કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે તેમજ કુલ 124 સબ રજીસ્ટર કચેરીઓમાં વર્ષ 2007 થી તેમજ ત્યારબાદ જે સબ રજીસ્ટ્રાર કચેરી જે વર્ષમાં ચાલુ થયેલ હોય તે વર્ષથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં જે દસ્તાવેજની નોંધણી થયેલ હોય તેવા દસ્તાવેજોની ઇન્ડેક્સ-2 નકલ મેળવી શકાશે.
- આ કચેરીઓમાં હાલ ઇન્ડેક્સ કોપી ઓનલાઈન મળતી હોવાથી તારીખ 01/01/2023 થી કચેરીએથી મળતી ભૌતિક કોપી બંધ કરવામાં આવેલ છે.
IORA portal ની ઓફિસિયલ વેબસાઇટ
IORA Hepline | હેલ્પલાઇન
મિત્રો, આ હતી iora portal માં ઉપલબ્ધ index-2 copy મેળવવા માટેની સરળ સમજુતી. ઓનલાઇન પોર્ટલથી હવે ઘરબેઠાં ઇંડેક્ષ કોપી મેળવવુ ખુબજ સરળ બન્યુ છે તો આ સુવિધાનો દરેક નાગરિકો દ્વારા ઉપયોગ કરવો જોઇએ. જેથી નાણા, શક્તિ અને સમય નો બચત થઇ શકે. તેમજ આપેલ પગલાઓને અનુસરીને આપ સ્વયં આ સુવિધાનો લાભ લઇ શકો છો. આશા રાખુ છુ આપને માહિતી ઉપયોગી થઇ હશે.