ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 ના શૈક્ષણિક સત્ર થી શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત Common Entrance Test-CET ની પરીક્ષા યોજવામાં આવશે. હાલ ગુજરાતમાં કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ જેવી કે, સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગર પાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ, ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓ માં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ પુર્ણ કરનાર વિદ્યાર્થીઓની આ યોજનાઓ હેઠળ CET પરીક્ષા યોજવામાં આવશે અને CET પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 માં નિ:શુલ્ક તેમણે મેળવેલ મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
યોજનાઓ હેઠળ શરૂ કરવામાં આવનાર મુખ્ય શાળાઓ
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
- જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ
- જ્ઞાનસેતુ ડે સ્કુલ
- રક્ષા શક્તિ સ્કૂલ
- મોડેલ સ્કૂલ
Common Entrance Test-CET યોજનાના મુખ્ય હેતુઓ
- શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 માં સંપૂર્ણ શિક્ષણ નિશુલ્ક આપવામાં આવશે.
- રેસીડેન્સીયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલયની વ્યવસ્થા હોવાથી છાત્રાલયમાં રહીને અભ્યાસની તકો પુરી પાડવી.
- ધોરણ છ માં પ્રવેશ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉત્તમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવુ.
- બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓને આધુનિક શિક્ષણ માળખું, રેસીડેન્સીયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાય પણ સામગ્રીઓ જેવી સુવિધાઓ આપવામાં આવશે વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખી તે મુજબ તેઓને માર્ગદર્શન અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવી કારકિર્દી ઘડતર કરવુ.
સામાન્ય પ્રવેશ પરીક્ષા માટેની યોગ્યતા (કોણ અરજી કરી શકશે ?)
- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને ઉપર જણાવેલ તમામ સ્કૂલો (જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કુલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કુલ્સ માં પ્રવેશ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે અને મેરીટના ધોરણે પ્રવેશ મેળવી શકીએ.
- જ્યારે સ્વનિર્ભર અને ખાનગી શાળાઓમાં ધોરણ 5 નો અભ્યાસક્રમ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે અને મેરીટ ના ધોરણે પ્રવેશ મેળવી શકશે.
સામાન્ય પરીક્ષા માટેનો કાર્યક્રમ
ક્રમ | વિગત | તારીખ/સમયગાળો |
1 | જાહેરનામુ કર્યાની તારીખ | 23/03/2023 |
2 | ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન અરજી ઓનલાઇન કરવાનો સમયગાળો | 23/03/2023 થી 05/04/2023 |
3 | પરીક્ષા ફી | નિ:શુલ્ક |
4 | પરીક્ષા તારીખ | 27/04/2023 |
પ્રવેશ પરીક્ષા માટેનું કસોટીનું માળખુ
- પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે.
- પેપર 120 ગુણનું રહેશે.
- પરીક્ષાનો સમય 150 મિનિટનો રહેશે. એટલે કે 2 કલાક 30 મિનિટનો રહેશે.
- પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગેજી ભાષામાં રહેશે.
- પરીક્ષાના પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણભાર |
1 | તાર્કિક ક્ષમતા કસોટી | 30 | 30 |
2 | ગણિત સજ્જતા | 30 | 30 |
3 | પર્યાવરણ | 20 | 20 |
4 | ગુજરાતી | 20 | 20 |
5 | અંગ્રેજી-હિંદી | 20 | 20 |
| કુલ પ્રશ્ન/ગુણ | 120 | 120 |
પરીક્ષા કેન્દ્ર (પરીક્ષા આપવાનું સ્થળ)
આ પરીક્ષા ના પરીક્ષા કેંદ્ર ઉમેદવારોની સંખ્યાના આધારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વરા વહીવટી અનુકુળતા અનુસાર તાલુકામાં આયોજન કરવામાં આવશે. જ્યા પરીક્ષાર્થીઓ દ્વારા પોતાના ખર્ચે પરીક્ષા માટે હાજર થવાનું રહેશે.
ઉત્તીર્ણ થનાર પરીક્ષાર્થીઓ માટે શાળાની પસંદગી
કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના ધોરણે પ્રવેશ મળતો હોવાથી શિક્ષણ વિભાગ દ્વરા નક્કી કરવામાં આવેલ ધારા ધોરણ મુજબ શાળાની પસંદગી આપવામાં આવશે અને તે માટે ભવિષ્યમાં સુચનાઓ આપવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાની રીત
- પરીક્ષાર્થીઓએ અરજી ફક્ત ઓનલાઇન કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કરવા વિદ્યાર્થીઓ મોડેલ સ્કૂલ્સ, બી.આર.સી. ભવન, સી.આર.સી ભવન અને પોતાની સ્કૂલ માંથી નિ:શુલ્ક ભરી શક્શે.
- ફોર્મ કાળજીપુર્વક માંગેલ દરેક વિગતો સહિત ભરવાનું રહેશે અને તેની પ્રિંટ કાઢવાની રહેશે જે ભવિષ્યમાં પ્રવેશ વખતે રજુ કરવાની રહેશે.

અધિકારિક વેબસાઇટ અને મહત્વના ઠરાવો
મિત્રો આ યોજના વિશેના વધુ માહિતી માટે આપ નીચે મુજબની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. અહિં આ યોજના સાથે સંકળાયેલા વિવિધ ઠરાવોની લિંક આપેલ છે જેની આપ વિવિતવાર અભ્યાસ કરી શકશો.
- SEB અધિકારિક વેબસાઇટ Click કરો.
- સંપર્ક નંબર- 079 232 56592 .
- જાહેરનામુ ડાઉનલોડ કરવા Click કરો.
- જિલ્લાવાર બી.આર.સી ભવનની યાદી Click કરો.
- જ્ઞાનશક્તિ રેસીડેંસીયલ સ્કૂલ માટેના ઠરાવ Click કરો.
- રક્ષાશક્તિ સ્કૂલ્સ માટેના ઠરાવ Click કરો.
- જ્ઞાન સેતુ સ્કૂલ માટેના ઠરાવ Click કરો.
- જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કુલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કુલ્સ ની મહત્વની માહિતી માટે Click કરો.
દોસ્તો, આ હતી Common Entrance Test-CET વિશેનીમહત્વની બાબતો જે દરેક વાલી ભાઇઓ-બહેનો ને જાણવું જરૂરી બની જાય છે. આ આર્ટિકલમાં જરૂરી દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જો આપને આ બાબતે કોઇ મુંઝવણ હોય તો આપ કોમેંટ કરશો. અને વધુ માહિતી માટે ઉપરોક્ત લિંક ને અનુસરીને વિગતવાર માહિતી મેળવી શકશો. આશા રાખુ છુ આપને માહિતી મદદરૂપ થઈ હશે. આભાર.