ગુજરાત રાજ્યના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અતિ પછાત વર્ગો કે જેઓ પોતાનો ધંધો વ્યવસાય કરવા ઇચ્છે છે પરંતુ તેઓની પાસે પુરતી સુવિધાના અભાવે તેઓ તેમના ધંધા રોજગારને અનુરૂપ સાધન સામગ્રી ખરીદી શકતા નથી. એ માટે ગુજરાતમાં manav kalyan yojana online form 2023 શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા લોકો અરજી કરી પોતાને ધંધાને અનુરૂપ સાધન સામગ્રી ખરીદી કરીને આર્થિક આવકમાં વધારો કરી શકશે. શાકભાજી વેચવાવાળા, વિવિધ ફેરિયાઓ કે સુથારીકામ સાથે સંકળાયેલા કારીગરો આ યોજના અંતર્ગત અરજી કરી શકશે. આ યોજના અંતર્ગત વર્ષ-2023 માટે ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી રહી છે. આ આર્ટિકલ અંતર્ગત માનવ કલ્યાણ યોજના અંતર્ગત આવતી તમામ બાબતો જેવી કે, અરજી કરવાની રીત, લાયકાત, લાભો અને આ યોજનાનું અમલીકરણ કરતી મુખ્ય સંસ્થાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ છે.
manav kalyan yojana વિશેની મહત્વની બાબતો
માનવ કલ્યાણ યોજના – 2023 |
|
અરજી કરવાની તારીખ | 01-04-2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | |
ઓનલાઇન અરજી માટેની વેબસાઇટ | https://e-kutir.gujarat.gov.in |
ડિપાર્ટમેન્ટનું નામ | કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ |
ઓફિસિયલ વેબસાઇટ | https://cottage.gujarat.gov.in |
સંપર્ક નંબર | 990992680 / 9909926180 |
સાધનોની ખરીદી અને વિરતરણ કરતી સંસ્થા | ગુજરાત રૂરલ ઇંડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લી. ગાંધીનગર |
ગુજરાત રૂરલ ઇંડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લી. ગાંધીનગર દ્વારા કરવામાં આવતી સાધન સામગ્રીનું થર્ડ પાર્ટી તપાસ કરવાનું કામ નીચે મુજબની સંસ્થાઓ કરે છે.
ગુજરાત રૂરલ ઇંડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લી. ગાંધીનગર દ્વારા કરવામાં આવતી સાધન સામગ્રીની ખરીદીનું ઇન્સપેક્શન કરતી સંસ્થાઓ | |
ગુજરાત ઇંડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટંસી ઓર્ગેનાઇઝેશન લિ. અમદાવાદ (જીટકો) | અમદાવાદ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, પાટણ, સાબરકાંઠા, સુરેંદ્રનગર |
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર (આર.ટી.આઇ.) | સુરત, તાપી, વડોદરા, વલસાડ, ભરૂચ, દાહોડ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, પંચમહાલ |
રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર | અમરેલી, બોટાદ, ભાવનગર, દેવભુમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, ગીરસોમનાથ |
દરજીકામ અને ભરતકામ ટ્રેડના સોઇગ મશીનની કામગીરી ઇલેક્ટ્રોનિક્સ એંડ ક્વોલિટી ડેવલોપમેંટ સેંટર ગાંધીનગર ને સોંપવામાં આવેલ છે. |
માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાની લાયકાત
- અરજદાર મુળ ગુજરાતના વતની હોવા જોઇએ.
- અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ .
- અરજદાર બી.પી.એલ. યાદીમાં 0 થી 16 નો સ્કોર ધરાવતો હોવો જોઇએ.
- ખોડખાંપણ/અંધત્વ કે વિકલાંગતા ધરાવનાર અરજદાર પણ અરજી કરી શક્શે.
માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજદારની આવક મર્યાદા
- આ યોજના માટે ગ્રામ્ય વિસ્તારના અરજદારો જિલ્લા ગ્રામ વિકાસ એજંસીના બી.પી.એલ. ની યાદીમાં નામ હોવુ ફરજિયાત છે. જો નામ હોય તો આવા અરજદાર માટે આવક નો દાખલો રજુ કરવુ આવશ્યક નથી.
- આવકના દાખલાના સંદર્ભમાં નીચે મુજબ આવક મર્યાદા છે.
- ગ્રામ્ય – 1 લાખ 20 હજાર (તાલુકા મામલતદાર કે તાલુકા ચીફ ઓફિસરનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે)
- શહેરી- 1 લાખ 50 હજાર (મહાનગર પાલિકાનો અધિકૃત અધિકારીનો દાખલો)
માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી મુખ્ય સાધન કીટ્સ
- આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારની સાધન સામગ્રીની કિટસ આપવામાં આવે છે. જે નીચે મુજબ તેમની અંદાજિત આપવાપાત્ર સહાય સહિત આપવામાં આવેલ છે.
- આ યોજનાઓને અમુક યોજનાઓ જેવી કે રૂ ની દીવેટ બનાવટ, પેપર કપ અને ડિશ બનાવટ સખી મંડળની બહેનોનેજ મળશે.
- પ્રેશર કુકરનો લાભ ઉજ્જવલા યોજનાઓ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થીને જ આપવાનો રહે છે.
માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?
મિત્રો, ઘણી વખત મનમાં પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે, રાજ્ય ભરમાંથી હજારોની સંખ્યામાં અરજી મંગવવામાં આવતી હોય છે. પરંતુ આ અરજીઓ માંથી લાયક અરજદારોને પસંદ કેવી રીતે કરવામાં આવે છે. જેનો જવાબ નીચે મુજબ છે.
એ માટે જે તે જિલ્લામાં એક સમીતી બનાવવામાં આવેલ છે. આ સમીતિ નીચે મુજબના સભ્યની બનેલી હોય છે.
- જે તે વિસ્તારના વિધાનસભાના સભ્યશ્રી, (MLA)
- નગરપાલિકા/મહાનગરપાલિકા/નગર પંચાયત કે જિલ્લા પંચાયતનાં પ્રતિનિધિશ્રી
- લીડબેંકના પ્રતિ નિધિ
- જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર
- આમંત્રિત સભ્ય – જીલ્લા પછાત વર્ગ અધિકારી (એસ.સી.), તકેદારી અધિકારી (એસ.ટી.), સમાજ કલ્યાણ અધિકારી (ઓ.બી.સી.) અને સમાજ કલ્યાણ અધિકારી (જિલ્લા પંચાયત)
માનવ કલ્યાણ યોજનાનું અમલીકરણ કેવી રીતે થાય છે?
આ યોજનાનું અમલીકરણ એટલે કે અરજદાર ફોર્મ ભરવાથી માંડીને તેમની મંજુરી સુધીનો સમગ્ર ઘટનાક્રમ શુ રહેશે.
એ માટે આપણે નીચે મુજના ગ્રાફ દ્વારા સમજીશુ.
અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો
અરજી કરવા માટે જરૂરી દરેક દસ્તાવેજો તૈયાર રાખવા જે અંતમાં ઓનલાઇન ઓપલોડ પણ કરવાના રહે છે.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- આવકનો દાખલો
- અનુભવનો દાખલો
- સોંગધનામુ
- સાક્ષીઓની વિગત
manav kalyan yojana online form 2023 ઓનલાઇન અરજી કરવાની રીત
- આ યોજનાનું ઓનલાઇન ફોર્મ આપ નજીકની ગ્રામ પંચાયત ઓફિસ કે VCE ઓફિસ થી ભરી શકશો.
- આ યોજના અંતર્ગત આપ નીચે આપેલ સરળ સ્ટેપને અનુસરીને અરજી કરી શકશો.
- સૌપ્રથમ આપ ઓફિસિયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in/ પર ક્લિક કરો.
- લિંક પર ક્લિક કરતા નીચે મુજબની ઇ-કુટિરની ઓફિસિયલ વેબસાઇટ ખુલી જશે. જેનુ હોમ પેજ નીચે મુજબ છે.
- homa page પર આપ Commissioner of Cottage and Rural Industries પર ક્લિક કરશો જેથી એક બીજુ પેજ ઓપન થશે
- અહીં manav kalyan yojana પર ક્લિક કરતાં એક ફોર્મ ખુલી જશે.
- જ્યાં દરેક બાબતો કાળજીપુર્વક ભરવાની રહેશે.
- અહિં ફુદડી કરેલ વિગતો ફરજિયાત ભરવાની હોય છે.
- ત્યારબાદ માંગેલ તમામ દસ્તાવેજો ઓપલોડ કરવાના રહેશે.
- અંતમાં સબમિટ ઓપ્શન પર ક્લિક કરતાં આપનું ફોર્મ સબમિટ થઈ જશે.
માનવ કલ્યાણ યોજના વિશેના મહત્વાના પરિપત્ર માટે નીચે ક્લિક કરો
- માનવ કલ્યાણ યોજનાના ઠરાવો
- તા:૧૨-૧-૨૦૧૬
- તા:૧૧/૯/૨૦૧૮
- તા:૧૧/૯/૨૦૧૮
- ૧૫/૯/૨૦૧૮
- ૦૩/૧૦/૨૦૧૮
- ૨૫/૧૦/૨૦૧૮
- જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદી
મિત્રો, આ હતી માનવ કલ્યાણ યોજના વિશેની મહત્વની બાબતો. અહીં વધુમાં વધુ સાચી માહિતી પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. તેમ છતા આપ વધુ વિગતવાર માહિતી મેળવવાં માટે ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. જો આપને આર્ટિકલ ઉપયોગી થયો હોય તો શેર કરશો. આભાર..