Mukhyamantri matrushakti yojana 2023 । મહિલાઓને દર મહિને મળશે મફત અનાજ અને અન્ય સુવિધાઓ

ગુજરાત રાજ્યમાં અનેક મહિલા અને બાળવિકાસલક્ષી યોજનાઓ અમલમાં છે. જેવી કે, Mukhyamantri matrushakti yojana 2023, પુર્ણા યોજના, પોષણ સુધા, ગંગાસ્વરૂપ બહેનો માટેની યોજના, અભયમ 181, બેટી બચાવો, બેટી પઢાવો, વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, દુધ સંજીવની યોજના, સંકંટ સખી જેવી યોજનાઓથી મહિલાઓને સરકાર દ્વારા જીવનના દરેક તબક્કે સહાય પુરી પાડવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે Mukhyamantri matrushakti yojana વિશે વિગતવાર માહિતી મેળવીશુ.

matrushakti yojana

વ્હાલી દિકરી યોજના 2023

યોજનાનું નામમુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
ડિપાર્ટમેંટનું નામમહિલા અને બાળવિકાસ મંત્રાલય, ગુજરાત સરકાર
યોજનાની શરૂઆત01 જુન 2022
સંપર્ક નંબર 155209
યોજનાનો હેતુસગર્ભા અને માતાઓને કુપોષણથી રક્ષણ કરવુ.

Mukhyamantri matrushakti yojana યોજના શું છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની શરૂઆત 01 જુન, 2022 ના રોજ શરૂઆત કરવામાં આવેલ છે. માતા જ્યારે તંદુરસ્ત ન હોય તો તેમના ગર્ભમાં રહેલ બાળક પણ નબળુ જન્મે છે. ગર્ભવતી માતાઓમાં કુપોષણ અને પાંડુરોગથી બાળકના વૃધ્ધિ અને વિકાસ પર પણ અસર થાય છે. અને એ માટે માતા ગર્ભ ધારણ કરે તેના 270 દિવસ તથા બાળકના જન્મથી બાળક 2 વર્ષનું થાય ત્યા સુધી જેને “First Window of Opportunity” તરીકે ઓળખવામાં આવે છે. આ 1000 દિવસને મહત્વ આપી ભારતના પોષણ અભિયાનના ધ્યેયને પહોંચી વળવા માટે મહિલાઓને પુરતા પ્રમાણમાં પ્રોટીન,  ફેટ અને જરૂરી તમામ પોષકતત્વ મળી રહે તે હેતુથી અને આ બાબતના મહત્વને સમજી ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ માટે Mukhyamantri matrushakti yojana યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.

વિધવા સહાય યોજના

mmy gujarat યોજનાનો લાભ કોને મળશે.

  • સગર્ભા મહિલાઓ- પ્રથમ વખત સગર્ભાવસ્થાની નોંધણી થી સંભવિત પ્રસુતિની તારીખ સુધી આ યોજના અંતર્ગત અરજી કરી શકશે.
  • માતાઓ – પ્રથમ બાળકના જન્મથી 2 વર્ષ સુધી

લાભાર્થીની પાત્રતા

  • લાભાર્થી આધારકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના TECHO સોફ્ટવેરમાં નોંધણી ધરાવતી હોવી જોઇએ.

લાભાર્થીની નોંધણી

she-box શુ છે ?

  • લાભાર્થીએ આઇસીડીએસ યોજના હેઠળ આંગણવાડીમાં નોંધણી કરાવવાની રહેશે અને આંગણવાડીની સેવાઓનો લાભ લેવાનો રહેશે.
  • તેમજ આરોગ્ય વિભાગના સોફટવેરમાં સગર્ભા મહિલાઓ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધી બાળકની માતાએ નોંધણી કરાવવાની રહેશે.

યોજનાનું અમલીકરણ કેવી રીતે થાય છે.

  • આ યોજનાનું અમલીકરણ મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા થાય છે.
  • એ માટે આ મંત્રાલય દ્વારા ટેકો સોફટવેર ડેવલોપ કરવામાં આવેલ છે. આ સોફટવેરમાં લાભાર્થી દ્વારા કરવામાં આવેલ રજીસ્ટ્રેશન ના આધારે તેમની ઓળખ કરવામાં આવેલ છે.
  • આ લાભાર્થીની યાદી અન્ન અને નાગરિક પુરવઠાને મોકલવામાં આવે છે. અને આ વિભાગ જરૂરી તમામ અનાજ મહિલા અને બાળવિકાસ મંત્રાલય ને મોકલી આપે છે.
  • આ યોજનાનું સમગ્ર અમલીકરણ ડિજીટલ માધ્યમથી થાય છે.
  • અને એ માટે SOP તૈયાર કરી સક્ષમ અધિકારીની કક્ષાએથી આ યોજનાનું અમલ કરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

આ યોજનાઓ અંતર્ગત નોંધણી કરાવેલ આંગણવાડી ખાતે આંગણવાડીની સેવાઓની સાથે દર માસે 2 કિલોગ્રામ ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લિટર સિંગતેલ આપવામાં આવે છે.

માતૃશક્તિ યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરવાની રીત.

matrushakti yojana
  • મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા સંચાલિત માતૃશક્તિ યોજનાના અમલીકરણ માટેની વેબસાઇટ https://1000d.gujarat.gov.in પર જવાનું રહેશે.
  • અહીં મેનુબારમાં “સર્વિસ” માં “સ્વયં નોંધણી” પર ક્લિક કરવાનું રહેશે.
  • અહિં આધાર કાર્ડ નંબર, લાભાર્થીનું નામ આધાર કાર્ડ પ્રમાણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં દાખલ કરવાનું રહેશે.
  • ત્યારબાદ જન્મતારીખ અને લાભાર્થીનું સમંતિપત્ર સિલેક્ટ કર્યા બાદ આધાર વેલિડેટ પર ક્લિક કરી આધાર વેલિડેટ કરાવવાનું રહેશે.
  • ત્યાર બાદ રેશન કાર્ડ નંબર દાખલ કરતાં આપ મેળે નામ દેખાશે.
  • અને જો આંગણવાડીનું નામ ન દેખાય તેવા કિસ્સામાં જાતે નામ સર્ચ કરીને પસંદ કરવાનું રહેશે.
  • ત્યારબાદ આંગણવાડીના કાર્યકરનું નામ પણ આપમેળે દેખાશે.
  • ત્યાર બાદ લાભાર્થીનો મોબાઇલ નંબર દાખલ કરવો અને Send OTP બટલ પર ક્લીક કરવાનું રહેશે.
  • નોંધાયેલ મોબાઇલ નંબર પર 4 આંકડાનો OTP આવશે તે દાખલ કરવાનો રહેશે.
  • અને અંતે Save and Next પર ક્લિક કરવાનું રહેશે.
  • Save and Next પર ક્લિક કરતા એક બીજી સ્કીન પર એક બોક્ષ ઓપન થશે. જેમા “ આપની સામાન્ય માહિતી બાદ, હવે આપની આરોગ્ય સબંધિત માહિતી ઉમેરો અને ફોર્મ અંતિત કરો” લખેલ હશે.
  • જ્યા ok બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે આરોગ્ય કેંદ્ર તરફથી આપવામાં આવેલ ઇ-મમતા નંબર દાખલ કરવાનો રહેશે.
  • અને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • સર્ચ કરતાં તમામ વિગતો આપમેળે ભરાયેલી જોવા મળશે.
  • ત્યારબાદ Confirm and submit  પર ક્લિક કરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ થશે. અહીં લાભાર્થી દ્વારા Print Application  ક્લિક કરી અરજીની પ્રિંટ કાઢી શક્શે.
  • આપ આ સિવાય આપની અરજી જો અધુરી હોય તો તેમા “Edit Enrollment”  પર ક્લિક કરી તેમા સુધારો વધારો વધારો કરી શકશો. અને સુધારો કરેલ અરજીની પ્રિંટ કાઢી શકશો.
  • આ યોજના અંગે વધુમાં આપ નજીકના આંગણવાડી કેંદ્ર અથવા તમારા ગામના આશા વર્કરનો સંપર્ક કરી શકો છો જેઓ તમેને વિગતવાર માર્ગદર્શન પુરુ પાડશે.
mukhyamantri matrushakti yojana

Mukhyamantri Matru Shakti Yojana Mobile Application Download કરો.

આ યોજના માટે હવે મોબાઇલ એપ્લીકેશન લોંચ કરવામાં આવેલ છે. તેથી આપ મોબાઇલ દ્વારા પણ આ અંગેની તમામ માહિતી મેળવી શક્શો. મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા આપ નીચે મુજબના સ્ટેપ્સને અનુસરી શકો છો.

  • સૌપ્રથમ આપ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની સત્તાવર વેબસાઇટ પર જાઓ.
  • અહીં આપને મેનુબારમાં “ડાઉનલોડ” ઓપ્શન જોવા મળશે ત્યા ક્લિક કરો.
  • અહી આપ “મોબાઇલ એપ્લિકેશન” ની બાજુમાં ડાઉનલોડ ના ઓપ્શન પર ક્લિક કરો. એટલે તમારા ડિવાઇઝમાં એપ્લીકેશનની ફાઇલ ડાઉનલોડ થઈ જશે.
  • નોંધ. આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા આપ મોબાઇલ દ્વારા કરશો તો સરળતા રહેશે.

સારાંશ

મિત્રો આપણે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની સંપુર્ણ માહિતી મેળવી. જો આપ આ યોજનામાં અરજી કરવા માટે લાયકાત ધરાવો છો તો જરૂર આ યોજનાનો લાભ ઉઠાવશો. અને અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પણ આ માહિતી જરૂર પહોંચાડશો. સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી યોજનાઓનો લાભ સમાજના લોકો વચ્ચે એકરૂપતા લાવવા માટે કરવામાં આવે છે, લોકોનું જીવન વધુને વધુ બહેતર બને તે માટે દર વર્ષે આવી કલ્યાણકારી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનુ બજેટ લાવવામાં આવે છે. માટે સમાજના દરેક વર્ગના લોકોએ આવી કલ્યાણકારી યોજનાઓ વિશે જાણી તેનો લાભ ઊઠવવો જોઇએ. આ યોજના અંગે જો કોઇ મુઝવણ હોય તો કોમેંટ કરશો. આભાર..

Leave a Comment