Sankalit dairy vikas yojana (સંકલિત ડેરી વિકાસ યોજના) dsag sahay

sankalit-dairy-vikas-yojana

Table of Contents

સંકલિત ડેરી વિકાસ યોજના ( Sankalit dairy vikas yojana ) dsag sahay દ્વારા આદિવાસી કુંટુંબો ને ગરીબી રેખાથી બહાર લાવવાના હેતુથી અમલીકૃત યોજના છે. આ યોજનાની શરૂઆત વર્ષ-2007-08 થી કરવામાં આવેલ છે. આ યોજનામાં આદિવાસી મહિલાઓને કે જેઓ ગરીબી રેખા નીચે જીવે છે તેઓને 2 દુધાળા પશુ અને તેને લગતી સાધન સામગ્રી પુરી પાડવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવાની લાયકાત, અરજી કરવાની રીત, અરજી કરવા માટેની મહત્વની તારીખ, યોજના હેઠળ મળવાપાત્ર સહાય વગેરે જેવા પ્રશ્નના જવાબ અહી આપવામાં આવેલ છે.

મિત્રો,  dsag sahay gujarat gov in  પોર્ટલ દ્વારા આદિજાતિ ભાઇઓ-બહેનોની સુવિધા માટે યોજનાઓ જેવી કે, કૃષિ વૈવિધ્ય કરણ યોજના, ટીસ્યુ કલ્ચર બનાના યોજના, જીપીએસસી પ્રવેશ કોચિંગ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના જેવી ખુબજ મહત્વની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ દરેક યોજનાઓથી આજે આદિજાતિ ભાઇઓ-બહેનો ખેતી કે અન્ય ધંધા રોજગાર ક્ષેત્રે રોજગારીની તકો મેળવવા સક્ષમ બન્યા છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

આ પણ વાંચો : વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના @dsagsahay gujarat gov in

sankalit dairy vikas yojana Gujarat: મુખ્ય હેતુઓ

  • પશુપાલનમાં આદિવાસી મહિલાઓની ભાગીદારી વધારીને તેઓનો વિકાસ કરવો
  • આદિવાસી વિસ્તારમાં પરંપરાગત પશુઓની જગ્યાએ નવા જાતવાન ઢોરની સંખ્યા વધારવી.
  • આ યોજના હેઠ્ળ ભાગીદાર કુંટુબોની આવક વાર્ષિક ઓછામાં ઓછી 30000 સુધી થાય તેવા પ્રયત્ન કરવા.
  • આ યોજનાના લાભાર્થીઓને પશુઓનું યુનિટ સ્થપવા મદદ કરવી .
  • પશુપાલનના વ્યવસાયમાં રહેલા અનેક જોખમો દુર કરી જરૂરી તમામ માળખાકીય સુવિધા ઉભી કરવી.

સંકલિત ડેરી વિકાસ યોજના વિશે :

યોજનાનું નામ સંકલિત ડેરી વિકાસ યોજના
ડિપાર્ટમેંટનું નામ આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
ડિ-સેગ નો સંપર્ક નંબર 7923252257
ડિ-સેગ નું સરનામુ ત્રીજો માળ, સેક્ટર-10 એ, બિરસામુંડા ભરવન, ગાંધીનગર, ગુજરાત
કોને લાભ મળશે ગુજરાત રાજ્યના આદિજાતિ મહિલાઓને
અરજી કરવાની રીત ઓનલાઇન
અરજી કરવા માટેની અધિકારિક વેબસાઇટ https://dsagsahay.gujarat.gov.in/
અરજી કરવાની શરૂઆતની તારીખ હાલ બંધ છે.
અરજી કરવાની અંતિમ તારીખ
 sankalit dairy vikas yojana
સંકલિત ડેરી વિકાસ યોજના

સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ મળનાર લાભ:

આ યોજના હેઠળ લાભાર્થી આદિવાસી મહિલાને પશુપાલન માટે બે દુધાળા પશુ અને અન્ય સાધન સામગ્રી જેવી કે, વાસણોની કીટ, કેટલ ટ્રાંસપોર્ટશન, પશુવીમો, પશુ સારવાર વગેરેની સહાય આપવામાં આવે છે.

આ સિવાય મહિલા લાભાર્થીઓને તાલીમ આપવામાં આવે છે.

સંકલિત ડેરી વિકાસ યોજના નું અમલીકરણ :

આ યોજનાનું અમલીકરણ નીચે મુજબના જિલ્લાઓમાં કરવામાં આવશે.

  • સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના 14 આદિજાતિ જિલ્લાઓમાં આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • આદિજાતિના વસતી ધરાવતા નીચે મુજબની દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા આ પ્રોજેક્ટને અમલીકૃત કરવામાં આવે છે. જે નીચે મૂજબ છે.
  1. બનાસકાંઠા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી
  2. સાબરકાંઠા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી
  3. પંચમહાલ જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી
  4. બરોડા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી
  5. સુરત જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી
  6. ભરૂચ જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી
  7. વલસાડ જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી

ઉપર મુજબની દુધ ઉત્પાદક મંડળીઓ દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.તથા આ યોજનાનું સમગ્ર મોનીટરિંગ સંબંધિત જીલ્લાના પ્રાયોજના વહીવટદારશ્રી દ્વારા તથા ડેવલોપમેંટ સપોર્ટ એજંસી ઓફ ગુજરાત (ડિ-સેગ) દ્વારા કરવામાં આવે છે.

સંકલિત ડેરી વિકાસ યોજના મા 0 થી 20 સુધીનો બીપીએલ સ્કોર ધરાવતા કુટુંબની મહીલા લાભાર્થીને આવરી લેવામાં આવે છે.

યોજનાનું અમલીકરણ કરનાર એજંસી:

આ યોજનાનું અમલીકરણ ડેવલોપ સપોર્ટ એજન્સી ઓગ ગુજરાત, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે, તેમજ લોકલ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાંથી કરવામાં આવે છે. વધુ માહિતી માટે આપ આ સંસ્થાઓનો સંપર્ક કરી શકો છો

આ પણ વાંચો: dsag sahay Portal | આદિજાતિ વિભાગ ગુજરાત સરકાર | જાણો વિગતવાર માહિતી

સંકલિત ડેરી વિકાસ યોજના માંં અરજદારની પાત્રતા

આ યોજનાનો લાભ આદિજાતિ મહિલાઓ કે જેવો પુખ્ત વયની છે તેઓને મળશે.

આ યોજનાનો અમલ આદિજાતિ જિલ્લાઓમાં શિડ્યુલ એરિયા પોકેટ અને ક્લસ્ટર માં વસવાટ કરતાં આદિજાતિ મહિલા પશુપાલન માટે કરવામાં આવશે

  • આદિજાતિ કુંટુંબની મહિલા.0 થી 20 સુધીનો સ્કોર ધરાવતા બીપીએલ આદિજાતિ મહિલા પશુપાલક લાભાર્થી. 

આ યોજના હેઠળ અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

નીચે મૂજબના તમામ દસ્તાવેજોની JPG ફાઇલ બનાવાની રહેશે. આ તમામ દસ્તાવેજો ઓનલાઇન અરજી કરતી વખતે તૈયાર રાખવાનાં રહેશે.

  • લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આધારકાર્ડની નકલ- અરજદારની
  • રેશનકાર્ડની નકલ -અરજદારની
  • અરજદારના જાતિના પ્રમાણપત્રની નકલ
  • અરજદારનો 0 થી 20 નો સ્કોરનો બી.પી.એલ. નો દાખલો.
  • અરજદારનિ પ્રોમીસરી નોટની નકલ
  • અરજદારની બાહેધરી પત્રની નકલ
  • અરજદારનો ડેરી સભાસદ હોવા અંગેનો દાખલો.

અરજી કરવાની રીત । સંકલિત ડેરી વિકાસ યોજના ( Online Application)

sankalit dairy vikas yojana pic 2
sankalit dairy vikas yojana

સંકલિત ડેરી વિકાસ યોજના માં અરજી કરવા માટે ફક્ત ઓનલાઇન સુવિધા આપવામાં આવેલ છે. જે આપ નીચે સરળ સ્ટેપ્સ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશો.

આ યોજના વિશેની વધુ માહિતી માટે આપ પ્રાયોજના વહીવટદારશ્રી, પ્રાયોજના વહીવટદારની કચેરી, તમામ આદિજાતિ જિલ્લાઓમાં મુલાકાત લઈ શકો છો.

  • સૌપ્રથમ લાભાર્થીએ ઓનલાઇન પોર્ટલ https://dsagsahay.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
  • આપણે અગાઉ જાણ્યુ તે મુજબ યોજના ના તમામ માપદંડો મુજબ જો આપની લાયકાત છે તો આપ આ યોજના હેઠળ અરજી કરી શકશો.
  • લાભાર્થી ઉપર મુજબની લિંક પર ક્લિક કરતા ડિસેગસહાયની અરજી કરવાની વેબસાઇટ ખુલી જશે.
  • અહીં આપ “લાભાર્થી રજીસ્ટ્રેશન” ક્લિક કરતાં અરજી માટેનું ફોર્મ ખુલી જશે.
  • “યોજનાનું નામ પસંદ કરો” નામના બોક્ષમાંથી “સંકલિત ડેરી વિકાસ યોજના” પસંદ કરો
  • ક્લિક કરતા આ યોજના માટેનું ફોર્મ ખુલી જશે.
  • હવે અરજદારે તમામ વિગતો ખુબજ કાળજી પુર્વક ભરવી.
  • રેશનકાર્ડ નંબર નાંખીને “Check” પર ક્લિક કરો અને અરજદારનું નામ પસંદ કરવાનું રહેશે.
  • હવે પુરુષ કે સ્ત્રી તેમજ જાતિ અને પેટાજાતિ પસંદ કરવાનું રહેશે.
  • જાતિનું પ્રમાણ પત્ર ઓપલોડ કરવાનું રહેશે.
  • જન્મ તારીખ નાખવી
  • દિવ્યાંગ હોય તો તેના વિકલ્પમાં YES પસંદ કરવાનું રહેશે.
  • BPL/FRA/PVTG જેવા વિકલ્પ પસંદ કરવાના રહેશે.
  • જો આપ BPLપસંદ કરો છો તો તેની આઇડી અને સ્કોર લખવાનો રહેશે.
  • ત્યારબાદ સર્વે નંબર, જમીનનો ખાતાનો નંબર અને ક્ષેત્રફળ નમુના 7/12 અને 8-અ મુજબ લખવાનો રહેશે.
  • અરજદારનો મોબાઇલ નંબર લખવો.
  • અરજદારે સરનામાની વિગતો જેવી કે ગામ, તાલુકો, જિલ્લો કાળજીપુર્વક દાખલ કરવાનું રહેશે.
  • ત્યારબાદ રેશનકાર્ડ નંબર તેમજ આધારકાર્ડ નંબર દાખલ કરવાનું રહેશે.
  • આમ તમામ વિગતો સફળતાપુર્વક દાખલ કર્યા બાદ આપણે આગળ દર્શાવ્યા મુજબના દસ્તાવેજો પી.ડી.એફ ફોર્મેટમાં ઓપલોડ કરવાના રહેશે.
  • અંતમાં આપેલ કેપ્ચે નાખી ને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
  • આપ પોતાના અરજી ક્રમાંક નોંધી લેવી અથવા તેની પ્રિંટ કાઢી લેવી.
  • અરજી ક્રમાંકથી આપ અરજીની સ્થિતિ જાણી શકશો.

યોજના સંંબધિત મહત્વની લિંક

આ પણ વાંચો: કૃષિ વૈવિધ્યકરણ યોજના (Krushi Vaividhyakaran Yojana ) ગુજરાતના આદિજાતિ ખેડુતોને મળશે ખાતર બિયારણ કીટ તદ્દન મફત.

સારાંશ.

આમ સંકલિત ડેરી વિકાસ યોજના માં આપ જો લાયક છો તો જરૂરથી આ યોજનાનો લાભ ઉઠાવશો આ સિવાય અન્ય યોજનાઓ માં પણ અરજી કરી શકો છો. સરકાર દ્વારા લાગુ કરવામાં આવતી યોજનાઓ લોકો સુધી માહિતીના અભાવે તેના ધાર્યા પરિણામ હાંસલ કરી શકતી નથી આ બ્લોગ દ્વારા લોકો સુધી આ વિશેની માહિતી મળી રહે તેવી છે. જો આપને આ માહિતી ઉપયોગી થઈ હશે તો જરૂર કોમેન્ટ કરશો. અને અન્ય ભાઇઓ બહેનોને પણ મોકલશો.. આભાર..

FAQ:

1. સંકલિત ડેરી વિકાસ યોજના શું છે.

આ યોજના આદિજાતિ મહિલાઓને બે દુધાળા પશુ ખરીદવા માટેની યોજના છે.

2. સંકલિત ડેરી વિકાસ યોજના કોના દ્વારા લાગુ કરવામાં આવેલ છે ?

આ યોજના ડીસેગ દ્વારા લાગુ કરવામાં આવેલ છે.

3. સંંકલિત ડેરી વિકાસ યોજના કયા ડિપાર્ટમેંટ દ્વારા લાગુ કરવામાં આવેલ છે ?

આ યોજના આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે.

4. સંકલિત ડેરી વિકાસ યોજના કયા કયા જિલ્લામાં અમલીકૃત થાય છે ?

આ યોજના રાજ્યના 14 જેટલા આદિજાતિ જિલ્લાઓમાં અમલીકૃત છે.

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore