આપણે વર્તમાનમાં સમાચાર અને ન્યુઝ પેપરમાં વાંચ્યુ હશે કે જંત્રીના ભાવ વધી ગયા. હાલ જંત્રીના ભાવને સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ આ જંત્રી શુ છે તે અંગે ઘણા મિત્રોને માહિતી ન હોય તો આ આર્ટિકલ આપના માટે છે. જંત્રી વિશે કેટલાક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જેમ કે, જંત્રી એટલે શુ ?, જંત્રી વધવાથી કોને ફાયદો અને નુકશાન થશે ? જંત્રી ચકાસવાની રીત કઈ છે ?
What is Jantri Rate ? | જંત્રી દર શુ હોય છે ?
મિલ્કતોના વેચાણ પર જે દસ્તાવેજો બને છે. જેના વેચાણ પર સરકાર દ્વારા એકમ દર નક્કી કરેલ છે. જેને જંત્રી કહેવામાં આવેલ છે.
- દા.ત. સુરતમાં કોઇ એક વિસ્તારમાં 100 ચો.મી. ની મિલ્કત વેચાઇ છે જેમા ચો.મી. મુજબ 10 રૂ. જંત્રી છે તો આ મિલ્કત નો જંત્રી 1000 થાય છે. અને આ જમીન વેચાય છે તો વેચનાર ઓછામાં ઓછો 1000 રૂપિયા જંત્રી ચુકવશે. (નોંધ. જંત્રી ચો.મી. માં વસુલ કરવામાં આવે છે.)
- જંત્રી વિસ્તાર મુજબ અને જમીન મુજબ અલગ અલગ હોય શકે છે. જેથી કિંમતમાં પણ અલગ અલગ હોય શકે છે. એટલે કે આ કિંમત સ્થાવર મિલ્કતની માંગના આધારે નક્કી થાય છે.
- જંત્રી રહેણાક મિલ્કત અને કોમર્શિયલ મિલ્કત માટે અલગ અલગ હોય શકે છે.
જંત્રીના ભાવ વધાવાથી શુ ફરક પડશે ?
- સરકાર દ્વારા છેલ્લે 2011 માં જંત્રીનો ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી જંત્રીના ભાવ યથાવત હતા. સરકારનો પક્ષ એવો છે કે બધી વસ્તુઓના ભાવ વધ્યા છે. તેથી જંત્રીનો ભાવ પણ વધવા જોઇએ.
- બીજો એક મુદ્દ્દો એ પણ હતો કે મિલ્કતના વેચાણ પર મોટા પાયે ગેરરીતી થઇ રહી જેથી સરકારી તિજોરીને નુકશાન થાય છે.
- (દા.ત. 10 લાખની મિલ્કત માં દસ્તાવેજ 5 લાખ નો બનાવવામાં આવતો તેથી જમીન ખરીદનાર અને વેચનાર બંને ને ફાયદો થતો જ્યારે મિલ્કતની કિંમત 10 લાખ મુજબની જંત્રી સરકારી તિજોરીમાં આવતી ન હતી. તેથી દેખીતી રીતે જંત્રી વધવાથી સરકારને ફાયદો થઇ શકશે.
- જંત્રીનો ભાવ વધવાથી દરેક વસ્તુ જેવીકે સ્ટ્મ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફી, જીએસટી વગેરે માં વધારો થશે. અને સરકારને સીધો ફાયદો થશે.
- જંત્રી વધતા કેટલાક બિલ્ડરોની મુશ્કેલી વધી શકે છે. જંત્રી બમણી થતા બિલ્ડરના ખાતામાં વ્હાઇટ મની વધારે જશે. જેથી ઇન્કમ ટેક્ષમાં પણ વધારો થશે. જેથે બિલ્ડરોને નુકશાન થઈ શકે છે. જ્યારે સામે પક્ષે ભ્રષ્ટાચાર ઓછો થશે અને સરકારી તિજોરી માં વધારે નાણા જશે.
- જંત્રી વધવાથી ઘણા વિસ્તારોની મિલ્કત મોંધી થઈ જશે જ્યારે ઘણા વિસ્તારોની મિલ્કતો સસ્તી થઇ જશે.
- જ્યારે સામાન્ય માણસ મિલ્કત વેચશે તો ફાયદો થશે જ્યારે ખરીદશે તો નુકશાન થશે એવુ કહી શકાય.
જંત્રી ક્યાંથી જાણી શકાય છે ?
જંત્રીના ભાવ નીચે મુજબની વેબસાઇટ પરથી જાણી શકાય છે.
- garvi.gujarat.gov.in
- revenuedepartment.gujarat.gov.in
- ઇ-ધરા કેન્દ્ર
Garvi.gujarat.gov.in પરથી જંત્રી જોવાની રીત.
- સૌપ્રથમ Google માં garvi Gujarat લખી ને સર્ચ કરો.
- પ્રથમ વેબસાઇટ gujarat.gov.in આવશે જ્યા ક્લિક કરો.
- જ્યાં ઉપર મેનુબાર માજ Jantri Rate લખેલ છે. ત્યાં ક્લિક કરો.
- ક્લિક કરતાં નવુ પેજ ઓપન થશે.
- જ્યાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર, સર્વે નંબર દાખલ કરીને જંત્રી ચેક કરવાની રહેશે.
જ્યારે Revenuedepartment.gujarat.gov.in પરથી પણ આપ જંત્રી તપાસી શકશો.
- ગુગલ માં Revenuedepartment.gujarat.gov.in સર્ચ કરો.
- નીચે મુજબની વેબસાઇટ ઓપન થશે.
જ્યાં home page પર જમણી બાજુ જંત્રી નું ઓપ્શન જોશો. ત્યાં ક્લિક કરતા. નીચે મુજબનું પેજ ઓપન થશે. જ્યાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર, સર્વે નંબર દાખલ કરીને જંત્રી ચેક કરવાની રહેશે
આમ ઉપરોક્ત તમામ વિગતો દાખલ કર્યા બાદ SHOW JANTRY પર ક્લિક કરશો એટલે નવુ પેજ ઓપન થશે. જેમા જંત્રીની વિગતો હશે.
આશા રાખુ છું આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આભાર.