Junior clerk syllabus ઘણા વિદ્યાર્થીઓ માટે નવો વિષય હશે અહીં આપણે વિગતવાર અભ્યાસક્રમ વિશે જાણીશુ. સાથોસાથ નવા અભ્યાસક્રમ મુજબના બુકલિસ્ટ વિશે પણ સમજીશુ.
ભરતી કરતી સંસ્થા/ડિપાર્ટમેંટ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ |
ડિપાર્ટમેંટનું નામ | ખાતાના વિવિધ વડાઓની કચેરીઓ. |
જાહેરાત ક્રમાંક | 212/202324 |
જુનિયર ક્લાર્કની કુલ જગ્યાઓ । Total Vacancy | 4304 |
અરજી કરવાની તારીખ | 04/01/2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 31/01/2024 |
ફી ભરવાની અંતિમ તારીખ | 31/01/2024 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
Read Also: GSSSB CCE Recruitment 2024 । Gsssb Full Form
GSSSB Exam Method | Junior clerk syllabus 2024
હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા પરીક્ષા પધ્ધ્તિમાં ધડમુડથી ફેરફાર કરવામાં આવેલ છે. જેમાં મંડળ સામાન્ય વહીવટ વિભાગના તા. 28/12/2023 ના જાહેરનામા મુજબ નીચે મુજબના બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરશે.
તબક્કો-1 : પ્રાથમિક પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ્ડ રિસપોંસ ટેસ્ટ -CBRT)
1 | Reasoning | 40 Marks |
2 | Quantitive Aptitude | 30 Marks |
3 | English | 15 Marks |
4 | Gujarati | 15 Marks |
Total | 100 Marks |
તબક્કો-2 : મુખ્ય પરીક્ષા , ગ્રુપ-B
મુખ્ય પરીક્ષા સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાં મુજબ ગ્રુપ-B માટે MCQ પ્રકારની તથા CBRT પધ્ધતિથી લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. જે એપેંડીક્ષ-H મુજબ આપેલ છે.
1 | English | 20 Marks |
2 | Gujarati | 20 Marks |
3 | Polity/Public Administration/RTI/CPS/PCA | 30 Marks |
4 | History, Geography, Culture Heritage | 30 Marks |
5 | Economics, Environment, Science & Tech. | 30 Marks |
6 | Current Affairs & Current Affairs with Reasoning | 30 Marks |
7 | Reasoning | 40 Marks |
Total | 200 Marks |
- આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ હશે.
- કુલ 100 ગુણની પરીક્ષા અને સમય 60 મિનિટનો રહેશે.
- ખોટા જવાબના 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ
- પ્રાથમિક પરીક્ષા ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મેરિટમાં ધ્યાને લેવાશે નહી.
- બંને ગ્રુપ માંથી 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા લાયક ગણવામાં આવશે.
- બંને પરીક્ષા માટેનું (તમામ કેટેગરી) લઘુતમ લાયકી ધોરણ 40% રહેશે.
મહત્વની લિંક:
ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ
અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઇટ OJAS
ગૌણ સેવા મંડળની ઓફિસિયલ નોટિફિકેશન
GSSSB પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
મિત્રો, હાલની નવી પરીક્ષા પધ્ધતિ મુજબ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જે દરેક વિદ્યાર્થીઓ માટે મુઝવતો પ્રશ્ન છે. અહી કેટલાક સુચનો આપવામાં આવેલ છે.
- સૌપ્રથમ અભ્યાસક્રમને સમજો.
- પ્રાથમિક પરીક્ષામાં રિઝનિંગ, એપ્ટિટ્યુડ ટેસ્ટ, ગુજરાતી, અંગ્રેજી મુખ્ય વિષય છે.
- આ દરેક વિષયને વેઇટેજના આધારે તૈયાર કરો.
- રિઝનીંગ અને એપ્ટિટ્યુડ માટે આપ સારા પ્રકાશનની બુક વાંચો અને યુટ્યુબ વિડિયો જોઇને પ્રેક્ટિસ કરો.
- ગુજરાતી વિષય માટે ધોરણ 8 થી 12 ની ગુજરાતીના પાઠ્યપુસ્તક વાંચો.
- અંગ્રેજી વિષય માટે સારા પ્રકાશનની બુક વાંચો અને યુટ્યુબ વિડિયો જોઇને પ્રેક્ટિસ કરો.
- પ્રાથમિક પરીક્ષા માટે આપ રોજ પ્રશ્નની પ્રેક્ટિસ કરશો.
મિત્રો, આશા રાખુ છુ આપને માટે આ માહિતી ઉપયોગી થઈ હશે. જો આપ સરકારી નોકરીમાં આવવા માંગો છો તો જરૂર પરીક્ષાની તૈયારી કરો.
નોંધ : આ પોસ્ટ ફક્ત વાંચકોની માહિતી માટે છે. આપને વધુ માહિતી માટે ગૌણ સેવા મંડળની ઓફિસિયલ નોટિફિકેશન જોવાની રહેશે. અહીં આપવા માં આવેલ માહિતી બાબતે કોઇ ક્ષતિ હોય તો લેખક જવાબદાર રહેશે નહિ.
FAQs :
1. ગૌણ સેવા ભરતી 2024 ની અંતિમ તારીખ કઈ છે ?
જ. 31/01/2024
2. ગૌણ સેવા પસંદગી મંડળ શું છે ?
જ. ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ એ ગુજરાતમાં વર્ગ-3 ની સીધી ભરતી કરતી મુખ્ય સંસ્થા છે.