જ્ઞાન સાધના પ્રખરતા કસોટી- 2023-24 Gyan Sadhana Scholarship – ધોરણ 9 થી 12 સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ માટેની સ્કોલરશીપ યોજના

વ્હાલા વાંચકો, સરકાર દ્વારા એક નવી અને ખુબજ સરાહનીય પહેલ શરૂ કરવામાં આવેલ છે. જેનું નામ છે “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી”- Gyan Sadhana Scholarship – આ એક કસોટી છે. જે તમારા બાળકો માટે માધ્યમિક અને ઉચ્ચત્તોર માધ્યમિક શાળાઓમાં મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે સ્કોલરશીપ પુરી પાડશે. આપણે અગાઉ RTE Gujarat admission 2023-24 અને સામાન્ય પ્રવેશ પરીક્ષા 2023 વિશે માહિતી મેળવી છે. આ યોજના સદર યોજનાને સંલગ્ન છે. આ બંને યોજના આપના બાળકને ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણની તકો પુરી પાડે છે જ્યારે “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી” થી આપના બાળક માટે માધ્યમિક અને ઉચ્ચત્તોર માધ્યમિકમાં શિક્ષણની તકો પ્રાપ્ત થશે. તો ચાલો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

આ પણ વાંચો

gyan sadhana scholarship yojana 1

Gyan Sadhana Scholarship પરીક્ષાનો સમગ્ર કાર્યક્રમ: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નીચે મુજબનો સમગ્ર પ્રવેશ પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

ક્રમવિગતતારીખ
1જાહેરનામું બહાર પાડ્યા તારીખ10/05/2023
2ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ11/05/2023 થી 26/05/2023
3પરીક્ષા ફીનિ:શુલ્ક
4પરીક્ષાની તારીખ11/06/2023

Gyan Sadhana Prakharta Kasoti શું છે ?

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્યના તારીખ 10/05/2023 ના નોટિફિકેશન મુજબ,

  •  ધોરણ 1 થી 8 માં સરકારી અને અનુદાનિત  શાળાઓમાં સળંગ અભ્યાસ કરેલ હોય,
  • તેમજ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ, 2012 અંવયે 6 થી 14  વર્ષન નબળા વર્ગોના અને વંચિત જુથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઇ હેઠળ સળંગ ધોરણ 1 થી 8 સુધી શિક્ષણ મેળવેલ હોય,
  • ઉપરોક્ત બંને પ્રકારના વિદ્યાર્થિઓમાં જ્ઞાન સાધના પ્રખરતા કસોટી દરમિયાન આર.ટી.ઇ. એક્ટ 2009 ની કલમ 12(1)(સી) મુજબ નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળશે.
  • આ યોજના હેઠળ દર વર્ષે 25000 તેજસ્વી વિદ્યાર્થીઓનું એડમીશન કરવામાં આવશે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ પસંદગી પામનાર વિદ્યાર્થીઓમાં ધોરણ 9 અને 10 માં 20000 રૂ. તથા ધોરણ 11 અને 12 માં 25000 રૂ. ની સ્કોલરશીપ મળશે.

કસોટીમાં બેસવા માટેની પાત્રતા શુ રહેશે ?

  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8 માં ભણતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય – અથવા-
  • તેમજ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ, 2012 અંવયે 6 થી 14  વર્ષન નબળા વર્ગોના અને વંચિત જુથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઇ હેઠળ સળંગ ધોરણ 1 થી 8 સુધી શિક્ષણ મેળવેલ હોય,
  • ઉપરોક્ત મુદ્દા નંબર 1 અને 2 માં જે બાળક ના વાલીની આવક RTC Act,2009 ની કલમ 12(1)(સી) મુજબ નિયત થયેલ આવક મર્યાદામાં હાલ શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000 તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000 કરતા વધુ ન હોવી જોઇએ. અને આવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.

Gyan Sadhana Scholarship પ્રવેશ પરીક્ષાનું માળખુ શું રહેશે ?

gyan sadhana scholarship yojana 2
પ્રવેશ પરીક્ષાનું  સ્વરૂપબહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી
પ્રશ્ન પત્રના કુલ ગુણ120 ગુણ
પ્રવેશ પરીક્ષાનો સમય150 મિનિટ
પ્રવેશ પરીક્ષાનું માધ્યમગુજરાતી / અંગ્રેજી ભાષામાં
 
કસોટીનો પ્રકાર અને અભ્યાસક્રમ પ્રશ્નોગુણસમય
MAT – બૌદ્ધિક યોગ્યતા કસોટી4040150 મિનિટ
અભ્યાસક્રમ- સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રીણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, વિષય આધારિત પ્રશ્ન  
SAT – શૈક્ષણિક યોગ્યતા કસોટી8080
અભ્યાસક્રમ – ધોરણ-8 ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ, સામાજિક વિજ્ઞાન- 15 ગુણ, અંગ્રેજી-10, ગુજરાતી-10 અને હિંદીના 5 ગુણ વિષયનો સમાવેશ થશે.   

પ્રવેશ પરીક્ષા માટેનું પરીક્ષા કેંદ્ર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વહીવટી કારણોસર તાલુકા કક્ષાએ પરીક્ષા કેંદ્ર આપવામાં આવશે. પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

પરીક્ષાનું પરિણામ અને કામચલાઉ મેરીટ યાદી

  • કસોટીનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફીસિયલ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • કટ ઓફ જાહેર કરવામાં આવશે અને કટઓફ થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીને યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
  • ઉપરોક્ત યાદીની ખરાઇ જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાએ કરવામાં આવશે.
  • યાદીની ચકાસણી ખરાઇ કર્યા બાદ કામચલાઉ મેરિટ યાદી બનાવવામાં આવશે.
  • યાદીમાં રાજ્ય સરકારના નિતીનિયમ મુજબ અનામત આપવામાં આવશે. યાદીમાં વિદ્યાર્થીનીઓને 50% અનામત રહેશે.

ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા

  • નિયામકશ્રી, શાળાઓ દ્વારા કામચલાઉ તૈયાર કરવામાં આવેલ યાદી જાહેર કરશે.
  • તે સાથે તેઓ પસંદગીર પામનાર વિદ્યાર્થીના વાલીને પસંદગી મુજબની શાળાની એંટ્રી અંગેની માહિતી જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ના પોર્ટલ પર કરવા માટે જણાવશે.
  • વિદ્યાર્થી જે શાળામાં પ્રવેશ મેળવે ત્યા પ્રવેશ અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. તેમા શિક્ષણ નિયામકની જવાબદારી રહેશે નહી.
  • વિદ્યાર્થીઓ તેમની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવે તે માટે તેમને છુટછાટ આપવામાં આવશે.
  • પ્રવેશ મેળવ્યા બાદ તેને સંલગ્ન તમામ ઓનલાઇન ડેટાએંટ્રી કરવાની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.
  • પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ લિસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાની રીત

gyan sadhana scholarship yojana 3
  • સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ http://www.sebexam.org પર જવાનું રહેશે.
  • અહિ “Apply Now” પર Click કરતા Application form દેખાશે.
  • હવે તમારે સૌપ્રથમ “આધાર કાર્ડ” નંબર દાખલ કરવાનો રહેશે.
  • આધાર કાર્ડ નાખતા દરેક વિગતો ઓટો ફિલ થઈ જશે. અને બાકી ની વિગતો જેવી કે નામ, અટક, જન્મતારીખ, જાતિ, કેટેગરી અને અન્ય જરુરી તમામ બાબતો કાળજી પુર્વક ભરવાની રહેશે.
  • આ અરજી ફોર્મ માત્ર ઓનલાઇન ભરવાનું હોય છે. એ માટે સરકારી શાળામાં પણ વ્યવસ્થા કરવાની હોય છે. જેથી વિદ્યાર્થીઓ પોતાની શાળામાં પણ અરજી કરી શકશે.
  • આ સમગ્ર ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે.
  • દરેક બાબતો કાળજી પુર્વક ભર્યા બાદ Confirm Application  પર Click આપની અરજી online સબમિટ થઈ જશે.
  • Confirm Number Generate થશે. જે વિદ્યાર્થી મિત્રો દ્વારા ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખવો.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે આપ જે ભાષા પસંદ કરશો તે ભાષામાંજ પરીક્ષા આપી શક્શો.

અન્ય અગત્યની બાબતો.

  • આ પરીક્ષા માટેના ફોર્મ માત્ર ઓનલાઇન ભરવાના રહેશે.
  • આ પરીક્ષા માટેની તમામ બાબતો માટે વિદ્યાર્થીઓ એ ઓનલાઇન વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
  • તમામ બાબતો સાચી હોય તે રીતે ભરવાની રહેશે. જો કોઇ વિગતો ખોટી દાખલ કરશો તો તે માટે પોતે જવાબદારે રહેશો. અને તે માટે આપની અરજી રદ ગણી પ્રવેશ પણ રદ થઈ શકે છે.
  • આપને હોલ ટિકિટની જાણકારી એસ.એમ.એસ. થી આપવામાં આવશે. તેમ છતા વેબસાઇટ જોતા રેહવુ.
  • હોલ ટિકિટની પિંટ આપની અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કાઢી વિદ્યાર્થીઓએ તેમા આપની શાળાના આચાર્યશ્રીના સહી, સિક્કા કરવવા તથા પાસપોર્ટ સાઇઝ નો ફોટો ચોંટાડવો.
  • અરજી ફોર્મની સાથે જરૂરી આધાર પુરાવામાં જાતિનો દાખલો અને આવકનો દાખલો જેવા પુરાવા નિયમોનુસાર પ્રવેશ સમયે સાથે રાખવાના રહેશે.
  • વિદ્યાર્થી જે શાળામાં પ્રવેશ મેળવે ત્યાની ફી જો જ્ઞાન સાધના પ્રખરતા કસોટી કરતા વધુ હોય તો સ્કોરલરશીપ સિવાયની ફી વિદ્યાર્થીઓએ જાતે ભરવાની રહેશે.
  • આ યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી જો 9 થી 12 ધોરણ માં નાપાસ થાય તો યોજનાનો લાભ બંધ કરી દેવામાં આવશે.

મિત્રો આપણે જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વિશે વિગતવાર માહિતી મેળવી. આજે ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરવાનો દરેક વિદ્યાર્થીઓનું સપનું હોય છે. અને વાલીઓ પણ એ માટે પ્રયત્ન કરતાં હોય છે. જો આપનું બાળક ઉપર મુજબની દરેક લાયકાત ધરાવતું હોય તો જરૂર આ યોજના હેઠળ અરજી કરશો. વાલીઓ માટે આર્થિક મદદ મળશે જ્યારે વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે. હાલ સરકારી શાળાઓ પણ આધુનિક શિક્ષણ પ્રણાલીથી સજ્જ થઈ ગઈ છે. તેમ છતા આપની મનપસંદ શાળામાં અભ્યાસ કરવા ઇચ્છો છો તો આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. આશા રાખુ છુ આપને આ માહિતી ઉપયોગી થઈ હશે. ઉપયોગી થઈ હશે તો અન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો.

FAQ- જ્ઞાન સાધના પ્રખરતા કસોટી

1. જ્ઞાન સાધના પ્રખરતા કસોટી શું છે ?

આ સ્કોલરશીપ માટેની યોજના છે. તેમા લાયકાત ધરાવતા વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 માં રૂ. 20000 થતા ધોરણ 11 અને 12 માં 25000 ની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ મળશે.

2. જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ક્યા વર્ષથી અમલ કરવામાં આવેલ છે ?

આ યોજના વર્ષ-2023-24 થી અમલમાં મુકવામાં આવેલ છે.

3. Gyan Sadhana Prakharta Kasoti માટે આવક મર્યાદા શું નક્કી કરેલ છે?

આ યોજના માટે વાલીની આવક શહેરી વિસ્તાર માં 150000 જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 120000 નક્કી કરવામાં આવેલ છે.

4.જ્ઞાન સાધના પ્રખરતા કસોટી કોના દ્વારા યોજવામાં આવશે ?

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

5. જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટેના ફોર્મ કેવી રીતે ભરી શકાશે ?

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટેના ફોર્મ ઓનલાઇન ભરવાના રહેશે, એ માટે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ http://www.sebexam.org જવાનું રહેશે.

Leave a Comment