વ્હાલા ભાઇઓ બહેનો, ગુજરાતમાં RTE Gujarat admission 2024-25 માટેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમા સમાજના નબળા વર્ગના વાલી ભાઇઓ બહેનો તેઓના બાળકને બિન અનુદાનિત એટલે કે ખાનગી શાળામાં વિના મુલ્યે ધોરણ-1 માં પ્રવેશ અપાવી શકે છે. આર.ટી. એક્ટ વર્ષ-2009 માં લાવવામાં આવ્યો હતો. આ આર્ટિકલ માં આપણે આ કાયદાની મુખ્ય જોગવાઇઓની દરેક બાબતોને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશુ.

RTE act 2009 માટે શૈક્ષણિક વર્ષ 2024-25 મા નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે ધોરણ-1માં પ્રવેશની જાહેરાત. | |
અરજી કરવાની તારીખ | 14/3/2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 26/03/2024 |
રાજ્ય | ગુજરાત |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
યોજનાનો હેતુ | બિન અનુદાનિત શાળાઓમાં સમાજના નબળા અને વંચિત બાળકોને ધોરણ -1 માં વિનામુલ્યે પ્રવેશ. |
અધિકારિક વેબસાઇટ | https://rte.orpgujarat.com/ |
What is RTE Act-2009 ? RTE એક્ટ- 2009 શું છે?
RTE નું પુરુ નામ Right to Education થાય છે. જેને ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એંડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ કહેવામાં આવેલ છે. આ કાયદા અંવયે બિન અનુદાનિત શાળામાં 25 % મુજબ સમાજના નબળા અને વંચિત બાળકો વિનામુલ્યે અભ્યાસ કરી શકે છે. સમાજમાં સદ્ધર લોકો પોતાના બાળકોને સારી સુવિધા ધરાવતી શાળાઓમાં ભણાવે છે. જ્યારે ગરીબ તેમ કરી શકતા નથી. જેથી ગરીબ વર્ગના લોકોના તેજસ્વી બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય છે. ઘણા વાલીઓની રજુઆતને અંતે ગુજરાતમાં આ બાબતે ઠરાવ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગરીબ વર્ગના લોકો પણ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવી શકે છે.
RTE Gujarat admission 2024-25 સરકારી ઠરાવ અન્વયેની મુખ્ય બાબતો.
RTE act-2009 ની કલમ 2 (n)(iv) અંવયે ગુજરાતમાં તમામ બિન અનુદાનિત શાળાઓને લાગુ પડે છે. જેમા સરકાર દ્વારા વખતો વખતો જાહેર કરવામાં આવતી લધુમતી શાળાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી.
આ એક્ટ મુજબ નીચે મુજના બાળકોને અગ્રિમતા ક્રમ મુજબ નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.

ઉપરોક્ત મુદ્દા પૈકી 8, 9, 11, 12 અને 13 મુજબના વિદ્યાર્થીઓ માટેની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. જેમા ગ્રામ્ય વિસ્તાર માટે 1લાખ 20 હજાર, જ્યારે શહેરી વિસ્તાર માટે 1 લાખ 50 હજાર રહેશે. આ આવક મર્યાદા જે તે શૈક્ષણિક વર્ષ માટે રહેશે. આ માટે સૌથી આવક ધરાવતા વિદ્યાર્થીઓને અગ્રિમતા આપવામાં આવે છે.
અરજી કરવાની રીત
- અરજદારે આર.ટી.ઇ. ની વેબાસાઇટ https://rte.orpgujarat.com/ પર જવાનું રહેશે.
- અહિં “ઓનલાઇન અરજી” પર ક્લિક કરતાં ફોર્મ ઓપન થશે.
- ફોર્મમાં માંગ્યા મુજબની તમામ બાબતો સાવચેતી પુર્વક ભરવાની રહેશે.
- વાલીઓ એ જરૂરી આધાર પુરાવા જેવા કે, જન્મનો દાખલો રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્ષ રિટર્ન, તથા ઇ ન્કમટેક્ષ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં નિયત નમુનામાં ડિકલેરેશન જેવા દરેક દસ્તાવેજો ઓનલાઇન સુવાચ્ય હોય એ રીતે પીડીએફ ફોર્મેટમાં ઓપલોડ કરવાના હોય છે.
- અરજી સફળતાપુર્વક સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી અને પોતાની પાસે સાચવીને રાખવી.
- નોંધ. વાલીઓએ ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરવવાનું રહેતુ નથી.
rte gujarat admission 2024-25 online date | RTE Act-2009 એડમીશન માટે સંભવિત કાર્યક્રમ
જો આપના બાળકને આર.ટી.એક્ટ 2009 હેઠળ પ્રવેશ મેળવવા માંગો છો તો આપ નીચે મુજબના સંભવિત તારીખોને અનુસરીને સમગ્ર પ્રવેશ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો. અહિ નીચે તારીખ મુજબ દર્શાવવામાં આવેલ છે.
પ્રક્રિયા | સમયગાળો | તારીખ |
વર્તમાનપત્રોમાં જાહેરાત આપ્યા તારીખ | તા. 05/03/2024 | |
ઓનલાઇન ફોર્મ ભરવા માટે દસ્તાવેજ એક્ઠા કરવા વાલીઓને આપવાના થતા દિવસો | દિન-9 | તા.05/03/2024 થી તા. 13/03/2024 |
ઓનલાઇન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ | દિન-13 | તા. 14/03/2024 થી 5આ. 26/03/2024 |
જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ/રિજેક્ટ કરવાનો સમયગાળો | દિન-15 | તા. 14/03/2024 થી 28/03/2024 |
માત્ર અમાન્ય થયેલ ઓનલાઇન અરજીઓમાં ખુટતા ડોક્યુમેંટ અપલોડ કરવા માટે પુન: તક આપવા માટેનો સમયગાળો | દિન-3 | તા.01/04/2024 થી 04/04/2024 |
માત્ર અમાન્ય થયેલ ઓનલાઇન અરજીઓ પૈકી પુન: ડોક્યુમેંટ અપલોડ થયેલ ઓનલાઇન ફોર્મની જીલ્લા કક્ષાએ ચકાસણી કરવાનઓ સમયગાળો | દિન-4 | તા. 01/01/2024 થી તા. 04/04/2024 |
પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ | તા. 26/04/2024 |
પ્રવેશ માટે શાળાની પસંદગી
વાલી ભાઇઓ બહેનો માટે પોતાના બાળકના શાળા પસંદગી માટે સરકાર દ્વારા નીચે મુજબના ધારા ધોરણો નક્કી કરવામાં આવેલ છે.
- રહેઠાણથી પડોશનો 1 કિમી ત્રિજ્યાવર્તી વિસ્તાર કે જ્યાં ચાલીને જઈ શકાય.
- 1 કિમી ત્રિજ્યાવર્તી અંતરમાં શાળા ન હોય તો 3 કિમી સુધીનો વિસ્તાર.
- 3 કિમી સુધી પણ શાળા ઉપલબ્ધ ન હોય તો 6 કિમી સુધીની ત્રિજ્યાવર્તી શાળા નક્કી કરવાની રહેશે.
વાલીઓએ વોર્ડ આધારિત શાળાઓની પસંદગી કરવાની રહેશે. બે વર્ડમાં જે શાળા રહેઠાણની સૌથી નજીક પડતી હોય તે સ્કૂલ માં પ્રવેશ મેળવી શકાશે. શાળા પસંદગી સમયે અગ્રતાના માપદંડો ધ્યાને લેવાના રહેશે.
rte gujarat 2024-25 documentsrequired | પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો.
વાલી મિત્રો, ઉપરોક્ત 13 પ્રકારની કેટગરી મુજબ દસ્તાવેજોની જરૂરીયાત અલગ અલગ હોય શકે છે. કેટલાક દસ્તાવેજો સમાન રીતે લાગુ પડશે જ્યારે કેટલાક દસ્તાવેજો અમુક કેટેગરીમાં વધારાના રજુ કરવાના રહે છે. અહિ નીચેની યાદી મુજબ ઓનલાઇન અરજી કરતી વખતે દસ્તાવેજો તૈયાર રાખવા જેથી અરજી સફળતા પુર્વક સબમિટ કરી શકશો.
RTE act-2009 અંતર્ગત મહત્વની બાબતો
ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ધોરણ 8 સુધી વિનામુલ્યે શિક્ષણ પુરુ પાડવામાં આવે છે.
આ કાયદા હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી સાથે કોઇ પણ ભેદભાવ કરવામાં આવશે નહિ.
શાળાની ફેરબદલીની કરવાની જોગવાઇઓ.
ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં નીચે મુજબના કિસ્સામાં શાળા ફેરબદલી મળી શકે છે.
- માંગણી કરેલ ન હોય તેવી શાળામાં પ્રવેશ મળે
- કુમાર શાળાને બદલે કન્યા શાળામાં અને કન્યા શાળાને બદલે કુમાર શાળામાં પ્રવેશના કિસ્સામાં.
- લઘુમતી ધરાવતી શાળામાં પ્રવેશ મળેલ હોય છે.
- ટેકનિકલ કારણસર નિયમ વિરુધ્ધ પ્રવેશ ફાળવેલ હોય.
પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીને મળતી સહાય.
- સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવમાં આવેલ ધારા ધોરણ મુજબ ગણવેશ, બુટ, પુસ્તકો, પરિવહન ખર્ચ સ્કૂલ બેગ અને અભ્યાસને અનુસાંગિક અન્ય વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીને સહાય આપવામાં આપવામાં આવે છે.
- ઉપરોક્ત સહાય વિદ્યાર્થીની હાજરીને અનુલક્ષીને ચુકવવામાં આવે છે. એટલે કે ધોરણ-2 માટે ધોરણ-1 માં 80 ટકા કે તેથી વધુની હાજરી (તબીબી કારણો સિવાય) હોવી અનિવાર્ય છે. જ્યારે ધોરણ -1 માં હાજરી ધ્યાને લેવાની રહેશે નહી.
અગ્રિમતા ક્રમ મુજબના કેટેગરીમાં 8, 9, 11,12 અને 13 મુજબના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યા બાદ પછીના નાણાકીય વર્ષમાં નિયત આવક મર્યાદા કરતા વધુ આવક થાય વાલીએ લેખિતમાં જાણ કરી પ્રવેશ રદ કરવવાનો રહે છે. તેમજ પ્રવેશ મેળવનાર પિતાનું નામ બી.પી.એલ. કેટેગરીમાંથી રદ થાય તેવા કિસ્સામાં પણ પ્રવેશ રદ કરવાનો રહે છે.
આ સિવાય તંત્રને કોઇ પણ પ્રવેશ શંકાસ્પદ જણાય તો વિદ્યાર્થીની સત્રના અંતે પ્રવેશ રદ કરવામાં આવશે જ્યારે વાલી સામે જિલ્લા શિક્ષણાધિકારીની કક્ષાએથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
rte gujarat school list pdf | ઓનલાઇન સ્કૂલની યાદી ચેક કરો.
આપ જે સ્કૂલમાં આપના બાળકનું પ્રવેશ કરાવવા માંગો છો એ સ્કૂલ નીચે મુજબ શોધી શક્શો.
સૌપ્રથમ આર.ટી.ઇ. ની વેબાસાઇટ https://rte.orpgujarat.com/ પર જવાનું રહેશે.
અહીં ડાબી બાજુ “શાળાની યાદી” નામનું ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરો.
અહિં આપ જીલ્લો, તાલુકો અને વોર્ડ પસંદ કરીને યાદી ચેક કરી શકશો.
ઓનલાઇન અરજીનું સ્ટેટસ ચેક કરવાની રીત
આપની અરજીનું સ્ટેટસ ચેક કરવા આપ નીચે મુજબના સરળ સ્ટેપ અનુસરી શકો છો.
સૌપ્રથમ આર.ટી.ઇ. ની વેબાસાઇટ https://rte.orpgujarat.com/ પર જવાનું રહેશે.
અહીં ડાબી બાજુ “અરજીની સ્થિતિ” નામનું ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરો.
અહિં આપ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખીને ચેક કરી શકશો.

સારાંશ.
મિત્રો, આ હતી આર.ટી.એક્ટ -2009 પ્રવેશ 2023-24 માહિતી, અહિં આપણે દરેક મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. તેમ છતા આપને કોઇ મુંઝવણ હોય તો જરૂરથી કોમેંટ કરશો. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ મોંઘુ થતુ જાય છે. કોઇ બાળક પૈસાને લીધે શિક્ષણથી વંચિત ના રહી જાય તે આપણી દરેકની જવાબદારી છે. સરકાર દ્વારા પણ અનેક પ્રયત્ન પણ કરવામાં આવે છે. એના ભાગરૂપે જ આ કાયદો ઘડવામાં આવેલ છે. આપને આર્ટિકલ ઉપયોગી થયો હોય તો જરૂર શેર કરશો. આભાર….
- Samras Hostel Admission 2023-24 । સમરસ હોસ્ટેલ પ્રવેશ-2023-24 માટે ઓનલાઇન અરજી કરો.
- જ્ઞાન સાધના પ્રખરતા કસોટી- 2023-24 Gyan Sadhana Scholarship – ધોરણ 9 થી 12 સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ માટેની સ્કોલરશીપ યોજના
- RTE Gujarat admission 2024-25 – આર.ટી.ઇ. એક્ટ-2009 અંતર્ગત ઓનલાઇન અરજી કરો- જાણો સંપુર્ણ માહિતી.
- Common Entrance Test-CET Gujarat સામાન્ય પ્રવેશ પરીક્ષા 2023 – ગુજરાતમાં ધોરણ 6 થી 12 સુધી નિ:શુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવો.