મિત્રો ઘણા વિદ્યાર્થીઓનો સપનું હોય છે કે તેઓ સરકાર સાથે કામ કરે. તેમની મનપસંદ સરકારી નોકરી કરે, પોતાનો અને પોતાના પરિવારનું નામ રોશન કરે અને એ માટે તેઓ સરકારી નોકરીઓની પરીક્ષાની રાતદિવસ તૈયારી કરતા હોય છે. પરંતુ ઘણા મિત્રો માહિતીના અભાવે સરકારી નોકરીથી વંચિત રહી જાય છે. ગુજરાતનો કોઈપણ વિદ્યાર્થી માહિતીના અભાવે નોકરીથી વંચિત ન રહે તે માટે તેઓ ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી કરતી મુખ્ય સંસ્થાઓ કઈ કઈ છે એ વિશે માહિતગાર હોય એ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે સરકાર ના વિવિધ ખાતાઓમાં મુખ્ય ચાર પ્રકાર ના વર્ગો હોય છે જેમ કે વર્ગ-1 વર્ગ-2 વર્ગ-3 અને વર્ગ-4. આ દરેક વર્ગમાં ભરતીઓ અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાઓ કઈ છે? તેમનું કાર્ય શું છે? માળખું શું છે ? જેવા સવાલોના જવાબ આપણે શોધીશું. ગુજરાતમાં સરકારી ભરતીઓ કરતી સંસ્થાઓ નીચે મુજબ છે.
Table of Contents
GPSC (Gujarat Public Service Commission – ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)
GPSC એ ગુજરાતમાં વર્ગ-1 અને 2 ની ભરતી કરતી મુખ્ય સંસ્થા છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2 ની ભરતી જીપીએસસી દ્વારા કરવામાં આવે છે જેને આપણે ગેઝેટેડ અધિકારી કહીએ છીએ જેવા કે નાયબ કલેકટર નાયબ પોલીસ અધિક્ષક મામલતદાર શિક્ષણ ઓફિસર મુખ્ય નગરપાલિકા અધિકારી તેમજ વિવિધ ખાતા ના તાલુકા કે જિલ્લા સ્થળના વડાઓની ભરતીઓ જીપીએસસી કરે છે. જીપીએસસી વર્ગ ત્રણ ની ભરતીઓ પણ કરે છે જેને આપણે સુપર ક્લાસ-3 કહીએ છીએ. જેમાં
- નાયબ મામલતદાર અને નાયબ શિક્ષણ ઓફિસર
- મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષક વર્ગ-3
- અધિક મદદનીશ ઇજનેર વર્ગ-3
- ભાષાંતર સંશોધન મદદનીશ વર્ગ-3
વગેરે ભરતીઓ પણ જીપીએસસી દ્વારા કરવામાં આવે છે. જીપીએસસી દ્વારા ઓનલાઇન ફોર્મ OJAS સોફ્ટવેર દ્વારા ભરવામાં આવે છે. જીપીએસસી ની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે.
Read More: GPSC- Syllabus, Book list, Strategy etc
Read More: GPSC Officaial Website
Read More: GPSC-Ojas Officaial Website
GSSSB (GUJARAT SUBORDINATE SERVICES SELECTION BOARD)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ એ ગુજરાતમાં વર્ગ-3 ની ભરતી કરતી મુખ્ય સંસ્થા છે. રાજ્યના વિવિધ ડિપાર્ટમેન્ટમાં વર્ગ-3 ના કર્મચારીઓની ભરતી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત કર્મચારીઓના પ્રોમોશન, ખાતાકીય પરીક્ષાઓ વગેરેનું આયોજન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તેમજ સરકારના વિવિધ ખાતોમાં સરકારી નોકરીની ખાતાઓની ફાળવણી પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ મુખ્યત્વે નીચે મુજબની ભરતી કરે છે.
- બિન સચિવાલય ક્લાર્ક વર્ગ-3
- સચિવાલય ક્લાર્ક વર્ગ-3
- હેડ ક્લાર્ક વર્ગ-3
- સિનિયર ક્લાર્ક વર્ગ-3
- ભાષાંતર હિસાબનીશ વર્ગ-3
- અધિક્ષક ઓડિટર વર્ગ-3
- પેટા તિજોરી અધિકારી વર્ગ-3
- પેટા હિસાબનીશ વર્ગ-3
- સબ ઓડિટર વર્ગ-3
- ડેટા એન્ટ્રી મશીન ઓપરેટર વર્ગ-3
આ સિવાય મંડળ જિલ્લાની વિવિધ કચોરીઓમાં વર્ગ-૩ ની જગ્યાઓ માટે ભરતી કરે છે તેમજ ખાતાકીય પરીક્ષાઓનું આયોજન કરે છે. ઓનલાઇન ફોર્મ OJAS સોફ્ટવેર દ્વારા ભરવામાં આવે છે આ સંસ્થાની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે
Read More: GSSSB- Syllabus, Book list, Strategy etc
Read More: GSSSB- Official website
Read More: OJAS- Official website
GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ, ગાંધીનગર ખાતે મુખ્ય ઓફિસ ધરાવતી આ
સંસ્થા ગુજરાતમાં પંચાયત વિભાગમાં વર્ગ-૩ ની ભરતીઓ કરે છે. આ સંસ્થા પરીક્ષાઓનું આયોજન કરે છે અને ઉમેદવારોની ભરતી કરી છે તેમજ ભરતી થયેલા ઉમેદવારોની પ્રમોશન અને ખાતાકીય પરીક્ષાઓનું આયોજન કરે છે.
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3
- નાયબ ગુજરાતી ટાઈપિસ્ટ વર્ગ-3
- જુનિયર ક્લાર્ક વર્ગ-3
- પ્રયોગશાળા ટેકનિકલ
- મલેરીયા વર્ગ-3
- સિનિયર ક્લાર્ક વર્ગ-3
- વાયરમેન વર્ગ-3
- એક્સરેટ ટેકનિશિયન વર્ગ-3
- કૃષિ સુપરવાઇઝર
- ગ્રામસેવક
- ટેલીફોન ઓપરેટર
- મદદનીશ ડ્રાફ્ટ મેન
- વિસ્તરણ અધિકારી
- ફિમેલ હેલ્થ વર્કર
- સ્ટાફ નર્સ
- ગ્રામ પંચાયત મંત્રી
વગેરે જેવા પદો માટે ભરતી કરવામાં આવે છે. ઓનલાઇન ફોર્મ OJAS સોફ્ટવેર દ્વારા ભરવામાં આવે છે.
Read More: GPSSB- Syllabus, Book list, Strategy etc
Read More: GPSSB – Official Website
LRB -Lokrakshan Recruitment Bord
લોકરક્ષક ભરતી બોર્ડ એ ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભરતીઓ કરે છે. પરીક્ષાઓનું આયોજન કરવાનું, શારિરીક કસોટી અને દસ્તાવેજોની ચકાસણી કરી પારદર્શિતા પુર્વક પરિણામ જાહેર કરવાની જવાબદારી લોકરક્ષક ભરતી બોર્ડની છે. આ માટે ભરતી બોર્ડ ભરતીના નિયમો, પરિક્ષાના નિયમો તેમજ ઠરાવો, બદલી, બઢતીના નિયમો અનુસાર કાર્ય કરે છે.
આ ભરતી બોર્ડ દ્વારા નીચે મુજબની ભરતીઓ કરવામાં આવેલ છે.
- Unarmed Police Constable
- Armed Police Constable
- S.R.P.F. Constable
- Assistant Sub Inspector
- Police SubInspector
આમ પોલીસ બનવવાના જે યુવાઓના સપના હોય તેઓને પોલીસ ભરતીની પરીક્ષાની સાથે ફિઝિકલ ટેસ્ટની પણ તૈયારી કરવાની હોય છે.
Read More: LRD – Official Website
Gujarat State Primary Education Selection Commission
રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ મા સમિતિ દ્વારા તેમના ભરતીના નિયમો અનુસાર પરિક્ષાનું આયોજન અને ભરતી કરવામાં આવેલ છે. અંતિમ પસંદગી યાદી બહાર પાડવામાં આવે છે.
- કમિશન દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં ભરતી કરવામાં આવે છે. તે માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે.
ક્રમ | ભરતી | તાલીમી લાયકાત | પરીક્ષા |
1 | ધોરણ- 1 થી 5 | PTC/D.EI.Ed | TET-I |
2 | ધોરણ 6 થી 8 | PTC+B.A./B.ed | TET-II |
આ હતી ગુજરાતમાં સરકારી નોકરીઓની ભરતીઓ કરતી મુખ્ય સંસ્થાઓ. જો આપ સરકારી નોકરીની તૈયારી કરવા ઇચ્છો છો તો નિયમિતતા અને ધીરજ સાથે સમય પત્રક બનાવીને આગળ વધો. આશા રાખુ છુ આપને લેખ ગમ્યો હશો.
Read More: GSPESC- officail websites