she box shu chhe | she-box શુ છે ?

she box image

Table of Contents

વહાલા વાંચકો, ભારત સરકાર દ્વારા she box ની શરૂઆત કરવામાં આવેલ છે. જેના દ્વારા મહિલાઓ કામના સ્થળે થતા યૌન શોષણ સંબંધિત ફરિયાદ કરી શકે છે. આજના સમયમાં મહિલાઓ ધંધો, વ્યવસાય કરી પગભર બની છે. પરંતુ તે સાથે તેઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તેનોને તેમના કામના સ્થળે અપમાનનો સામનો કરવો પડે છે. ઘણીખરી મહિલાઓ પોતે નોકરી કરી પોતાના પરિવારની જરૂરિતો પુરી કરવા માંગે છે. પરંતુ તેઓને ડર પણ રહે છે કે  તેઓ પુરુષ સમકક્ષ કામ કરી શકશે કે નહિ. કેમ કે આજના સમયમાં મહિલાઓના ઉત્પીડન સંબંધિત અનેક સમાચારો સામે આવે છે. આપણા દેશમાં મહિલા સુરક્ષા સંબંધિત અનેક કાયદાઓ છે. તેમ છતા મહિલાઓના ઉત્પીડન સંબધિત ઘટનાઓ બનતી રહે છે. તે માટે કંઇક અંશે લોકોનો દ્રષ્ટિકોણ પણ જવાબદાર છે. ચાલો she-box વિશે વિગતવાર માહિતી મેળવીએ.

ડિપાર્ટમેન્ટ – કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

  • she-box full form- Sexual harassment electronic-box
  • શરૂઆત- 24, જુલાઇ 2017
  • હેતુ- કાર્ય સ્થળ પર થતા યોન શોષણ સંબંધી ફરિયાદ કરવા.

મુખ્ય મુદ્દાઓ- she-box વિશે.

કાર્ય સ્થળ પર મહિલા ઉપર થતા યૌનશોષણ (નિવારણ, નિષેધ અને નિવારણ) અધિનિયમ 2013 જેને પ્રભાવિત રીતે  લાગુ કરવા માટે.

આ પોર્ટલથી સરકારી અને ખાનગી  ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ યોન ઉત્પીડન સંબંધી ફરિયાદ કરી શકે છે

she box ના ઉદેશ્ય:

  • કાર્ય સ્થળ પર યૌન ઉત્પીડનનો  સામનો કરી રહેલી મહિલાઓને તરત જ મદદ કરવી.
  • મહિલા  દ્વારા ફરિયાદ કરતા ની સાથે જ આ ફરિયાદના નિવારણ હેતુ સંબંધિત  મંત્રાલય, ખાતું કચેરી અને સંબંધિત અધિકારીને ફરિયાદ નિવારણ હેતુ મોકલી આપવામાં આવે છે.
  • દેશના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ કાયદા સંબંધિત જાગૃતિ ફેલાવવામાં આવે છે તથા તે માટે દેશભરમાંથી વિવિધ સંસ્થાઓને જોડવામાં આવેલ છે.

યૌન ઉત્પીડન એટલે શું છે?

  • યૌન વ્યવહારના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે
  • કાર્ય સ્થળ પર કરવામાં આવતા યૌન ઉત્પીડન દુનિયાભરમાં ખૂબ જ મોટી સમસ્યા બની ગઈ છે.
  • જે લેખિત, મૌખિક કે સાંકેતિક હોઈ શકે છે
  • યૌન ઉત્પીડન કોને સમજવામાં આવે છે?
  • તમારી પરવાનગી વગર તમને સ્પર્શ કરવું, પકડવુ  કે શારીરિક સંપર્ક રાખવો.
  • અભદ્ર વાતો કરવી કે સેક્સની માંગણી કરવી.
  • અશ્લીલ સામગ્રી બતાવવી.
  • તમને યોન સંબંધિત શારીરિક હરકતો કરવી.
  • યૌન સંબંધિત મજાક કરવી કે જોક્સ કહેવા.
  • તમારી સેક્સ લાઈફ બાબતે પ્રશ્નો કરવા.

કાર્યસ્થળ પર યૌન ઉત્પીડન એટલે શું ?

  • આ એક ખૂબ જ મોટો મુદ્દો છે જે પુરુષો અને મહિલાઓને પ્રભાવિત કરે છે
  • મુખ્યત્વે મહિલાઓ માટે આ મુદ્દો ખૂબ જ ચિંતાજનક છે.
  • અને તેના લીધે જ ભ્રુણ હત્યા,  યૌન શોષણ, માનવ વેપાર અને બળાત્કાર જેવા ગુનાઓનો મહિલાઓ શિકાર બની રહી છે.
  • કોઈપણ સરકારી કે ખાનગી સંગઠનને  કાર્ય સ્થળ માનવામાં આવે છે.
  • જેમાં  અસંગઠિત ક્ષેત્ર અને હોસ્પિટલ,  રમતનું મેદાન અને તેમાં કરવામાં આવેલ ઉત્પીડન  પણ સામેલ છે

she box

Portal પર ફરિયાદ કરવાની રીત.

  1. she-box પોર્ટલની ઓફિસિયલ વેબસાઇટ –http://www.shebox.nic.in/ પર ક્લિક કરો.
  2. Register your complain પર ક્લિક કરો.
  3. અહિં મુખ્ય 2 વિકલ્પ જોવા મળશે 1. Government Employees 2. Private employess.
  4. હવે આપ જે સેકટરમાં કામ કરો છો તે પસંદ કરતાં ફોર્મ ઓપન થશે.
  5. અહીં આપની વિગતો જેવી કે, Name, Designation, Mobile Number, Email id, aadhar card, State, District, Department, Name of accused અને અંતે Brief description વગેરે.
  6. અંતે કેપ્ચે નાખી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

મહિલા ઉત્પિડન નિષેધ અને નિવારણ અધિનિયમ 2013

  • 2013 માં કાર્ય સ્થળ પર મહિલાઓને અને તેના (રોકથામ, નિષેધ અને નિવારણ) અધિનિયમ  કાયદો બનાવવામાં આવ્યો.
  • જેમાં યૌન શોષણને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો અને એમાં ફરિયાદ કરવાની, તપાસ કરવાની પ્રક્રિયા વગેરેની રૂપરેખા તેમજ તે સંબંધિત  દિશા નિર્દેશ નક્કી કરવામાં આવ્યા.
  • આ પહેલાં વિશાખા માપદંડ હતા જેને વિસ્તારપૂર્વક વ્યાખ્યાયિત કરવામાં આવ્યા.
  • કાર્ય સ્થળ પર મહિલાઓ પર થતા યૌન શોષણને મહિલાઓના સમાનતા, જીવન અને સ્વતંત્રતાના અધિકારના ઉલ્લંઘન માનવામાં આવે છે.
  • આ કાયદા દ્વારા  મહિલાઓ માટે તેમનું કાર્ય સ્થળ સુરક્ષિત બનાવવું તેઓને સ્થિતિ અને અવસર ની સમાનતા આપવી વગેરે બાબતો આ કાયદા હેઠળ આવરી  લેવામાં આવેલ છે.
  • અધિનિયમ 2013 દ્વારા કહેવામાં આવેલા નીચે મુજબના મુદ્દાઓ કે જેને કાર્ય સ્થળ પર કરવામાં આવેલા ઉત્પીડનની  શ્રેણીમાં મૂકવામાં આવેલ છે.
  • તેમના રોજગાર ક્ષેત્રે હાનિકારક વ્યવહાર અને ધમકીઓ.
  • તેમના વર્તમાન અને ભવિષ્યના રોજગારની સ્થિતી વિશે ધમકીઓ આપવી.
  • તેમના કામમાં હસ્તક્ષેપ કરવુ   અને તેમને ડરાવવું અથવા દુશ્મનાવટ કરવી.
  • અપમાનજનક વ્યવહાર કરવો કે જે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રભાવિત કરે.

મિત્રો, આ હતી સી-બોક્ષ વિશેની કેટલીક ઉપયોગી માહિતી. વધુ વિગતવાર માહિતી માટે આપ ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે.

Read Also: vidhwa pension yojana gujarat 

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore