gpsc syllabus pdf (જીપીએસસીનો વિગતવાર અભ્યાસક્રમ પીડીએફ)
[pdf-embedder url=”https://yojana365.com/wp-content/uploads/2023/01/GPSC-Syllabus.pdf” title=”GPSC Syllabus”]
આમ, આપણે જાણ્યું તેમ પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમમાં આવતા વિષયો મોટા ભાગે સરખા માલુમ પડે છે. પ્રાથમિક પરીક્ષા હેતુલક્ષી હોય સ્ટેટિક પ્રશ્ન હોય છે. જ્યારે મુખ્ય પરીક્ષા વર્ણાત્મક હોય અહીં આપના ઊંડાણપુર્વકનાં વાંચનની જરૂર હોય છે. આપ મુખ્ય પરીક્ષામાં આપવામાં આવેલ વિષયોને વર્તમાન પરિપ્રેક્ષ્ય સાથે કેવી રીતે કનેક્ટ કરી શકો છો તે જરૂરી છે. આપણે આગળ આ બાબતે વિગતે ચર્ચા કરીશુ.
gpsc calendar (જીપીએસસી કેલેન્ડર શું છે?)
મિત્રો, જીપીએસસી દ્વારા પણ UPSC (union public service commission) ની જેમ જ વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. વર્ષ દરમિયાન કઈ કઇ પરીક્ષા ક્યારે યોજવામાં આવશે તથા સંભવિત જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવે છે. જેથી પરીક્ષાર્થીઓને તૈયારી કરવા માટે સરળતા રહે છે. તેઓ પોતાનું આયોજન કરી આ પરીક્ષાની તૈયારી કરી શકે છે. આપને જણાવવાનું કે છેલ્લા 2 વર્ષ કોરોના ના બાદ કરતાં જીપીએસસી દ્વારા નિયમિત પરીક્ષા યોજવામાં આવે છે.
Gpsc calender 2023 । જીપીએસસીનું ભરતી કેલેંડર-2023
આપણે અગાઉ જાણ્યુ તેમ જીપીએસસી દ્વારા ભરતી કેલન્ડર બહાર પાડવામાં આવે છે. આ કેલેન્ડર મુજબ સમયાંતરે ભરતી માટેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવે છે. જાહેરાત મુજબ અરજી કરવાની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, લાયકાત, વયમર્યાદા અને ભરતીને લગતી અન્ય કેટલીક બાબતોનું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે.
gpsc online application (ઓનલાઇન એપ્લીકેશન કેવી રીતે કરવું ?
ગુજરાત સરકાર દ્વારા જીપીએસસી માટેની વિવિધ ભરતીઓ માટે અરજી કરવા, અરજીની ફી ભરવા, પરિણામ જાણવા, કન્ફર્મેશન નંબર જાણવા તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અલગ વેબસાઇટ-https://gpsc-ojas.gujarat.gov.in સંચાલિત કરવામાં આવેલ છે. આ વેબસાઇટ વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું.
Gpsc preparation (જીપીએસસી ની તૈયારી કેવી રીતે કરવી?)
મિત્રો, જીપીએસસી નો અભ્યાસક્રમ જાણી લીધા બાદ મનમાં પ્રશ્ન થાય કે તૈયારી કેવી રીતે કરવી ? શું વાંચવું, કેવી રીતે વાંચવુ? વગેરે….
જીપીએસસી દ્વારા પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ખુબજ વિગતવાર આપવામાં આવેલ છે. આ અભ્યાસક્રમ મુજબ જ તૈયારી કરવાની હોય છે. તૈયારી કરતા સ્પર્ધકો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એમ અલગ અલગ પ્રવાહો માંથી આવતા હોય છે. તેથી એવું કહી શકાય કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં નિપુણતા હોય તો વિજ્ઞાન ટેકનોલોજીમાં ન પણ હોય અને એજ પ્રમાણે વિજ્ઞાન પ્રવાહ માંથી આવતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી માં રસ હોય તો ગુજરાતી તેમના માટે એક નવોજ વિષય બની જાય છે. તેથી દરેક ઉમેદવાર માટે આ પરીક્ષા સમાન બની જાય છે. અહીં પરીક્ષાની તૈયારી માટે કેટલાક સુચનો છે જેને આપ અનુસરી શકો છો.
- સૌપ્રથમ આપ અભ્યાસક્રમ ડાઉનલોડ કરી એને કંઠસ્થ કરી લો. પ્રિન્ટ કાઢીને આપના ટેબલ પર રાખો કે સ્ટડી રૂમની દિવાલ પર ચોંટાડી દો જેથી કોઇ પણ મુદ્દા વિશે તરત જાણી શકો.
- ત્યારબાદ અભ્યાસક્રમ મુજબ આપ બુક લિસ્ટ તૈયાર કરો અને લિસ્ટ મુજબ બુક્સ મેળવી લો.
- જુના પ્રશ્નપત્રોનું એનાલિસિસ કરો. કયા પ્રશ્નો કેવી રીતે પુછવામાં આવે છે? કઈ બુકમાંથી પુછવામાં આવે છે? કેટલા ઊંડાણપુર્વક પુછવામાં આવેલ છે? જેવા અનેક સવાલોના જવાબો ક્લિયર થઈ જશે.
- બુક હંમેશા સ્ટાન્ડર્ડ હોવી જરૂરી છે. જેમ કે, GCERT, NCERT વગેરે…
- આ પરીક્ષા માટે રોજ એક ન્યુસપેપર વાંચવુ. અંગ્રેજી ન્યુસપેપરમાં આવતા એડિટોરિયલ વાંચવા. જો આપને અંગ્રેજીમાં વાંચવાની તકલીફ હોય તો આપ Youtube માં આ એડિટોરિયલનું હિન્દીમાં વિસ્તરિત સમજુતી પણ જોઇને નોટ્સ બનાવી શકો છો.
- મિત્રો આ પરીક્ષા માટે નિયમિતતા અને શિસ્ત ખુબજ જરૂરી છે. નિયમિત વાંચન અને સ્વમુલ્યાંકન પણ ખુબજ જરૂરી છે.
- આપ રોજ પોતાની શકિત મુજબ નક્કી કરેલા ટારગેટને પુરા કરો.
- વાંચનની સાથે નોટ્સ પણ બનાવો જેથી પરીક્ષા પહેલા પુનરાવર્તન કરવામાં સરળતા રહેશે.
- આપ સૌપ્રથમ બેસિક બુકથી શરૂઆત કરો જેથી આપનું બેઝિક તૈયાર થઈ જાય ત્યાર પછી સ્ટાન્ડર્ડ બુક વાંચો.
- બેઝિક બુક્સ માં આપ GCERT અથવા NCERT ની ધોરણ 8 થી 12 ની ટેક્સ્ટ બુક્સ વાંચી શકો છો.
- આ પુસ્તકોમાથી ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન, ભુગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, અર્થશાસ્ત્ર અને રાજ્યવ્યવસ્થા જેવા વિષયો વાંચવા. ત્યારબાદ સંદર્ભ પુસ્તકોને વાંચવા. અહીં ધ્યાન રહે કે અભ્યાસક્રમ મુજબ જ આપણે વાંચન કરવાનું છે.
- આ પુસ્તકોને 3 થી 4 વખત વાંચવા જેથી કોઇ પણ કોન્સેપ્ટને સારી રીતે સમજી જશો.
- સાથે સ્વમુલ્યાંકન માટે કોઇ સારા કોચિંગ સેંટરની ટેસ્ટ સિરિઝ પણ આપવી જેથી આપને ખ્યાલ આવશે કે આપ કયા વિષયમાં નબળા છો.
gpsc book list (જીપીએસસી માટે પુસ્તકોની યાદી)
મિત્રો, માર્કેટમાં આજે ઘણા બધા પ્રકાશનના પુસ્તકો ઉપલબ્ધ થયા છે. આ પુસ્તકોમાંથી કયા પુસ્તકો વાંચવા એ કેટલાક ઉમેદવારો માટે મુંઝવણનો વિષય બની જાય છે. મિત્રો યુધ્ધ તો લડવુ છે પરંતુ હથિયાર મજબુત અને ધારધાર ન હોય તો આપ યુધ્ધમાં જીતી શકશો નહી, એજ રીતે આપ જે યુધ્ધમાં ઉતરવા માંગો છો એ યુધ્ધ પણ યોગ્ય હથિયાર વગર શક્ય નથી.
મિત્રો આપણે અગાઉ જાણ્યું તેમ જેઓનો બેઝ નબળો છે તેઓએ બેઝિક લેવલ થી શરૂ કરવું જોઇએ. એ માટે તેઓએ પાઠ્યપુસ્તકથી શરૂઆત કરવી. હા મિત્રો આપે સાચુ સાંભળ્યુ આ કોઇ મજાક નથી. આ માટે આપ GCERT (Gujarat Council of Educational Research and Training, Gandhinagar) અને જો આપ હિન્દી કે અંગ્રેજીમાં સમજી શકતા હોય તો આપના માટે NCERT (Gujarat Council of Educational Research and Training) ના પુસ્તકોને વાંચી શકો છો. મિત્રો આ પુસ્તકો ઓથેંટિક પુસ્તકો કહેવાય છે. અને આ પુસ્તકો જીપીએસસીના મોટાભાગનો સિલેબલ સમાવી લે છે. જેથી આ પુસ્તકો ખુબજ ધ્યાનપુર્વક વાંચવા. ત્યારબાદ સંદર્ભ પુસ્તકો તરફ જવું.
અહીં કેટલાક પુસ્તકોની યાદી આપવામાં આવેલ છે. જે આપ વસાવી શકો છો.
પુસ્તકનું નામ | પ્રકાશક |
ભારતનો ઇતિહાસ-પ્રાચીન અને મધ્યકાલીન | યુવા ઉપનિષદ |
આધુનિક ભારતનો ઇતિહાસ | યુવા ઉપનિષદ |
ગુજરાતનો ઇતિહાસ | યુવા ઉપનિષદ |
વિજ્ઞાન અને ટેકનોલોજી | યુવા ઉપનિષદ |
વિજ્ઞાન અને ટેકનોલોજી | લિબર્ટી |
ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા | યુવા ઉપનિષદ |
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો | લિબર્ટી |
ગુજરાતની ભુગોળ | લિબર્ટી |
ભારતીય અર્થતંત્ર | યુવા ઉપનિષદ |
ભૈતિક અને વિશ્વની ભુગોળ | યુવા ઉપનિષદ |
A brief history of Modern India (English) | Spectrum |
Ancient and Medieval india (English) | Mc Graw Hill |
Indian Art and Culture (English) | Mc Graw Hill |
Geography of India(English) | Mc Graw Hill |
Indian Economy | Mc Graw Hill |
Indian Polity | Mc Graw Hill |
Science and Technology | Mc Graw Hill |
Indian Economy | Mc Graw Hill |
Latest Fact for GPSC (જીપીએસસી માટેનું લેટેસ્ટ ફેક્ટ)
મિત્રો, આજે વર્તમાન પ્રવાહો માટે પણ ખુબજ સાહિત્ય ઉપલબ્ધ થયેલ છે. અનેક ક્લાસીસ તેમનું મંથલી મેગેઝિન બહાર પાડે છે. જેમ કે, યુવા ઉપનિષદ, લિબર્ટી, જીપીએસસી ઓનલાઇન વગેરે. આ સિવાય અંગ્રેજી અને હિંદી માધ્યમમાં તૈયારી કરવા વાળા ઉમેદવારો માટે પણ ખુબજ સાહિત્ય ઉપલબ્ધ થયેલ છે. જેમા Vision IAS, Study iq, Drishti IAS, વગેરે. આમાથી કોઇ પણ એક આપ પસંદ કરીને વાંચી શકો છો. યાદ રહે કે દરેક સાહિત્યને વસાવાની જરૂર નથી. અહીં આપની સરળતા માટે કેટલાક પ્રકાશનોની મેગેઝિન આપવામાં આવેલ છે.
GPSCની તૈયારી માટે કોચિંગ જરૂરી છે?
જીપીએસસીની તૈયારી માટે કોચિંગ જરૂરી નથી. જો આપને આ વિશે પુરતી માહિતી છે તો આપ ઘરેથી તૈયારી કરી શકો છે. પરંતુ આપને જીપીએસસી વિશે માહિતી નથી અને આપને માર્ગદર્શનની જરૂર છે તો આપ જરૂર સારા કોચિંગ ક્લાસમાં જોડાઇ શકો છો. કોચિંગમાં આપને જીપીએસસીના અભ્યાસ બાબતે પુરતુ નોલેજ આપવામાં આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરાવશે. જેથી આપનો કોઇ ટોપિક છુટી ન જાય. કોચિંગમાં આપ નિયમિત અભ્યાસક્રમને કવર કરી શકશો. નિયમિત ટેસ્ટ આપી શકશો, સાથે આપને જરૂરી વાતાવરણ મળી રહેશે. જો આપ કોચિંગ કરવા માંગો છો તો Vision IAS, Study iq, Drishti IAS વગેરેમાંથી કોઇ એક કોચંગનું સબ્સક્રિપ્શન લઈને તૈયારી શરૂ કરી શકો છો. હવે લગભગ દરેક કોચંગ ક્લાસ ઓનલાઇન લાઇવ સ્ટ્રીમની સુવિધા પુરી પાડે છે. જો આપની પાસે સમય છે. તો લાઇવમાં સમયસર જોડાઇને તૈયારી કરી શકો છો અન્યથા જોબ કરનાર કરનાર ઓફલાઇન બેચમાં એનરોલ કરીને તૈયારી કરી શકો છો.
GPSCની Online તૈયારી કેવી રીતે કરવી.
જો આપમાં નિયમિતતા ને શિસ્ત છે. તો આપ ઘર બેઠાં તૈયારી કરી શકો છે. મિત્રો આજ નો યુગ માહિતી નો યુગ છે. ઇંટરનેટ માધ્યમથી અનેક એવા ઓનલાઇન પ્લેટફોર્મ છે. જેના થકી આપ ઘર બેઠા તૈયારી કરી શકશો. અહી કેટલાક રિસોર્સ છે.
આ સિવાય અનેક કોચિંગના મોબાઇલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવેલ છે. જેમ કે,
- Liberty Career Academy
- Websankul
- World in box
મિત્રો, YouTube પણ આજની તારીખમાં માહિતીનો ભંડાર સમાન છે. જો આપને Youtube સર્ચ કરતાં ફાવે છે. તો અહીં દરેક વિષયના વિડિયોઝ ફોર્મેટમાં પુષ્કળ પ્રમાણમાં મટીરિયલ ઉપલબ્ધ છે.અહીં કેટલાક ચેનલને હુ સજેસ્ટ કરીશ.
મિત્રો, તો આ હતી કેટલીક જીપીએસસી વિશેની બાબતો જે આપે ધ્યાન રાખવાની રહેશે. આમ તો દરેક માણસની રણનિતી અલગ હોવી જોઇએ કેમ આપણેજ આપણી નબળાઇ જાણતાં હોઇએ છીએ તેથી આપણે પોતે જ પોતાની રણનીતી બનાવીને મહેનત કરવાની રહેશે. આ પરીક્ષામાં ધીરજ રાખીને મહેનત કરશો તો જરૂર સફળ થશો. સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. અંતે સ્વામી વિવેકાનંદના વાક્યથી આ આર્ટિકલ પુરો કરીશુ.. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
FAQS:
-
1. હાલમાં જીપીએસસીના નવા ચેરમેન કોણ છે ?
હાલ શ્રી નલીન ઉપાધ્યાય જીપીએસસીના નવા ચેરમેન છે. જેઓ રિટાયર્ડ આઇએએસ છે.
-
2. GPSC નું ફુલ ફોર્મ શું છે ?
જીપીએસસી નું ફુલ ફોર્મ ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન છે.
-
3. GPSC માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ કઈ છે?
-
4. GPSC માટે શૈક્ષણિક લાયકાત શું હોય છે ?
કોઇ પણ શાખાનો ગ્રેજ્યુએટ કે જેણે કોલેજમાં 3 વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ અરજી કરી શકશે.
-
5. GPSC માટેની પરીક્ષા પધ્ધતિ શું છે ?
જીપીએસસી ની પરીક્ષા મુખ્ય 3 સ્ટેજ માં યોજવામાં આવે છે. પ્રાથમિક, મુખ્ય અને રૂબરૂ મુલાકાત. કેટલીક પોસ્ટ માટે રૂબરૂ મુલાકાત યોજવામાં આવતી નથી. વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લેશો.