Adarsh Nivasi Shala Admission 2024

Adarsh Nivasi Shala Admission

Table of Contents

વ્હાલા વિદ્યાર્થીમિત્રો, Adarsh Nivasi Shala Admission ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી વિના મુલ્યે રહેવા, જમવા, યુનિફોર્મ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2024 વિશે દરેક માહિતી મેળવીશું.

મહત્વની બાબતો

પરીક્ષાનું નામ આદિજાતિ વિકાસ વિભાગ સંચાચિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ- 9 માં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત (શૈક્ષણિક વર્ષ-2024-25)
વિભાગઆદિજાતિ વિભાગ, ગુજરાત સરકાર
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવા માટેનું પોર્ટલ https://ans.orpgujarat.com/
અરજી કરવાની તારીખ 21/3/2024 બપોરે 12:00 ક્લાકથી
અરજી કરવાની અંતિમ તારીખ 05/04/2024 સાંજના 18:00 કલાક સુધી
પરીક્ષાની તારીખ28/04/2024

આદર્શ નિવાસી શાળાઓ શું છે ?

what is Adarsh Nivasi Shala Admission
  • આદર્શ નિવાસી શાળાઓ અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે વર્ષ-1986-87 માં શરૂ કરવામાં આવેલ એક યોજના છે.
  • આ યોજના અંંતર્ગત આદિજાતિના વિદ્યાર્થીઓને વિનામુલ્યે શિક્ષણ, રહેવા-જમવાની સગવડ અને ગણવેશની સુવિધા આપવામાં આવે છે.
  • સમગ્ર ગુજરાતમાં હાલ આદિજાતિ કુમારો માટેની 26 શાળાઓ, કન્યાઓ માટે 26 શાળાઓ અને કુમાર અને કન્યા માટેની 23 શાળાઓ મળીને કુલ 75 આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે.
  • આ નિવાસી શાળાઓ માધ્યમિક વિભાગ ધોરણ9 થી ધોરણ 10 સુધીની છે જે પૈકી 32 નિવાસી શાળાઓમાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલે છે.

RTE Gujarat Admission 2024-25 – આર.ટી.ઇ. એક્ટ-2009 અંતર્ગત ઓનલાઇન અરજી કરો

Read Also:

આદર્શ નિવાસી શાળાઓની યાદી.

અનુસુચિત જનજાતિના કુમારો માટેની શાળાઓ (ધોરણ 9 થી 10 સુધીની.)

  • દાહોદ, વઘઈ, રાજપીપળા, ધરમપુ,ર ડેડીયાપાડા, વાંસદા, ભિલોડા, નેત્રંગ, તરસાલી, સંતરામપુર, અંકલેશ્વર, દેવગઢ બારીયા, ઉકાઈ, નસવાડી, દાતા, પાવીજેતપુર, છોટાઉદેપુર, મહુવા, ગાંધીનગર, સુરત, ક્વાંટ, બરડીપાડા, ઉમરપાડા, નગામાં, સાગબારા.

 અનુસૂચિત જનજાતિની કન્યાઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ (ધોરણ 9 થી 10)

  • લીમખેડા, છોટાઉદેપુર, વ્યારા, સોનગઢ, વડોદરા, ચીખલી, અંબાજી, ખેડબ્રહ્મા, સાગબારા, ઝાલોદ, સાપુતારા, ગાંધીનગર, વાપી, તળાલા, અમીરગઢ, જગડીયા, આહવા, સિસોદ્રા, વલસાડ, વેલવાઈ, ખેરગામ (હાલમાં ચીખલી), અંકલેશ્વર ડેડીયાપાડા રાજપીપળા મહુવા. ઉમરપાડા.

અનુસુચિત જનજાતિના કુમાર અને કન્યા માટેની આદર્શ નિવાસી શાળાઓ (ધોરણ 9 થી 10)

  • માંગરોળ,( હાલ ઉમરપાડા) ઝાંખલા, (હાલ ઉમરપાડા) મેઘરજ (હાલ ભિલોડા), ગાંધીનગર (અંગ્રેજી માધ્યમ), વાલીયા, તિલકવાડા, ગરુડેશ્વર, નિઝર, ઉચ્છલ, કુકરમુંડા, વાલોડ, કપરાડા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, સંજેલી, કડાણા, ઘોઘંબા, જાંબુઘોડા, પોશીના, વિજયનગર.

અનુસૂચિત જનજાતિ કુમાર માટેની આદર્શ નિવાસી શાળા ( ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ)

  • રાજપીપળા, વાંસદા, ધરમપુર, ડેડીયાપાડા, નસવાડી, સંતરામપુર, મહુવા, તરસાડી, ભિલોડા, દાહોદ, નેત્રંગ, ઉકાઈ, દાંતા, પાવીજેતપુર, ઉમરપાડા, દેવગઢ, બારીયા, છોટાઉદેપુર, ગાંધીનગર.

અનુસૂચિત જનજાતિની કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા (ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ)

  • વ્યારા, વડોદરા, સોનગઢ, લીમખેડા, છોટાઉદેપુર, ઝાલોદ, ખેડબ્રહ્મા, અમીરગઢ, ગાંધીનગર, સગબારા, ઝઘડિયા, ગાંધીનગર, નવસારી.

Adarsh Nivasi Shala Admission

Adarsh Nivasi Shala Admission
  •  શૈક્ષણિક વર્ષ 2024- 25 માટે ધોરણ 9 માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે
  • પ્રવેશિક પરીક્ષાના મેરીટ ના આધારે ધોરણ 9 માં પ્રવેશ આપવામાં આવશે.
  • જ્યારે આપણે ઉપર મુજ્બ જે શાળાઓમાં ધોરણ 10 થી 12 માં ખાલી પડેલ સંખ્યા સમયે ખાલી પડેલ બેઠકો લાયક વિદ્યાર્થીઓથી ભરવામાં આવતી હોય પ્રવેશ મેળવવા માટે સંબંધિત આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓને સંપર્ક કરવાનો રહેશે.
  • સંબંધિત નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓ વર્તમાન નિયમ અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરશે વધુ વિગતો માટે જે તે જિલ્લાના સંબંધીત પ્રયોગના વહીવટદારશ્રીની કચેરી મદદની કમિશનર આદિજાતિ વિકાસની કચેરી, આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી, પ્રયોજના વહીવટદાર શ્રીની કચેરી, તલાલા ની કચેરી આદિજાતિ વિકાસ અધિકારી શ્રીની કચેરી તેમજ ડાંગની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાઓના આચારશ્રીઓનો સંપર્ક કરી શકાશે.

 નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું ધોરણ

  • ધોરણ 8 પાસ કરેલ અને ધોરણ 9 માં પ્રવેશ માટેની પ્રવેશી પરીક્ષામાં મેળવેલ ગુણ/ગ્રેડ ના આધારે મેરીટ ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ક્ષેત્ર માટે આવક મર્યાદા નથી.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના ક્ષેત્ર માટે વાલીની વાર્ષિક આવક રાજ્ય સરકાર દ્વારા વખત વખત નક્કી કરવામાં આવે તે મુજબ રહેશે.

પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવા બાબતે મહત્વની બાબતો.

  • અરજી કરવા બાબતે આપણે કોઈ પણ મુંઝવણ હોય તો ઉપર મુજબની શાળાઓઓના આચાર્યશ્રીનો સંપર્ક કરી શકાશે. અને અરજી કરવ સંબંધિત વિગતવાર માહિતી મેળવી શકશો. તેમજ નજીકની આદિજાતિની કચેરી તથા પ્રયોજના વહિવટદારશ્રીની કચેરીથી માહિતી મેળવી શકશો.
  • ઓનલાઇન અરજી કરવા માટે https://ans.orpgujarat.com/ પર જવાનું રહેશે.
  • મિત્રો, આપ જે સ્કૂલમાં અભ્યાસ કરો છો ત્યાંથી ધોરણ-8 માં નોંધાયેલ વિદ્યાર્થી મિત્રો ડાયસ નંબર મેળવી લેવાનો રહેશે.
  • આ ડાયસ નંબર ના આધારે આપ અરજી સંબંધીત મોટા ભાગની વિગતો ભરી શકશો. ટુંકમાં યોગ્ય જગ્યાએ આ નંબર નાખશો એટલે ઓટોમેટિક ભરાઇ જશે.
  • આ સિવાય વિદ્યાર્થી મિત્રોએ તેમનો ફોટો 20 KB ની JPG ફોર્મેટમાં તૈયાર કરવાનો રહેશે.
  • તમામ વિગતોનિ ચકાસણી કરી લેવી કેમ કે સબમિટ કર્યા બાદ ફોર્મ સુધારો કરી શકાશે. નહી.
  • દરેક વિગતો ભરાઇ ગયા બાદ ફોર્મ સબમીટ કરવું.
  • ઉમેદવારે ઓનલાઇન કોઇ પણ દસ્તાવેજો ઓપલોડ કરવાના નથી.
  • વિદ્યાર્થીને કાઉંસેલીંગ વખતે બોલાવે ત્યારે માંગ્યા મુજબના તમામ પુરાવા રજુ કરવાના રહેશે.
  • આ પુરાવાની ચકાસણી આચાર્યશ્રી કરશે અને તેની પ્રમાણિત નકલ આપવાની રહેશે.

પ્રવેશ પરીક્ષા માટેના પરીક્ષા કેંદ્રની ફાળવણી:

  • વિદ્યાર્થીઓ અરજી ફોર્મમા બતાવેલ જિલ્લો અને તાલુકાના આધારે નજીકના તાલુકામાં પ્રવેશ પરીક્ષા કેંદ્ર ફાળવવામાં આવશે.
  • પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્ર https://ans.orpgujarat.com/ પરથી ડાઉનલોડ કરી શકાશે અને તે વિશે કોઇ પણ મુસ્કેલી જણાય તો શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે.

પરીક્ષાની પધ્ધતિ:

  • તા. 28/4/2024 ના રોજ પરીક્ષા કેંદ્ર પર બપોરે 14:00 કલાકે પહોંચી જવાનું રહેશે.
  • પરીક્ષાનો સમય 15:00 કલાક થી 17:00 કલાક સુધીનો રહેશે.
  • પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ 8 ના અભ્યાસક્રમ આધારિત રહેશે.

આપને અરજી ફોર્મ અરજી ફોર્મ ભરવા સંબંધિત કોઇ મૂશ્કેલી હોય તો સંબંધિત વહીવટદારશ્રીની કચેરી, મદદનીશ કમિશનરશ્રી (આદિજાતિ વિકાસ)ની કચેરી, આશ્રમશાળા અધિકારીશ્રીની કચેરી, પ્રાયોજના-તલાલાની કચેરી, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી-આહવા-ડાંગની કચેરી તેકજ આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીઓંનો સંપર્ક કરી શક્શો.

મિત્રો આપણે આદર્શ નિવાસી શાળાઓમાં એડમીશન માટેની માહિતી મેળવી. આપ જો આ યોજનામાં લાયક છો તો જરૂર આ યોજનાનો લાભ ઉઠાવશો. અને અન્ય મિત્રો સુધી પણ શેઅર કરશો. ધન્યવાદ

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore