વ્હાલા વિદ્યાર્થીઓ, સમરસ હોસ્ટેલ- Samras Hostel માં એડમીશન માટેની ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવેલ છે. જીવનમાં કાંઇક પ્રાપ્ત કરવુ હોય તો ઘર છોડવું પડે છે. હોસ્ટેલ જીવન પણ ત્યાગ જ કહી શકાય. જે આપણને ઘણું બધુ શીખવી જાય છે. એ સિવાય હોસ્ટેલ જીવનની ઘણી બધી સારી બાબતો છે. જે આપણે આ આર્ટિકલમાં જાણીશુ.
Samras Hostel Admission 2023-24 થી કોલેજ કક્ષાના અભ્યાસક્રમો જેવા કે, સ્નાતક, અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના ભાઇઓ બહેનો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સમરસ હોસ્ટેલ કે જે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમંતનગર અને પાટણ જેવા શહેરોમાં કાર્યરત છે. આ સમરસ હોસ્ટેલ માં પ્રવેશ મેળવીને પોતાના જીવનનું ઘડતર કરી શકે છે.

Samras Hostel મહત્વની બાબતો.
યોજના | “ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી” સંચાલિત સમરસ હોસ્ટેલમાં પ્રવેશ |
રાજ્ય અને ડિપાર્ટમેંટ | ગુજરાત રાજ્યનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
કયા વર્ષથી શરૂઆત થઈ છે ? | સપ્ટેમ્બર 2016 |
ઓનલાઇન અરજી કરવાની રીત | ઓનલાઇન |
ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ | https://samras.gujarat.gov.in |
ક્યા અભ્યાસક્રમમાં પ્રવેશ મળશે. | સ્નાતક, અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમો માટે પ્રવેશ મળશે. |
કોણ પ્રવેશ મેળવી શકશે. | અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો |
અરજી કરવાની અંતિમ તારીખ | હાલ બંધ છે. |
સમરસ હોસ્ટેલ પ્રવેશ માટેની અખબારી જાહેરાત માટે ક્લિક કરો.
Samras Hostel – સમરસ હોસ્ટેલ શું છે?
ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ 2016 માં સપ્ટેમ્બર 2016 માં “ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી” ની સ્થાપના કરવામાં આવેલી છે. સમરસ હોસ્ટેલના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે.
- સમરસ હોસ્ટેલમાં દરેક જાતિના વિદ્યાર્થીઓ માટે એક છત પુરી પાડવી એ મુખ્ય હેતુ છે.
- સમાજના નબળા વર્ગો જેવા કે એસ.સી. એસ.ટી, ઓ.બી.સી., વિકલાંગ, અનાથ બાળક, અને વિધવા માતાના બાળક માટે અલગ ક્વોટા રાખવામાં આવેલ છે.
- દરેક જ્ઞાતિના બાળકોને એક સ્થળે લાવી સમાજમાં સમરસતા લાવવા માટે આ હોસ્ટેલ નો સૌથી મોટે ફાળો છે.
- આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની મફત સુવિધાની સાથે કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી જેવી સુવિધા પણ વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે.
Samras Hostel login કરવાની રીત સરળ સ્ટેપ્સ દ્વારા જાણીએ
- સૌપ્રથમ આપ સમરસ હોસ્ટેલ સોસાયટીની ઓફિસિયલ વેબસાઇત https://samras.gujarat.gov.in/home પર જાઓ.

- અહિં આપ હોમપેજ પર ડાબી બાજુ “Chhatralay Online Admission” ક્લિક કરો

જો આપ પહેલી વખત રજીસ્ટર કરવો છો તો આપ “Register” પર ક્લિક કરો. જેથી નીચે મુજબની વિગતો જોવા મળશે.
- First Name, Middle Name, Last Name, Date Of Birth, Mobile No, Email Id, Aadhar Card No, Password દાખલ કરી “Register”. પર ક્લિક કરો.
- ઉપરોક્ત વિગતો સફળતાપુર્વક દાખલ કર્યા બાદ આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો.
- જો આપ અગાઉથી રજીસ્ટ્રેશન કરેલ છે. તો આપ Email ID, Password, Captcha Code નાંખીને લોગીન થઈ શકશો.
મિત્રો, આ હતી રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા, હવે પછી અરજી કરવાની રીત વિશે જાણીએ.
સમરસ હોસ્ટેલમાં અરજી કરવા માટેના ડોક્યુમેંટ્સ -Documents for Samras Hostel Admission 2023-24
- જ્યારે આપ ઓનલાઇન અરજી કરો છો ત્યારે નીચે મુજબના દસ્તાવેજો ની જરૂર પડે છે.
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- છેલ્લી પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
- સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો
- આધાર કાર્ડ
- આ સિવાય જો વિદ્યાર્થી અપંગ હોય તો અપંગતાનું પ્રમાણપત્ર,
- જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું)
- વિદ્યાર્થી વિધવા માતાનું સંતાન હોય તો તેના આધાર પુરાવા
- ઉપરોક્ત પુરાવા સિવાય જો વિદ્યાર્થીને પ્રવેશ મળે છે ત્યારે ચારિત્ર પ્રમાણપત્ર, વાલીનું બાહેધરી પત્ર અને મેડિકલ ફિટનેશ સર્ટિફિકેટ ની સાથે અરજી જમા કરાવવાની હોય છે.
- ઉપરોક્ત તમામ બાબતો કાળજીપુર્વક દાખલ કરી ને “I Agree Rules and Regulations” પર ટિક કરી “Save and Next” પર ક્લિક કરો.
Samras Hostel Online Application સમરસ હોસ્ટેલ ઓનલાઇન અરજી કરવાની રીત.
સમરસ હોસ્ટેલમાં ઓનલાઇન અરજી કરવાની હોય છે ત્યારબાદ samras hostel merit list બહાર પાડવામાં આવે છે.
- આપે Personal Details પર ક્લિક કરવાનું રહેશે.

- Student Type પસંદ કરવાનું રહેશે.
- ત્યાર બાદ Your Native Address, Select Residence District, Residence City, Residence Pin code, Select Your Caste, Select Your Sub Caste, Select Your Gender, Select Marital Status, Total Family Income જેવી વિગતો કાળજીપુર્વક દાખલ કરવાની રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીનો Passport Size Photo ઓપલોડ કરવાનો રહેશેલ. (Maximum Size 5mb)
- પહેલાના પેજ પર જવા Click “Previous” પર ક્લિક કરો.
- અને Click “Save & Next” કરતાં આગળના પેજ પર જઈ શકશો.
ત્યાર બાદ Education Details પર જવાનું રહેશે.

- અહીં તમારે નીચે મુજબની વિગતો કાળજીપુર્વક દાખલ કરવાની રહેશે.
- છેલ્લી School/College Name.
- Last School/College Address. Last Exam Passed. (Ex. 10th, 12th, BE-IT etc.)
- Last Exam Passed Year. (Ex. 2017)
- Result Of Last Exam. (Ex 75.25)
- If you taken admission in any college select “Yes” or “No”.
- Select Further Admission College District.
- Further Admission College Name.
- Further Course Name. (Ex. BE-IT, MCA, MTECH etc.)
- પહેલાના પેજ પર જવા Click “Previous” પર ક્લિક કરો.
- અને Click “Save & Next” કરતાં આગળના પેજ પર જઈ શકશો.
ત્યાર બાદ Other Details ના ઓપ્શનમાં નીચે મુજબની વિગતો દાખલ કરવાની રહેશે.

- Time Duration In Previous Hostel. (Ex. 5)
- 2 Previous Hostel Name.
- 3 Birth Place District.
- 4 Birth Place Taluka/City.
- 5 Is any Disability then Type of Disability, Percentage of Disability and
- upload Disability Medical Certificate. (Maximum Size 5mb)
- 6 If Student Orphan then Upload Orphan Certificate. (Maximum Size 5mb)
- 7 If Student is Child of Widow then Upload Widow Certificate. (Maximum Size
- 5mb)
- 8 Click “Previous” and go to previous page.
- 9 Click “Save & Next” and go to next page
ત્યાર બાદ “Documentation” ની વિગતો દાખલ કરવાની રહેશે.

- Maximum Size of Document “5mb” ડોક્યુમેન્ટની સાઇઝ
- 1 Upload Last Exam Mark Sheet.
- 2 Upload Leaving Certificate.
- 3 Upload Caste Certificate.
- 4 Upload Income Certificate.
- 5 Upload Aadhar Card.
- 6 Click “Previous” and go to previous page.
- 7 Click “Save & Next” and go to next page.
અંતમાં Declaration માં Yes, No ઓપ્શન પસંદ કરીને અરજી Submit કરવાની રહેશે.
મિત્રો, આ હતી Samras Hostel ની કેટલીક મહત્વની બાબતો. જો આપ ધોરણ-12 પાસ થયા છો અને ગામથી દુર શહેરમાં અભ્યાસ કરવા માંગતા હશો તો આપના માટે સમરસ હોસ્ટેલ એક ખુબજ સુંદર સ્થળ બની રહેશે. આપ દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે સુમેળતાપુર્વક આપના શિક્ષણને આગળ વધારી શકશો. આપ લાયકાત ધરાવો છો તો જરૂરથી અરજી કરશો અને આપના ભાઇઓ બહેનો અને મિત્રો ને પણ આ આર્ટિકલ શેઅર કરશો.