Call Letter
Answer key
Syllabus
Admission
વર્તમાનમાં કઈ કઈ સરકારી નોકરી છે ? | LATEST GOVERNMENT JOBS
જો આપ ગુજરાતમાં રહો છો અને ગુજરાતમાં વર્તમાન માં કઈ કઈ સરકારી નોકરીના ફોર્મ ભરાઇ છે તે જાણવુ હોય તો તમારા માટે અપ ટુ ડેટ રહેવુ જરૂરી બની જાય છે. તમારી પાસે એવા સોર્સ હોવા જોઇએ કે જ્યાથી તમે લેટેસ્ટ માહિતી જાણી શકશો. અહીં કેટલાક સોર્સ આપવામાં આવેલ છે.
- ઓફિસિયલ વેબસાઇટ: ગુજરાત તથા ભારત સરકારની વિવિધ ઓફિસિયલ વેબસાઇટ પર રોજની અપડેટ આપવામાં આવે છે. જેવી કે નોટિફિકેશન, ભરતી અને અરજીઓ ફોર્મ જાહેર કરવામાં આવતા હોય છે.
રોજગાર સમાચાર:
ગુજરાતમાં ગુજરાત રોજગાર સમાચાર સમયાંતર પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેમાં સરકારી વિભાગો તથા સરકારી કંપનીઓ અને એજંસીઓની ભરતી બાબતે વિગતવાર માહિતી આપવામાં આવતી હોય છે.
- ઓનલાઇન જોબ પોર્ટલ:
ગુગલ પર ઓનલાઇન જોબ પોર્ટલ શોધો. અહી લેટેસ્ટ સરકારી નોકરી વિશે દરેક માહિતી એક જગ્યાએ આપ મેળવી શકો છો. જેમ કે, www.yojana365.com વગેરે.
- ગવર્નમેંટ એમ્પોલોયી એક્સચેંજ:
ગુજરાતમાં દરેક તાલુકા કક્ષાએ ગવર્નમેંટ એમ્પોલોયી એક્સચેંજ ની કચેરીઓ આવેલી છે. જ્યા આપ તમારા એજ્યુકેશન લાયકાતની નોંધ કરાવી શકો છે. આ કચેરીઓ તમારે લાયક કોઇ વેકેન્સી બહાર પડે તો આપને જાણ કરે છે.
સોસિયલ મિડીયા:
હાલ સોસિયલ મિડિયામાં સૌથી ઝડપથી માહિતીનો પ્રસાર થાય છે. જેથી આપ સરકારી નોકરી બાબતના સારા સારા ગ્રુપને ફોલો અથવા જોઇન કરી શકો જ્યા તમને લેટેસ્ટ માહિતી મળી શકે છે.
સરકારી નોકરી માટે ની લાયકાત શુ હોય છે ? | ELIGIBLE CRIETERIA
જો આપ સરકારી નોકરીની તૈયારી કરો છો અને આપને સરકારી નોકરી માં દાખલ થવા માટેના eligibility criteria વિશે જ્ઞાન ન હોય તો આપની તૈયારી ગણી શકાય. સરકારી નોકરીમાં આવતા પહેલા કેટલીક મહત્વની લાયકાત હોવી અનિવાર્ય હોય છે.
- શૈક્ષણિક લાયકાત.:
સરકારી નોકરીમાં આપની શૈક્ષણિક લાયકાત અનુસાર નોકરી મળતી હોય છે. જેમ કે, ધોરણ-10 પછીની નોકરીઓ, ધોરણ-12 પછીની નોકરીઓ, સ્નાતક પછીની નોકરીઓ, અનુસ્નાતક પછીની નોકરીઓ, કે પછી આપ કોઇ વ્યવસાયલક્ષી કોર્સ કર્યો હોય તો તે બાબતની નોકરીઓ હોય છે.
- વય મર્યાદા:
સરકારી નોકરી માટે વય મર્યાદા માં ઓછામાં ઓછી અને વધારે માં વધારે ઉંમર ધ્યાન માં રાખવામાં આવતી હોય છે. જાતિની અને લિંગના આધારે સરકાર દ્વરા વય મર્યાદા નક્કી કરેલ છે. એ માટે જાહેર કરવામાં આવેલ ભરતીના જાહેરનામા નો અભ્યાસ કરવાથી જાણી શકાશે.
અનુભવ:
સરકારી નોકરીમાં કેટલીક નોકરીઓમાં અનુભવ પણ મહત્વનો ભાગ ભજવે છે. એ માટે જાહેર કરવામાં આવેલ ભરતીના જાહેરનામા નો અભ્યાસ કરવાથી જાણી શકાશે.
- ભાષાની જાણકારી:
સરકારી નોકરીઓમાં ભાષાની જાણકારી હોવી જરૂરી છે. જેમકે,. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીની જાણકારી હોવી જરૂરી છે.
શારિરિક યોગ્યતા:
કેટલીક સરકારી નોકરી માટે શારિરીક યોગ્યતા હોવી ફરજિયાત હોય છે. જેમકે, પોલીસ, મિલિટ્રિ ફોર્સ વગેરે, જેથી તમારે અરજી કરતાં પહેલા આ માટેની લાયકાય ચકાસી લેવી.
અનામત:
સરકારી નોકરીમાં અનામતની વ્યસ્થા હોય છે. જેથી આપની કેટેગરી જેવી કે, એસસી, એસટી, ઓબીસી, ઓપન વગેરે ધ્યાનમાં રાખીને અરજી કરવાની હોય છે.
સરકારી નોકરી માટેની તૈયારી કેવી રીતે કરવામાં આવે છે ? | GOVERNMENT JOB PREPARATION
સરકારી નોકરી વિશેની દરેક વિગતોની જાણકારી હોય છતા જો પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી એ વિશે જાણતા નથી તો આપ પરીક્ષામાં નિષ્ફળ થઈ શકો છો અહી કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે.
અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્નને સમજવુ:
કોઇ પણ પરીક્ષા પાસ કરવી હોયુ તો અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્નને સમજવુ અનિવાર્ય બની જાય છે. અભ્યાસક્રમ એ તમારા માટે બ્લુપ્રિંટ સમાન છે. જે તમને વ્યર્થ તૈયારી કરતા રોકશે.
ટાઇમ મેનેજમેંટ :
પરીક્ષાઓની તૈયારી માટે સમયનુ અનુશાશન ખુબજ જરૂરી છે. દરેક વિષયને ન્યાય મળી રહે તે માટે કયા વિષયને કેટલી પ્રથમિકતા આપવુ તે જરૂરી છે.
સેલ્ફ સ્ટડી અથવા ગ્રુપ સ્ટડી:
પરીક્ષાની તૈયારી દરમિયાન આપ સેલ્ફ સ્ટડી કરીને નબળા મુદ્દાઓની તૈયારી કરો જ્યારે ગ્રુપ સ્ટડીથી મુદ્દઓને વિસ્તાર અને ઉડાણપુર્વક સમજી શકશો.
- જુના પ્રશ્નપત્રનું એનાલિસિસ: આપ કોઇ પણ પરીક્ષાની તૈયારી કરો છો તો તે પરીક્ષાના જુના પ્રશ્નપત્રનો અભ્યાસ કરો. જેથી તમને આઇડિયા આવશે કે કયા મુદ્દાઓનું વાંચન કરવુ.
સંદર્ભ બુક અને સ્ટડી મટિરિયલની પસંદગી:
સાચા પુસ્તકો અને સ્ટડિ મટિયલની પસંદગી ખુબજ જરૂરી છે. અભ્યાસક્રમ અનુસાર પુસ્તક અને વર્તમાન પ્રવાહ માટેના વિશ્વાસપાત્ર મેગેઝિનની પસંદગી કરી ખુબ જરૂરી બાબત છે.
નિયમિત પુનરાવર્તન: આપ જે કાંઇ પણ વાંચન કરો છો તેનું સમયાંતરે પુનરાવર્તન કરવું. જેથી પરીક્ષા ખંડમાં આત્મવિશ્વાસ પુર્વક તેને રિકોલ કરી શકાય.
મોકટેસ્ટ અને પ્રિક્ટિસ પેપર: નિયમિત મોકટેસ્ટ અને પ્રિક્ટિસ પેપર સોલ્વ કરો જેથી આપને પરીક્ષાનું વાતાવરણ મળી રહેશે. જેથી પરીક્ષાના સમયે તમને મનમાં કોઇ પણ પ્રકારનો ડર રહેશે નહી.
- સ્વાથ્યનું સંભાળ:
આપનું સ્વાસ્થ્ય સારુ હોવુ ખુબજ જરૂરી જેથી આપ પુરતી ઉંધ લઇને પરીક્ષાની તૈયારી કરો.
- સ્ટ્રેસ મેનેજમેંટ:
સ્ટ્રેસ મેનેજમેંટ પરીક્ષાની તૈયારી દરમિયાન ખુબજ જરૂરી છે. કેમ કે, આ માટે આપ મેડિટેશન, યોગા જેવી પ્રવૃતિ કરી શકો છો.
- યોગ્ય કોચિંગની પસંદગી: જો આપને લાગે છે કે તમને ગાઇડની જરૂરે છે તો આપ સારા કોચિંગને જોઇન કરી શકો છો. હાલમાં ઘણા ઓફલાઇન અને ઓનલાઇન ક્લાસ ઉપલબ્ધ છે.
સરકારી નોકરી માટે અનામતની શુ વ્યવસ્થા હોય છે ? | RESERVATIONS IN GOVERNMENT JOBS
ગુજરાતમાં સરકારી નોકરીઓમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અનામતનો હેતુ સમાજમાં સમાનતા લાવવાનો છે. હાલમાં કેટેગરી પ્રમાણે અનામતની વ્યવસ્થા અહીંં આપવામાં આવેલ છે.
- અનુસુચિત જાતિ । SCHEDULED CAST: ગુજરાતમાં અનુસુચિત જાતિઓ માટે ખાસ અનામતની વ્યવસ્થા કરવામાં હાલ ગુજરાતમાં સરકારી નોકરીઓમાં અનુસુચિત જાતિઓને 7 % અનામત આપવામાં આવે છે.
- અનુસુચિત જનજાતિ । SCHEDULED TRIBAL: સરકારી નોકરીઓમાં અનુસુચિત જનજાતિઓ માટે પણ અનામતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમા હાલ 14 % અનામતની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- અન્ય પછાત વર્ગો । OTHER BACKWARD CLASS: અન્ય પછાત વર્ગો માટે હાલ સરકારી નોકરીઓમાં 27% જેટલુ અનામત રહેલ છે.
- આર્થિક રીતે નબળા વર્ગ । ECONOMICAL WEAKER CLASS: સમાજના ઓપન કેટેગરીના લોકો કે જેઓ આર્થિક રીતે નબળા છે તેઓને સરકારી નોકરીમાં સમાનતા મળે તે માટે હાલ 10% અનામતની વ્યવસ્થા કરેલ છે.
- મહિલા ઉમેદવાર । WOMAN CANDIDATE: ગુજરાતમાં મહિલા ઉમેદવારોને સકારી નોકરીમાં અલગથી 33% અનામત આપવામાં આવે છ.
- દિવ્યાંગ અનામત: દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાતમાં 4% અનામતની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- એક્સ-સર્વિસમેન: એક્સ સર્વિસમેન માટે હાલમાં ગુજરાત સરકારમાં 10% અનામત રહેલ છે.
સરકારી નોકરી માટેની પસંદગીની પ્રક્રિયા શુ હોય છે? | SELECTION PROCESS FOR GOVERNMENT JOB
સરકારી નોકરીમાં પસંદગીની પ્રોસેસ અલગ અલગ હોય છે. વર્ગ-1 થી વર્ગ-3 તથા વિવિધ ટેકનિકલ જગ્યાઓ માટે અલગ પ્રોસેસ કરવામાં આવે છે. અહિં કેટલીક સામાન્ય બાબતો આપવામાં આવેલ છે.
- લેખિત પરીક્ષા । WRITTEN EXAMINATION: લગભગ દરેક નોકરીની પરીક્ષા લેખિત હોય છે. જે ઓબ્જેક્ટિવ કે સબ્જેક્ટિવ હોય શકે છે. એ માટે અભ્યાસક્રમ અનુસાર જ્ઞાન હોવુ જરૂરી છે.
- મુખ્ય પરીક્ષા । MAIN EXAMINATION: જો લેખિત પરીક્ષા બે સ્ટેજમાં હોય તો બીજુ સ્ટેજ મુખ્ય પરીક્ષાનું હોય છે. જો આપ પ્રથમ સ્ટેજ પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે એલીજીબલ થાઉ તો આ પરીક્ષા આપી શક્સો. મુખ્યત્વે આ પરીક્ષા વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યાઓ માટે લેવામાં આવે છે. હવે નવી પેટર્ન મુજબ વર્ગ-3ની ઘણી જગ્યાઓ માટે આ પરીક્ષા યોજવામાં આવે છે.
- ઇન્ટરવ્યુ । INTERVIEW: સામાન્ય રીતે વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. જે આ સંવર્ગ માટે અંતિમ સ્ટેજ છે.
- સ્કિલ ટેસ્ટ/કોમ્પ્યુટર ટેસ્ટ । TYPING TEST : આ ટેસ્ટ સામાન્ય રીતે વર્ગ-3 અને મુખ્યત્વે ક્લાર્ક સંવર્ગમાં યોજવામાં આવે છે. જેમા ગુજરાતી અને અંગ્રેજી ટાઇપિંગ, માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવરપોઇંટ ની ટેસ્ટ હોય છે.
- શારિરીક યોગ્યતા કસોટી । PHYSICAL EFFICIANCY TEST: આ પ્રકારની ટેસ્ટ સામાન્ય રીતે પોલીસ કેડરની ભરતીમાં રહે છે. જેમા વજન, ઊંચાઇ જેવા પેરામિટર હોય છે.
- દસ્તાવેજોની ચકાસણી । DOCUMENTS VERIFICATION: આપ ઉપરોક્ત પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવો છો તો તમારા ડોક્યુમેંટની ચકાસણી થાય છે. જેમા તમે દર્શાવેલા ઓરિજીનલ ડોક્યુમેંટની ચકાસણી કરવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત, જાતિ અને ઓળખના પુરાવા ચકાસવામાં આવે છે. જે સાચા હોવા જરૂરી છે. એમા વિસંગતા હોઇ તો આપ નોકરી મેળવી શકશો નહી.
- મિડિકલ ચેકઅપ । MEDICA EXAMINATION: ઉપરોક્ત તમામ સ્ટેજમાં પાસ થયા બાદ અંતે આપનું મેડિકલ ચેકઅપ થાય છે. જેમાં પણ પાસ થવુ જરૂરી છે. જે જિલ્લાના રેસિડંટ ડોક્ટર દ્વારા કરવામાં આવે છે.
- અંતિમ મેરિટ લિસ્ટ । FINAL MERIT LIST: અંતે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. અને પોસ્ટની એલોકેશન થાય છે.