GPSC Exam આપવી ગુજરાતના દરેક નોકરીવાંચ્છુની ઇચ્ચા હોય છે. આ લેખમાં જીપીએસસી વિશે દરેક પ્રશ્નનોના જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેથી આપ GPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં પાસ થઈને તમારા સપનાની નોકરી કરી શકો. અહીં GPSC શું છે? દેશ અને ગુજરાતમાં આ સંસ્થાનું શુ મહત્વ છે ?, આ પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે. લાયકાત, અભ્યાસક્રમ, પરીક્ષાની તૈયારી, બુકલિસ્ટ વગેરે જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવેલ છે.
What is GPSC (GPSC શું છે ? )
GPSC Full Form- Gujarat Public Service Commission છે. ભારતનાં બંધારણમાં અનુચ્છેદ-315 મુજબ દરેક રાજ્યમાં એક જાહેર સેવા આયોગ સ્થાપના કરવામાં આવેલ છે. જે ગુજરાતમાં વહીવટી શાસનમાં આવતા ઉચ્ચ હોદ્દા પર યોગ્ય, નિષ્પક્ષ અને સ્વતંત્ર ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે માટે ભારતનાં બંધારણની કલમ-320 માં જીપીએસસી ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. આ અંતર્ગત ભરતીના નિયમો, સરકારી સેવાના નિયમો, શિસ્ત વિષયક દરખાસ્તો, ભરતી અને બઢતીના નિયમો, પેન્શન અને સરકારી કર્મચારીની ફરજો અને કાર્ય વગેરે જેવા મુદ્દાઓ નિહિત કરવામાં આવેલા છે.
gpsc official website (જીપીએસસીની અધિકારિક વેબસાઇટ)
- GPSC ની અધિકારિક વેબસાઇટ – https://gpsc.gujarat.gov.in
- જુની વેબસાઇટ- https://gpsc.gujarat.gov.in/Archieved/default.html
Address of GPSC – આયોગનું સરનામું
- SECTOR 10-A, NEAR CHH-3 CIRCLE,
CHH ROAD,
GANDHINAGAR – 382010
Gujarat. India. - Email :- ps2sec-gpsc-ahd@gujarat.gov.in
- Phone No- +91 79 232 58980, +91 79 232 58979
GPSC Official Website – અધિકારિક વેબસાઇટ
- આ વેબસાઇટ પર ઉપર ડાબી બાજુ GPSC Calendar આપવામાં આવેલ છે. જેમાં વર્ષ દરમિયાન થનાર પરિક્ષાઓનું આયોજન હોય છે.
- ત્યાર પછી ADVERTISEMENTS આપવામાં આવેલ છે. જ્યાં લેટેસ્ટ જાહેરાત વિશે આપવામાં આવે છે.
- EXAM લખેલ ટેગ પરથી કોઇ પણ પોસ્ટ માટેની ભરતી સંદર્ભિત બધી માહીતી હોય છે. જેમ કે, પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનું આન્સર કી, પરિણામ ભરતી કયા સ્ટેજ પર છે જે જાણી શકાય છે.
- INTERVIEW માં કોઇ પણ ભરતીમાં ઇંટરવ્યુ બાબતે તારીખ અને ફાઇનલ પરિણામ જેવી બાબતો આપેલી છે.
- આ સિવાય Result, Download જેવા ઓપ્સન આપવામાં આવેલ છે.
- આ સિવાય જમણી બાજુ કોઇ પણ પરીક્ષા બાબતે જાહેરાત, પરિક્ષાનું શિડ્યુલ, આન્સર કી, સિલેબસ, કોઇ પરીક્ષા આપેલ હોય અને તેની OMR ડાઉનલોડ કરવી હોય તો તેની વિગતો, કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિગતો વગેરે પણ આપવામાં આવેલ છે.
- આ સિવાય GPSC old Website પણ છે. જેનું ઇટરફેસ નીચે મુજબ છે.
- આ પોર્ટલ ખાસ કરીને જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા ઉપયોગી થાય છે.
GPSC માં ભરતી કેવી રીતે કરવામાં આવે છે ?
બે પ્રકારે ભરતી કરવાની જોગવાઇ છે.
સીધી પસંદગી કરવી (જેમા જરૂર પડ્યે ઇન્ટરવ્યુ અને પ્રાથમિક પરિક્ષા પણ લેવામાં આવે છે.)
સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા (જેમાં પ્રાથમિક પરિક્ષા, લેખિત પરિક્ષા અને ઇન્ટરવ્યુ લેવામાં આવે છે.)
Gpsc post list -GPSC દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ કઈ છે ?
Gpsc class 1 post list (વર્ગ-1 અને વર્ગ-2 ની સેવાઓ)
- ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવાઓ વર્ગ-1 અને વર્ગ-2
- વાણિજ્ય વેરા અધિકારી વર્ગ-2
- ગુજરાત ઇજનેરી સેવાસેવા વર્ગ-1 અને વર્ગ-2
- ગુજરાત વિધાનસભા સચિવાલયમાં પ્રતિવેદક (ગુજરાતી), વર્ગ-2
- ગુજરાત વિધાનસભા સચિવાલયમાં પ્રતિવેદક (હિન્દી), વર્ગ-2
- ગુજરાત વિધાનસભા સચિવાલયમાં પ્રતિવેદક (અંગ્રેજી), વર્ગ-2
- ગુજરાતી સ્ટેનોગ્રાફર, વર્ગ-2
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર, વર્ગ-2
- મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2
- રેંજ ફોરેસ્ટ ઓફિસર, વર્ગ-2
- આસિસ્ટંટ પબ્લિક પ્રોસિક્યુટર, વર્ગ-2
- મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2
- હિસાબી અધિકારી, વર્ગ-2
Gpsc class 3 post list (વર્ગ-3 ની સેવાઓ)
- નાયબ સેક્શન ઓફિસર, વર્ગ-3 (Dy. SO)
- નાયબ મામલતદાર, વર્ગ-3 (Dy. Mamlatdar)
- નાયબ સેક્શન અધિકારી (કાયદાકીય) વર્ગ-3
- ભાષા નિયામકની કચેરીમાં ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
- ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ભાષાંતરકાર,વર્ગ-૩
- કાયદા વિભાગ હેઠળના ભાષાંતરકાર, વર્ગ-૩
- માહિતી ખાતાના ભાષાંતરકાર, વર્ગ-૩
- સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩