કૃષિ વૈવિધ્યકરણ યોજના (Krushi Vaividhyakaran Yojana ) ગુજરાતના આદિજાતિ ખેડુતોને મળશે ખાતર બિયારણ કીટ તદ્દન મફત.

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલ વિવિધ યોજના પૈકીની  કૃષિ વૈવિધ્યકરણ યોજના Krushi Vaividhyakaran Yojana થી રાજ્યમાં ખેડુતોને સુધારેલ બિયારણ અને ખાતર મળશે અને  ખેતી કરવાની તાલીમ પણ વિના મુલ્યે આપવાની જાહેરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા હાલમાં આપવામાં આવેલ છે. વનબંધુ યોજનામાં વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના, વોકેશનલ ટ્રેનિંગ સેંટર, જી.પી.એસ.સી કોચિંગ માટેની યોજના, ટીસ્યુ કલ્ચર બનાના, ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના જેવી અનેક યોજનાઓ છે.આ આર્ટિકલમાં આપણે  કૃષિ વૈવિધ્યકરણ યોજનાથી  યોજના શું છે, ફોર્મ ભરવાની રીત, કોને કોને ફાયદો થશે, સહાયમાં શુ મળશે જેવા અનેક સવાલોના જવાબ આપણે મેળવવાનો પ્રયાસ કરીશુ.

યોજનાનું નામકૃષિ વૈવિધ્યકરણ યોજના
રાજ્યગુજરાત
ડિપાર્ટમેંટનું નામડેવલોપમેંટ સપોર્ટ એજંસી ઓફ ગુજરાત- આદિજાતિ વિકાસ વિભાગ
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની તારીખ21/002/2025
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ30/04/2025

Krushi Vaividhyakaran Yojana યોજનાના હેતુઓ:

krushi vaividhyakaran yojana 3
  1. ખેડુતોની ખેત ઉત્પાદન વધારવુ.
  2. આદિજાતિ ખેડુતોની આજીવિકા અને આવક ઊભી કરવામાં મદદ કરવી.

યોજનાનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે.

  • આ યોજના હેઠળ તમામ જિલ્લામાં એક અમલીકરણ એજંસી બનાવેલ છે. આ એજંસી જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટી કચેરીની પરામર્શમાં રહીને આ યોજનાનું સંપૂર્ણ અમલીકરણ કરાવે છે.
  • અને તે માટે આદિવાસી વિસ્તારમાં પોતાની કે જંગલ જમીન ધરાવતા લાભાર્થીની ભેદભાવ રહિત પસંદગી કરવામાં આવે છે. અને વિતરણ કિટ આપવામાં આવે છે.
  • તે સિવાય આ એજંસી પોતાના નિષ્ણાંત દ્વારા જે તે વિતરણ કરવામાં આવેલ બિયારણથી વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે અંગી તાલીમ આપી ખેડુતોમાં જાગૃતતા લાવવા મદદરૂપ થાય છે.
  • નોંધ. અરજદારે લોકફાળા પેટે રૂ. 500 જમા કરાવવાના રહેશે.

યોજના હેઠળ મળવાપાત્ર સહાય.

  • આદિજાતિ ખેડુતોને તેમના વિસ્તાર મુજબ મગફળી, સોયાબીન, ડાંગર, તુવેર, ભીંડા, નાગલી, જુવાર, બાજરા, અડદ જેવા બીયારણ પૈકી કોઇ એક બિયારણ
  • તેમજ ખાતર આપવામાં આવે છે.
  • આ સિવાય એજન્સી મારફત તાલીમ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

લાભાર્થીની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે.

  • લાભાર્થીનો બી.પી.એલ. સ્કોર 0 થી 20 હોવો જોઇએ. (આપ બી.પી.એલ. નો દાખલો તમારા વિસ્તારના ગ્રામ સેવક પાસેથી મેળવી શકશો)
  • ખેડુત 0 થી 1 એકર જમીન ધરાવતા હોવા જોઇએ.

અરજદાર ઓનલાઇન અરજી કરે તે દરમિયાન ઓપલોડ કરવાના પુરાવા

  1. અરજદારનો ફોટો (પાસપોર્ટ સાઇઝ્નો હોવો જોઇએ)
  2. અરજદારના રેશનકાર્ડની નકલ (અરજદારનું નામ હોવું જોઇએ)
  3. આધારકાર્ડ (અરજદારનું)
  4. અરજદારનો જાતિનો દાખલો.
  5. અરજદારના જમીનના પુરાવા (7/12 ની અને 8-અ ની નકલ અથવા જંગલ જમીન માટેનું સનદ કે અધિકારકાર પત્ર)
  6. અરજદારનો 0 થી 20 નો સ્કોરનો બી.પી.એલ. નો દાખલો.

Read Also:

અરજી કરવાની રીત.

krushi vaividhyakaran yojana 3

લાભાર્થી ભાઇઓ બહેનોએ ધ્યાન રાખવું કે આ યોજના માટેનું ફોર્મ ઓનલાઇન ભરવાની રહેશે.

એ માટે આપ પોતાના ગામના વી.સી.ઇ. સેંટર કે જેને આપણે ગ્રામપંચાયતની ઓફીસ કહીએ છીએ. એ સિવાય સાઇબર કાફે કે ઇંટરનેટની સુવિધા ધરાવતા કોઇ પણ કોમ્પ્યુટર પરથી ભરી શકશો.

હવે આપણે ઓનલાઇન અરજી કરવાની રીત વિશે સમજીશુ.

  • સૌપ્રથમ લાભાર્થીએ ઓનલાઇન પોર્ટલ https://dsagsahay.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • આપણે અગાઉ જાણ્યુ તે મુજબ યોજના ના તમામ માપદંડો મુજબ જો આપની લાયકાત છે તો આપ આ યોજના હેઠળ અરજી કરી શકશો.
  • લાભાર્થી ઉપર મુજબની લિંક પર ક્લિક કરતા ડિસેગસહાયની અરજી કરવાની વેબસાઇટ ખુલી જશે.
  • અહીં આપ “લાભાર્થી રજીસ્ટ્રેશન” ક્લિક કરતાં અરજી માટેનું ફોર્મ ખુલી જશે.
  • “યોજનાનું નામ પસંદ કરો” નામના બોક્ષમાંથી “કૃષિ વૈવિધ્યકરણ યોજના” પસંદ કરો
  • ક્લિક કરતા આ યોજના માટેનું ફોર્મ ખુલી જશે.
  • હવે અરજદારે તમામ વિગતો ખુબજ કાળજી પુર્વક ભરવી.
  • રેશનકાર્ડ નંબર નાંખીને “Check” પર ક્લિક કરો અને અરજદારનું નામ પસંદ કરવાનું રહેશે.
  • હવે પુરુષ કે સ્ત્રી તેમજ જાતિ અને પેટાજાતિ પસંદ કરવાનું રહેશે.
  • જાતિનું પ્રમાણ પત્ર ઓપલોડ કરવાનું રહેશે.
  • જન્મ તારીખ નાખવી
  • દિવ્યાંગ હોય તો તેના વિકલ્પમાં YES પસંદ કરવાનું રહેશે.
  • BPL/FRA/PVTGજેવા વિકલ્પ પસંદ કરવાના રહેશે.
  • જો આપ BPLપસંદ કરો છો તો તેની આઇડી અને સ્કોર લખવાનો રહેશે.
  • ત્યારબાદ સર્વે નંબર, જમીનનો ખાતાનો નંબર અને ક્ષેત્રફળ નમુના 7/12 અને 8-અ મુજબ લખવાનો રહેશે.
  • અરજદારનો મોબાઇલ નંબર લખવો.
  • અરજદારે સરનામાની વિગતો જેવી કે ગામ, તાલુકો, જિલ્લો કાળજીપુર્વક દાખલ કરવાનું રહેશે.
  • ત્યારબાદ રેશનકાર્ડ નંબર તેમજ આધારકાર્ડ નંબર દાખલ કરવાનું રહેશે.
  • આમ તમામ વિગતો સફળતાપુર્વક દાખલ કર્યા બાદ આપણે આગળ દર્શાવ્યા મુજબના દસ્તાવેજો પી.ડી.એફ ફોર્મેટમાં ઓપલોડ કરવાના રહેશે.
  • અંતમાં આપેલ કેપ્ચે નાખી ને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
  • આપ પોતાના અરજી ક્રમાંક નોંધી લેવી અથવા તેની પ્રિંટ કાઢી લેવી.
  • અરજી ક્રમાંકથી આપ અરજીની સ્થિતિ જાણી શકશો.

વ્હાલા આદિજાતિ ખેડુત ભાઇઓ બહેનો આપણે કૃષિ વૈવિધ્યકરણ યોજના ની માહિતી મેળવી આશા રાખુ છુ આ માહિતી આપના માટે ઉપયોગી થઈ હશે. સરકાર દ્વારા આદિવાસી ખેડુતો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેથી તેઓનો વિકાસ થાય અને તેઓ પણ સમાજના અન્ય વર્ગોની જેમ આગળ આવી શકે. અનેક યોજનાઓ છે જે કૃષિ, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં છે. પરંતુ યોગ્ય માર્ગદરશન અને માહિતીના અભાવે લાભ મેળવી શકતા નથી. જો આપ આ આર્ટિકલ સુધી પહોંચ્યા છો તો અન્ય આદિવાસી ભાઇઓ બહેનોને પણ શેઅર કરશો અને મદદરૂપ થશો… આભાર..

FAQ- કૃષિ વૈવિધ્યકરણ યોજના

Leave a Comment