Gujarat khedut mobile sahay yojana 2023 । ગુજરાતના ખેડુતોને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળશે

આજે ગુજરાતના ખેડુતો Khedut Mobile Sahay Yojana થી સ્માર્ટફોનની ખરીદી કરવા સક્ષમ બન્યા છે.આપણે સૌ જાણીએ છીએ કે માનવીની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે, પરંતુ હવે તેમાં ચોથી જરૂરીયાત મોબાઈલ ઉમેરીએ તો કંઈ પણ અતિશયોક્તિ નથી. ભારતમાં આજે 80 કરોડથી વધારે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. દરેક માહિતી હવે સ્માર્ટફોન પર ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ થયેલ છે. શિક્ષણ, આરોગ્ય, ખેતી વિશે ઉપયોગી માહિતી ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સરળતાથી મળતી થઈ છે. તો શા માટે ખેડૂતો પાછળ રહે ? સ્માર્ટફોનથી ખેડૂતોને હવામાનની આગાહી, બિયારણ, ખાતર, કીટનાશકોની માહિતી ઓનલાઇન મેળવવી સરળ બન્યું છે. અને આ માહિતીઓના કારણે ખેડૂતો પોતાના પાકનું યોગ્ય આયોજન કરી શકે છે. આ આર્ટીકલ માં આપણે Khedut Mobile Sahay Yojana 2023 વિશે તમામ માહિતી જેવી કે યોજનાના હેતુઓ, યોજનાની મુખ્ય બાબતો, અરજી કરવાની રીત, લાભાર્થીની પાત્રતા વગેરે વિશે વિગતવાર માહિતી મેળવીશું

i-Khedut portal વિશેની રસપ્રદ માહિતી

 Khedut Mobile Sahay Yojana 1

khedut mobile sahay yojana ની મહત્વની બાબતો

યોજનાખેડૂત મોબાઈલ સહાય યોજના 2023
ડિપાર્ટમેન્ટકૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
રાજ્યગુજરાત
કોને લાભ મળશેગુજરાતના ખેડૂતોને
મળવાપાત્ર લાભરૂ. 15000 /- સુધીના મોબાઇલની ખરીદી પર રૂપિયા 6,000/- સુધીની સહાય કુલ સહાય 40%  સુધી
ઓફિસિયલ વેબસાઇટ https://agri.gujarat.gov.in/
અરજી કરવા માટેની વેબસાઇટઆઇ-ખેડુત પોર્ટલ
અરજી કરવાની તારીખ15/05/2023 શરૂ થશે.

khedut mobile sahay yojana 2023 ના મુખ્ય હેતુઓ

  • સ્માર્ટફોનના માધ્યમથી ડિજિટલ સેવાઓ કે ખેતી ક્ષેત્રે સાથે સંકળાયેલ હોય.
  • ખેતી વિશે અનેક માહિતી જેવી કે બિયારણ, ખાતર, કીટનાશક દવાઓ, ખેતી ક્ષેત્રે આવેલ નવીન ટેકનોલોજી અને ઓજારો અને આ તમામ બાબતોની સમજપૂર્વક ખરીદી કરે તેઓ હેતુ રહેલો છે. હવામાન ખાતા વિશે વિસ્તાર પ્રમાણે કરવામાં આવતી આગાહીના આધારે પોતાના પાકનું આયોજન કરવુ.
  • વિવિધ સરકારી અને ખાનગી ટીવી ચેનલોના માધ્યમથી ચલાવવામાં આવતા ખેતી વિષયક પ્રસારણના માધ્યમથી માહિતી મેળવવી.

ikhedut mobile sahay yojana હેઠળ લાભાર્થીની પાત્રતા

  • અરજદાર ગુજરાતના વતની હોવો જોઇએ.
  • લાભાર્થી આ યોજના હેઠળ લાભ આજીવન એક જ વખત મેળવી શકશે.
  • લાભાર્થી પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • સંયુક્ત જમીન ધરાવનાર પરિવારમાં 8-અ માં દર્શાવેલા ખાતેદારોમાંથી એક જ ખાતેદારને લાભ મળશે.
  • આ યોજના ફક્ત મોબાઇલ ફોન માટે જ છે અન્ય એસેસરીઝ જેવી કે ઈયરફોન, ચાર્જર બેટરી બેકઅપ જેવા એસેસરીઝ મળશે નહીં.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના

mobile sahay yojana હેઠળ મળવાપાત્ર લાભ.

  • આ યોજનામાં ફક્ત સ્માર્ટફોનની જ ખરીદી કરી શકાશે.
  • ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલ સ્માર્ટફોનમાં રૂપિયા 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળશે.
  • ખરીદ કિંમતના 40% અથવા રૂપિયા 6,000 માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
  • એટલે કે કોઈ ખેડૂત 10,000/- રૂપિયાનો ફોન ખરીદે છે તો તેમને ૪૦ ટકા મુજબ ₹4,000 મળશે
  • અને જો કોઈ ખેડૂત 20,000/-  નો મોબાઈલ ખરીદશે તો તેમને 6,000/-  સુધી સહાય મળશે.

સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના માટે દસ્તાવેજી પુરાવાઓ

  • ખાતેદારનો આધારકાર્ડ
  • કેન્સલ ચેક
  • બેંક ખાતા ની પાસબુક
  • સ્માર્ટફોનની ખરીદી કરેલ જીએસટી વાળું પાકું બિલ
  • મોબાઈલનું  IMEI નંબર
  • જમીનના દસ્તાવેજો જેવા 7/12 અને 8-અ ની નકલ.

સ્માર્ટફોન ની ખરીદીના કેટલાક મહત્વના નિયમો

  • આ યોજના માટે કેટલાક નિયમો બનાવવામાં આવેલ છે અને આ નિયમો જે ખેડૂત અમલ કરશે તેઓને જ આ યોજનાનો લાભ મળશે.
  • યોજના માટેની અરજી ઓનલાઇન આઇ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે એટલે કે આ યોજના માટે કોઈપણ સ્થળેથી ઓફલાઈન અરજી કરવાની રહેશે નહીં.
  • ઓનલાઇન અરજી કર્યા બાદ તાલુકાના અમલીકરણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • અને એ માટે અરજદારને એસએમએસ કે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે.
  • જો લાભાર્થીની અરજી મંજૂર કરવામાં આવે છે તો તેઓએ  દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરી લેવાની રહેશે.
  • 15 દિવસમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થીએ અરજીની પ્રિન્ટ કાઢી જરૂરી તમામ દસ્તાવેજો સાથે તાલુકા લેવલે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી પાસે જમા કરાવવાના રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમયમર્યાદામાં સ્માર્ટફોન ખરીદી જીએસટી વાળું બીલ રજુ કરવાનું રહેશે.

કૃષિ વૈવિધ્યકરણ યોજના (Krushi Vaividhyakaran Yojana ) 

mobile sahay yojana માં અરજી કરવાની રીત

 khedut mobile sahay yojana 2
  • આ યોજના માટે ખેડૂતો દ્વારા ઓનલાઇન આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • જો આપને સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંગે કોઈ મૂંઝવણ હોય તો તમારા વિસ્તારના ગ્રામ સેવક,  તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
  • અહીં આપણે ઓનલાઇન અરજી કરવાની રીત સમજીશું
  • google પર આઇ-ખેડૂત પોર્ટલ લખી સર્ચ કરવાનું રહેશે.
  • સર્ચ કરતા પ્રથમ વેબસાઈટની લિંક  આઇ ખેડુત પર ક્લિક કરવાનું રહેશે.
  • આઇ ખેડુત પોર્ટલના હોમપેજ પર “યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
 khedut mobile sahay yojana 3
  • વેબસાઈટ પર “યોજનાઓ” પર ક્લિક કર્યા પછી એક નવુ પેજ ખુલશે જેમાંથી તમને “ખેતીવાડીની યોજનાઓ” ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં આપ “ સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરતા નવુ પેજ ખુલશે.
  • અહીં જો તમે આઇ-ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર અગાઉથી  કરેલું હશે તો “હા” સિલેક્ટ કરવાનું રહેશે અને રજીસ્ટર કરેલ ના હશે તો “ના” પર સિલેક્ટ કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા જો પોર્ટલ પર પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હશે તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખી “Captcha Image” નાખવાનું રહેશે.
 khedut mobile sahay yojana 4
  • અગાઉથી ખેડૂત દ્વારા આઇ-ખેડુત પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો તેમણે “ના” પસંદ કરીને  ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા ખેડુત સ્માર્ટફોન સહાય યોજના  ની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ તેની ચકાસણી કરી અરજી “SAVE” કરવાની રહેશે.
  • ત્યારબાદ અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી “Confirm” કરતી વખતે અરજી એક વખત ચકાસણી કરી લેવી કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશનમાં સુધારો થઈ શકશે નહીં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • અરજીની પ્રિન્ટ કાઢી તેના પર સહી કરી આપના ગ્રામ સેવક તથા સંબંધીત તાલુકાના વિસ્તરણ અધિકારીને જરૂરી દસ્તાવેજી પુરા સાથે જમા કરાવવાની રહેશે.

Mobile sahay yojana FAQs

1. ખેડુત મોબાઇલ સહાય યોજના શું છે ?

જ. ખેડુત મોબાઇલ સહાય યોજના એ ખેડુતોને મોબાઇલની ખરીદી પર રૂ. 6000/- સુધી સહાય આપતી ગુજરાત સરકારની યોજના છે.

2. સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવામાં આવે છે ?

જ. આ યોજના માટે ઓનલાઇન ફોર્મ આઇ-ખેડુત પોર્ટલ પરથી ભરવાનું હોય છે.

3. સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજનાનો લાભ કોને મળશે.

જ. સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના હેઠળ લાભ ગુજરાતના ખેડુતોને મળશે. કે જેઓ પોતાની જમીન ધરાવતા હશે.

4.સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના નું ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટ કઈ છે ?

જ. આ યોજના માટે ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.

Leave a Comment