મિત્રો, સ્વાસ્થ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. દેશમાં ગરીબ પરિવારોની મોટા ભાગની કમાણી બીમારીનો ઇલાજ કરવામાં નિકળી ન જાય તે માટે Pradhan mantri ayushman bharat yojana આજે આશિર્વાદ રૂપ સમાન છે. આ યોજના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ રૂ. 5 લાખ સુધીનો કેશલેશ સારવાર આપવામાં આવે છે. આ યોજના થકી દેશની 10 લાખ પરિવાર અને 50 કરોડ જેટલા લોકો ને સીધો લાભ મળેલ છે. યોજનાની શરૂઆત વર્ષ 2018 માં કરવામાં આવેલ છે.
તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
Ayushman bharat yojana-લાયકાતની તપાસ કેવી રીતે કરવી?
રીત -1
- વાંચકો અહીં SECC-2011 મુજબની યાદી મુકવામાં આવેલ છે.
- આ માટે આપણે સૌપ્રથમ https://pmjay.gov.in/ વેબસાઇટ પર જઇશુ.
- નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે.
- જ્યાં સૌથી ઉપર જમણી બાજુના ખુણામાં Am i eligible ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. જ્યાં મોબાઇલ નંબર અને કેપ્ચે દાખલ કરો.
- દાખલ કરેલા મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરતાં નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે.
- સ્ટેટનું નામ પસંદ કરો. એની નીચે આપને નામ શોધવાના 4 ઓપ્શન આપવામાં આવેલ છે. જેમા નામ દ્વારા, HHD નંબર, રેશનકાર્ડ નંબર અને મોબાઇલ નંબર દ્વારા શોધી શકશો.
- જો આપનું નામ આ યાદીમાં આવે છે તો આપ આ યોજના માટે લાયકાત ધરાવો છો.
રીત -2
- વ્હાલાં વાંચકો આ સિવાય પણ અન્ય રીતે નામ શોધી શકશો એ માટે આપે https://pmjay.gov.in/ માં ડાબી બાજુ આપવામાં આવેલ મેનુ પર જવાનું રહેશે. જ્યાં તમને Portals નામના ઓપ્શનમાં Village Level SECC Data પર ક્લિક કરવાનૂં રહેશે.
- ત્યારબાદ નવું સ્ક્ર્રીન ખુલી જશે. જ્યાં તમારે મોબાઇલ નંબર અને કેપચે દાખલ કરતાં ઓટીપી આવશે.
- ઓટીપી દાખલ કરતાં નીચે મુજબની સ્ક્રીન ખુલશે.
- અહીં આપ રાજ્ય, જિલ્લો, બ્લોક અને વિલેજ સિલેક્ટ કરતાં આપના ગામની એલીજીબલ લોકોની યાદી પીડીએફ ફોરમેટમાં જનરેટ થશે.
- અહિ આપનું નામ ચેક કરી શકશો.
Ayushman bharat yojana no labh કોને મળશે ?
- SECC 2011ના ડેટા અનુસાર એવા પરિવારો કે,
- જેવો એકજ ઓરડાના કાચા ઘરમાં રહેતા હોય.
- એવા પરિવાર કે જ્યા પરિવારનો મુખ્ય સભ્ય પુરૂષ ન હોય અને જેના સભ્ય ની ઉંમર 16 થી 59 વચ્ચે ન હોય.
- પરિવાર કે જેના સભ્ય વિકલાંગ હોય અને પુખ્ત વયના સભ્યો સક્ષમ ન હોય.
- એસ.સી. અને એસ.ટી સમાજના લોકો.
- જમીન વિહોણા પરિવાર કે જેઓ મજુરી કરીને ગુજરાન ચલાવે છે.
- ત્યાર બાદ ગામડામાં વસતા એવા લોકો કે જેવો નિરાધાર, ભીખ માંગી જીવન વ્યતિત કરે છે, આદિમ જુથના લોકો.
- શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં લોકો કે જેવો,
- ઘરેલુ કામદાર, સ્ટ્રીટ ફેરિયાઓ, મોચી, બાંધકામ સાથે સંકળાયેલ કામદાર, પ્લમ્બર, કડિયાઓ, મજૂર
- પેઇંટર, કુલી, સફાઇ કામદાર, દરજી, હસ્તકલા સાથે સંકળાયેલ કામદાર, ટ્રાંસફર વર્કર, ડ્રાઇવર, કન્ડકટર, રિક્ષા ડ્રાઇવર, દુકાનમાં કામ કરનાર, વેઇટર વગેરે
Ayushman bharat yojana no labh કોને મળવાપાત્ર નથી.
SECC-2011 મુજબ એવા પરિવાર કે જેવોની પાસે મોટરગાડી, ફિશિંગ બોટ, જેવો ઇન્કમ ટેક્ષ પેયર છે, જ્યારે જેમના ઘરમાં ફ્રીજ, લેંડલાઇન ફોન, કુંટુબનો કોઇ સભ્ય 10 હજાર થી વધુ કમાતો હોય, સરકારી નોકરી કરતાં હોય તો તેવા લોકોને આયુષમાન ભારત યોજના નો લાભ મળવાપાત્ર નથી.
Ayushman bharat yojana માં આવરી લેવાયેલ બીમારીઓ
- આ યોજના અંતર્ગત હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસ પહેલાની સારવારનો ખર્ચ આવરી લેવામાં આવેલ છે.
- મેડિકલ તપાસ, સારવાર અને કન્સલ્ટેશનની સુવિધા
- દવા અને મેડિકલના ખર્ચ
- સારસંભાળનો ખર્ચ
- જો જરૂરી હોય તો સર્જરીનો ખર્ચ
- રહેવાનો ખર્ચ
- સારવાર દરમિયાન ખોરાક
- સારવાર દરમિયાનની ઇમરજંસી સેવાઓ
- એમ્બ્યુલંસ સેવાઓ
- કેંસરની વિવિધ સર્જ્રરી
- સિઝેરિયન ડિલીવરી
- બાયપાસ સર્જરી
- સારબાદની (પોસ્ટ હોસ્પિટલ )ના 15 દિવસ સુધીનો ખર્ચ.
ayushman bharat yojana માં આયુષમાન મિત્ર (ayushman mitra)
આ યોજનામાં દરેક સરકારી અને ખાનગી હોસ્પિટલમાં એક આયુષમાન મિત્રની નિમણુક કરવામાં આવેલ છે. જે આપ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થાવ ત્યારથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ત્યાં સુધી આપને મદદ કરે છે. સારવાર દરમિયાનની દરેક પ્રોસેસ પુરી કરવામાં મદદ કરે છે.
ayushman bharat yojana માં કઇ હોસ્પિટલમાં સારવાર મળશે ?
આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશની સુવિધાથી સજ્જ અનેક સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ નો સમાવેશ કરવામાં આવેલ છે. જેની યાદી સરકાર દ્વારા વખતો વખતો બહાર પાડવામાં આવેલ છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવારની સુવિધા અનુસાર દર્દી સારવાર કરાવી શકે છે. સરકારનો દેશની 20 હજાર થી વધારે હોસ્પિટલને આ યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે. આ હોસ્પિટલની યાદી સરકારી વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. જે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ સમજીશુ.
ayushman bharat yojana – Hospital list તપાસવાની રીત.
- સૌપ્રથમ આપ https://pmjay.gov.in/ વેબસાઇટ પર આવવાનુ રહેશે.
- જેમા આપણે અગાઉ સમસ્યા તેમ વેબસાઇટના હોમપેજ પર જમણી બાજુ Find Hosipital નું ઓપ્શન જોવા મળશે. જ્યા ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે.
- જ્યા સ્ટેટ, જિલ્લો, હોસ્પિટલનો પ્રકાર, સ્પેસ્યાલિટી, હોસ્પિટલનું નામ અને તેમા આપવામાં સુવિધા જેવા ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે.
- આમ માગ્યા મુજબના બધા ઓપ્શન પસંદ કર્યા બાદ કેપ્ચે કોડ નાખીને સબમીટ કર્યા પછી હોસ્પિટલની વિગતો જોઇ શકાશે.
- સાથે આ પેજ પર હોસ્પિટલનું લોકેશન પણ Maps દ્વારા મેળવી શકાશે. સાથે અહિ Suspended Hospitals List (રદ થયેલ હોસ્પિટ્લ્સ) યાદી પણ જોઇ શકાશે.
ayushman bharat yojana- Grievance portal (ફરિયાદ નિવારણ)
- સૌપ્રથમ આપ https://pmjay.gov.in/ વેબસાઇટ પર આવવાનુ રહેશે.
- જેમા આપણે અગાઉ સમસ્યા તેમ વેબસાઇટના હોમપેજ પર જમણી બાજુ Grievance નું ઓપ્શન જોવા મળશે. જ્યા ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે.
- જ્યા હોમપેજ પર Register your Grievance નામ નું બટન જોવા મળશે.
- અહિ ક્લિક કરતાં એક Pop-up ખુલશે. જ્યા આપે PMJAY પર રજીસ્ટર કરવાનું રહેશે.
- PMJAY પર રજીસ્ટર પર ક્લિક કરતાં નીચે મુજબનું ગ્રીવંસ માટેનુ ફોર્મ ખુલી જશે. જ્યા તમારે જરૂરી તમામ બાબતો કાળજીપુર્વક ભરવાની રહેશે.
- આમ અહીં આપને લાગુ પડતી દરેક બાબતો દાખલ કરી અંતે કોઇ બીડાણ ઓપલોડ કરી Declaration પર ટિક માર્ક કરી ફોર્મ સબમિટ કરવાનું હોય છે.
ayushman bharat yojana- FAQ
આયુષમાન ભારત યોજના માટે કોણ અરજી કરી શકશે ?
ગરીબી રેખા નીચે જીવતા પરિવારો કે જે પરિવાર SECC-2011 અંતર્ગત નોંધણી થયેલ છે, ટ્રાઇબલ સમાજ, દિવ્યાંગ જનો વગેરે
આયુષમાન ભારત યોજના માં કયા ક્યા લાભ મળશે ?
આ યોજના અંતર્ગત 5 લાખ સુધીનો કેશલેશ સારવાર મળશે.
આયુષમાન ભારત યોજના અંતર્ગત સારવાર ક્યા મળશે ?
ભારત સરકાર દ્વારા લિસ્ટેટ અનેક ખાનગી હોસ્પિટલો થતા સરકારી હોસ્પિટલોમાં વિના મુલ્યે સારવાર કરવી શકાશે.
આયુષમાન ભારત યોજનાનો કાર્ડ વ્યક્તિગત હોય છે ?
ના, આ યોજના અંતર્ગત આપવામાં આવેલ કાર્ડ વ્યક્તિગત હોતો નથી, કાર્ડ અંતર્ગત સમગ્ર પરિવારની આવરી લેવાયેલો છે.
આયુષમાન ભારત યોજના માં રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકાય છે ?
આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ https://pmjay.gov.in/ પર જઈ ને જરૂરી પગલાં ને અનુસરી સફળતા પુર્વક રજિસ્ટ્રેશન કરાવી શકશો.
હોસ્પિટલમાં આયુષમાન કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે ?
દરેક હોસ્પિટલમાં એક આયુષમાન મિત્રની નિમણૂંક કરવામાં આવેલ છે. જેઓ આપના કાર્ડની જરૂરી તપાસ કરશે. અને અને સારવાર માટે દાખલ થાવ ત્યારથી દરેક બાબતોમાં મદદ કરશે.
ગર્ભવતી મહિલાઓને આયુષમાન કાર્ડ હેઠળ લાભ મળી શકશે ?
હા, આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને લાભ મળવાપાત્ર છે. અન્યથા આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવી શકે છે. અને અન્ય કેટલાક લાભો પણ મેળવી શકશે.
HH ID નું પુરૂ નામ હાઉસ હોલ્ડ આઇ છે. SECC-2011 દરમિયાન દરેક ઘરને આપવામાં આવેલ છે.
આયુષમાન કાર્ડમાં સુધારો કેવી રીતે કરી શકાય છે ?
આયુષમાન કાર્ડમાં સુધારો કરવા માટે નજીકનાં રેફરલ હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં જઈને કરાવી શકાશે. અથવા સીએસટી સેંટરમાં પણ કરાવી શકાશે.
આયુષમાન ભારત યોજના અંતર્ગત હેલ્પલાઇન નંબર કયો છે ?
ટોલ ફ્રી નંબર- 14555/ 1800111565
વ્હાલા વાંચકો, આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર, જો આપને આર્ટકલ ઉપયોગી થયો હોય તો વધુ લોકો સુધી Share કરો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોચી શકે અને લોકો આ યોજનાનો લાભ મેળવી શકે.
આ પણ વાંચો