GPSC EXAM (ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવાઓ વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતી પ્રક્રિયા)
GPSCની ભરતી પ્રક્રિયામાં ઉપર મુજબ મુખ્ય બે રીતો છે. જેમા સીધી પસંદગી અને સ્પર્ધાત્મક પરીક્ષા યોજી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાના ત્રણ મુખ્ય સ્ટેજ છે.
પ્રાથમિક પરિક્ષા (Primary Examination)
પ્રાથમિક પરીક્ષામાં મુખ્ય બે પ્રશ્નપત્રો હેતુલક્ષી હોય છે. જે OMR (Optical mark recognition) પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે. પ્રાથમિક પરીક્ષામાં બે પ્રશ્નપત્ર હોય છે. જે 200 માર્કના હોય છે. જેનો સમયગાળો 3 કલાક હોય છે. પ્રાથમિક પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ જ આપ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઇ થઇ શકશો.
મુખ્ય પરિક્ષા (Main Examination)
પ્રાથમિક પરીક્ષા ક્વોલિફાઇ થયા બાદ જ મુખ્ય પરીક્ષા આપી શકાય છે. આયોગ દ્વારા પ્રાથમિક કસોટીમાં ક્વોલિફાઇ કરેલ ઉમેદવારની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. મુખ્ય પરીક્ષામાં છ પ્રશ્નપત્રો વર્ણાત્મક હોય છે. એટલે કે આ લેખિત પરીક્ષા છે. આ પરીક્ષા માં દરેક પ્રશ્નપત્ર 150 માર્કના હોય છે જેનો સમયગાળો 3 કલાક હોય છે.
ઇન્ટરવ્યુ (Interview-Personality Test)
આ પરીક્ષાનું છેલ્લુ પગથિયું છે. મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ આપ ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાઇ થઈ શકશો. ઇન્ટરવ્યુ કુલ 100 ગુણનું હોય છે. ઇન્ટરવ્યુ બાદ આયોગ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં લાયક ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
જીપીએસસી દ્વારા જ્યારે નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે. ત્યારે gpsc-ojas ઓનલાઇન પોર્ટલ પર જે તે ભરતી માટેના ઓનલાઇન ફોર્મ લાઇવ કરવામાં આવે છે. જ્યાં આપ પોતાના ફોર્મ ભરી શકો, ફી ભરી શકશો, સુધારો કરી શકશો અને પ્રિન્ટ કરી શકશો. આ પોર્ટલ વન ટાઇમ રજિસ્ટ્રેશન માટેની સુવિધા પણ આપે છે. જેથી આપને દર વખતે ફોર્મ ભરવાની જરૂર પડતી નથી. આપ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને ફોર્મ ભરી શકશો.
gpsc syllabus 2023 (જીપીએસસીનો અભ્યાસક્રમ)
અહીં પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવેલ છે.
Prelims Exam Syllabus | પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ
પ્રશ્નપત્ર-1 (સામાન્ય અભ્યાસ-1) ના મુખ્ય વિષયો
- ઇતિહાસ
- સાંસ્કૃતિક વારસો
- ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રિય સંબધો
- સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
પ્રશ્નપત્ર-2 (સામાન્ય અભ્યાસ-2) ના મુખ્ય વિષયો
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- ભુગોળ
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- વર્તમાન પ્રવાહો (પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય)
વર્ગ-1 અને વર્ગ-2 મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ । gpsc mains paper
મિત્રો, આપણે અગાઉ જાણકારી મેળવી તે મુજબ પ્રાથમિક પરીક્ષા પાસ થયા બાદ મુખ્ય પરીક્ષા આપવાની હોય છે. જેનો અભ્યાસ ક્રમ તથા મુખ્ય વિષય નીચે મુજબ છે.
પ્રશ્નપત્ર-1 ગુજરાતી (વર્ણાત્મક)
- નિબંધ
- વિચારવિસ્તાર
- સંક્ષેપીકરણ
- ગદ્ય સમીક્ષા
- ઔપચારિક ભાષણો તૈયાર કરવા
- પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા
- પત્રલેખન
- ચર્ચાપત્ર (વર્તમાન પત્રો માં આવતી પ્રજાલક્ષી સમસ્યાનો વ્યક્તિગત અભિપ્રાય)
- દ્રશ્ય આલેખન
- અહેવાલ લેખન
- સંવાદ કૌશલ્ય
- ભાષાતંર (અંગ્રેજી માંથી ગુજરાતી)
- ગુજરાતી વ્યાકરણ
પ્રશ્નપત્ર-2 અંગ્રેજી (વર્ણાત્મક)
- ESSAY
- LETTER WRITING
- PRESS RELEASE/APPEAL
- REPORT WRITING
- WRITING ON VISUAL INFORMATION
- FORMAL SPEECH
- PRECIS WRITING
- READING COMPREHENSION
- ENGLISH GRAMMAR
- TRANSLATION(Gujarati to English)
પ્રશ્નપત્ર-3 નિબંધ (Essay)
આ પ્રશ્નપત્રો ઉમેદવારના અલગ અલગ ક્ષેત્રોમાં જ્ઞાન અને જાગરૂકતા તપાસવા માટે છે.
જેનો વિષયવસ્તુમાં નીચે મુજબની મુખ્ય બાબતો છે.
- સાંપ્રત ઘટનાઓ
- સામાજિક રાજનૈતિક બાબતો
- સામાજિક આર્થિક બાબતો
- સામાજિક પર્યાવરણની બાબતો
- સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ
- નાગરિક જાગરૂકતા
- ચિંતનાત્મક મુધ્ધાઓ
પ્રશ્નપત્ર-4 (સામાન્ય અભ્યાસ-1)
- ભારતનો ઇતિહાસ
- સાંસ્કૃતિક વારસો
- ભુગોળ
પ્રશ્નપત્ર-5 (સામાન્ય અભ્યાસ-2)
- ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
- લોકપ્રકાશન અને શાસન
- લોકસેવામાં નીતિશાસ્ત્ર
પ્રશ્નપત્ર-6 (સામાન્ય અભ્યાસ-3)
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ