Mandap sadhan Sahay Yojana | મંડપ સાધન સહાય યોજના । @dsag sahay gujarat gov in

mandap sadhan sahay yojana

Table of Contents

ગુજરાતમાં આદિજાતિ વિભાગ દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જે પૈકી Mandap sadhan Sahay Yojana । મંડપ સહાય યોજના પણ ખુબજ મહત્વની યોજના છે. dsag sahay gujarat gov in પોર્ટલ દ્વારા આદિજાતિ ભાઇઓ-બહેનોની સુવિધા માટે યોજનાઓ જેવી કે, કૃષિ વૈવિધ્ય કરણ યોજના, ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના, ટીસ્યુ કલ્ચર બનાના યોજના, જીપીએસસી પ્રવેશ કોચિંગ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના જેવી ખુબજ મહત્વની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ દરેક યોજનાઓથી આજે આદિજાતિ ભાઇઓ-બહેનો ખેતી કે અન્ય ધંધા રોજગાર ક્ષેત્રે રોજગારીની તકો મેળવવા સક્ષમ બન્યા છે. આ આર્ટિકલમાં આપણે વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવીશું.

આ પણ વાંચો : વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના @dsagsahay gujarat gov in

વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાના મુખ્ય હેતુઓ

આદિજાતિ ખેડુતોને આધુનિક ખેતી માટેની વ્યવસ્થા દ્વારા વિવિધ રોજગારેની તકો વિકસાવી કુટુંબની સ્થિતિમાં સુધારો કરવાનો છે.

Mandap sadhan Sahay Yojana વિશે :

યોજનાનું નામ વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજના
ડિપાર્ટમેંટનું નામ આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
કોને લાભ મળશે ગુજરાત રાજ્યના આદિજાતિ લોકોને
અરજી કરવાની રીત ઓનલાઇન
અરજી કરવા માટેની અધિકારિક વેબસાઇટ https://dsagsahay.gujarat.gov.in/
અરજી કરવાની શરૂઆતની તારીખ હાલ બંધ છે.
અરજી કરવાની અંતિમ તારીખ
Mandap sadhan Sahay Yojana 2

મંડપ બનાવવા સાધન સહાય યોજના હેઠળ મળનાર લાભ:

આ યોજના હેઠળ લાભાર્થીને પોતાના ખેતરમાં 10 ગુંઠા જમીનમાં વેલાવાળા શાકભાજી પાકો માટે મંડપ તૈયાર કરવા માટે જરૂરી સાધન સામગ્રી ખરીદવા માટે નીચે મુજબની સહાય આપવામાં આવે છે.

  • કુલ રૂ. 14560/- ની નાણાકીય સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે.
  • પ્રથમ હપ્તો- 8736/- રૂપિયા, બીજો હપ્તો- રૂ. 2912/- અને ત્રીજો હપ્તો- રૂ.2912/- આપવામાં આવે છે.

આ પણ વાંચો: dsag sahay Portal|આદિજાતિ વિભાગ ગુજરાત સરકાર | જાણો વિગતવાર માહિતી

મંડપ બનાવવા સાધન સહાય માટેની સાધન સામગ્રીનો જથ્થો

લાભાર્થીઓએ નીચે મુજબનો સાધન-સામગ્રીની ખરીદી કરવાની રહેશે. અને તે મુજબ મંડપ તૈયાર કરવાનો રહેશે.

મંડપ સાધન સહાય યોજના

આમ લાભાર્થીઓએ ઉપર મુજબની દરેક સાધનોની ખરીદી કરવાની હોય છે.

વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાના લાભાર્થી પસંદગી માપદંડ

  • આ યોજના હેઠળ જે ખેડુત ખેતીની જમીન ધરાવે છે અને પિયતની સુવિધા હોય તેવા ખેડુતોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • વન અધિકાર જમીન ધરાવનાર લાભાર્થીઓ પણ લાભ લઇ શક્શે.
  • મહિલા ખેડુતો તથા આદિમ જુથના ખેડુનો પણ લાભ લઈ શક્શે.
  • 0 થી 20 બી.પી.એલ. સ્કોર ધરાવતા આદિજાતિ ખેડુતો લાભ લઈ શકશે.

આ યોજના હેઠળ અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

  • લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આધારકાર્ડની નકલ- અરજદારની
  • રેશનકાર્ડની નકલ -અરજદારની
  • અરજદારના જાતિના પ્રમાણપત્રની નકલ
  • અરજદારના જમીનના પુરાવા (7/12 ની અને 8-અ ની નકલ અથવા જંગલ જમીન માટેનું સનદ કે અધિકારિક પત્ર)
  • અરજદારનો 0 થી 20 નો સ્કોરનો બી.પી.એલ. નો દાખલો.
  • અરજદારની બેંક પાસબુક/કેંન્સલ ચેકની નકલ

અરજી કરવાની રીત । Mandap sadhan Sahay Yojana Online Application

વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજના માં અરજી કરવા માટે ફક્ત ઓનલાઇન સુવિધા આપવામાં આવેક છે. જે આપ સરળ સ્ટેપ્સ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશો.

આ યોજના વિશેની વધુ માહિતી માટે આપ પ્રાયોજના વહીવટદારશ્રી, પ્રાયોજના વહીવટદારની કચેરી, તમામ આધિજાતિ જિલ્લાઓમાં મુલાકાત લઈ શકો છો.

  • સૌપ્રથમ લાભાર્થીએ ઓનલાઇન પોર્ટલ https://dsagsahay.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • આપણે અગાઉ જાણ્યુ તે મુજબ યોજના ના તમામ માપદંડો મુજબ જો આપની લાયકાત છે તો આપ આ યોજના હેઠળ અરજી કરી શકશો.
  • લાભાર્થી ઉપર મુજબની લિંક પર ક્લિક કરતા ડિસેગસહાયની અરજી કરવાની વેબસાઇટ ખુલી જશે.
  • અહીં આપ “લાભાર્થી રજીસ્ટ્રેશન” ક્લિક કરતાં અરજી માટેનું ફોર્મ ખુલી જશે.
  • “યોજનાનું નામ પસંદ કરો” નામના બોક્ષમાંથી “કૃષિ વૈવિધ્યકરણ યોજના” પસંદ કરો
  • ક્લિક કરતા આ યોજના માટેનું ફોર્મ ખુલી જશે.
  • હવે અરજદારે તમામ વિગતો ખુબજ કાળજી પુર્વક ભરવી.
  • રેશનકાર્ડ નંબર નાંખીને “Check” પર ક્લિક કરો અને અરજદારનું નામ પસંદ કરવાનું રહેશે.
  • હવે પુરુષ કે સ્ત્રી તેમજ જાતિ અને પેટાજાતિ પસંદ કરવાનું રહેશે.
  • જાતિનું પ્રમાણ પત્ર ઓપલોડ કરવાનું રહેશે.
  • જન્મ તારીખ નાખવી
  • દિવ્યાંગ હોય તો તેના વિકલ્પમાં YES પસંદ કરવાનું રહેશે.
  • BPL/FRA/PVTG જેવા વિકલ્પ પસંદ કરવાના રહેશે.
  • જો આપ BPLપસંદ કરો છો તો તેની આઇડી અને સ્કોર લખવાનો રહેશે.
  • ત્યારબાદ સર્વે નંબર, જમીનનો ખાતાનો નંબર અને ક્ષેત્રફળ નમુના 7/12 અને 8-અ મુજબ લખવાનો રહેશે.
  • અરજદારનો મોબાઇલ નંબર લખવો.
  • અરજદારે સરનામાની વિગતો જેવી કે ગામ, તાલુકો, જિલ્લો કાળજીપુર્વક દાખલ કરવાનું રહેશે.
  • ત્યારબાદ રેશનકાર્ડ નંબર તેમજ આધારકાર્ડ નંબર દાખલ કરવાનું રહેશે.
  • આમ તમામ વિગતો સફળતાપુર્વક દાખલ કર્યા બાદ આપણે આગળ દર્શાવ્યા મુજબના દસ્તાવેજો પી.ડી.એફ ફોર્મેટમાં ઓપલોડ કરવાના રહેશે.
  • અંતમાં આપેલ કેપ્ચે નાખી ને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
  • આપ પોતાના અરજી ક્રમાંક નોંધી લેવી અથવા તેની પ્રિંટ કાઢી લેવી.
  • અરજી ક્રમાંકથી આપ અરજીની સ્થિતિ જાણી શકશો.

આ પણ વાંચો: કૃષિ વૈવિધ્યકરણ યોજના (Krushi Vaividhyakaran Yojana ) ગુજરાતના આદિજાતિ ખેડુતોને મળશે ખાતર બિયારણ કીટ તદ્દન મફત.

સારાંશ.

આમ વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનામાં આપ જો લાયક છો તો જરૂરથી આ યોજનાનો લાભ ઉઠાવશો આ સિવાય અન્ય યોજનાઓ માં પણ અરજી કરી શકો છો. સરકાર દ્વારા લાગુ કરવામાં આવતી યોજનાઓ લોકો સુધી માહિતીના અભાવે તેના ધાર્યા પરિણામ હાંસલ કરી શકતી નથી આ બ્લોગ દ્વારા લોકો સુધી આ વિશેની માહિતી મળી રહે તેવી છે. જો આપને આ માહિતી ઉપયોગી થઈ હશે તો જરૂર કોમેન્ટ કરશો. અને અન્ય ભાઇઓ બહેનોને પણ મોકલશો.. આભાર..

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore