Indian Government Launch Mobile Tracking System |ceir.gov.in | ખોવાયેલો મોબાઇલ શોધવા મોબાઇલ ટ્રેકિંગ સિસ્ટમ

mobile tracking photo

Table of Contents

વ્હાલા વાંચકો, જો તમારો ફોન ખોવાઈ ગયો છે કે ચોરાઈ ગયો છે તો તમારા ફોનને હવે બ્લોક કરી શકશો અને મળી ગયા પછી ફરીથી અનબ્લોક કરી શકશો. તે માટે ભારત સરકાર દ્વારા 17 મે, 2023 ના રોજ Mobile Tracking System – મોબાઇલ ટ્રેકિંગ સિસ્ટમ લાવવામાં આવી છે. ભારતમાં Centre for department of telematics દ્વારા central equipment identity register (CEIR) સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. અને આ માટે પોર્ટલ કાર્યરત કરવામાં આવેલ છે. જેના દ્વારા આપણે ખોવાયેલા ફોનનાં IMEI નંબર દ્વારા ફરિયાદ નોંધાવીને મોબાઇલને બ્લોક કરી શકશો અને જો તમારો ફોન મળી જાય છે તો ફરીથી અનબ્લોક કરી તેનો ઉપયોગ કરી શકશો.  આ આર્ટિકલમાં આપણે Centre for department of telematics વિશે વિગતવાર માહિતી જેવી કે આ સિસ્ટમ શું છે?, આ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે, આ સિસ્ટમ શા માટે જરૂરી છે, નાગરિકો ને કેવી રીતે ઉપયોગી થશે જેવી તમામ બાબતો વિશે જાણીશુ.

e-shram card।e-Shrm portal।ઇ-શ્રમ કાર્ડ

Mobile Tracking System

central equipment identity register (CEIR) સિસ્ટમ શું છે ?

  • આપણે ઉપર જાણ્યુ તેમ આ એક મોબાઇલ ટ્રેકિંગ સિસ્ટમ છે. જે મોબાઇલના IMEI નંબર દ્વારા કોઇ પણ મોબાઇલને ટ્રેક કરવા માટે સક્ષમ છે. 
  • આ સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કર્ણાટક મહારાષ્ટ્ર દિલ્હી અને નોર્થ ઈસ્ટ રાજ્યમાં લાગુ કરવામાં આવેલ હતી.
  • રાજ્યોમાં સફળતાપૂર્વક પરિણામ મળ્યા બાદ હવે આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ છે. 
  • આ સિસ્ટમ સમગ્ર દેશમાં વપરાશમાં આવનાર મોબાઈલના IMEI નંબરનો એક ડેટાબેઝ તૈયાર કરશે.

iora index copy|ઓનલાઇન ઇન્ડેક્ષ-2 કોપી મેળવવું સરળ બન્યુ.

Mobile Tracking System વિશે મહત્વની બાબતો.

  • દેશનો કોઈ પણ નાગરિક જ્યારે પ્રથમ વખત મોબાઇલ ખરીદી કરે છે ત્યારે તેમને મોબાઈલ ના બોક્સ સાથે ઇએમઆઇ નંબર પ્રિંટ કરેલો હોય  છે. આ IMEI નંબર 15 આંકડાનો હોય છે. 
  • દેશ અથવા વિદેશમાંથી ભારતમાં વેચાણ કરવામાં આવનાર  કોઈ પણ મોબાઈલનો  ઇએમઆઇ નંબર ફરજિયાત રજીસ્ટર કરાવવું પડશે. 
  • ઘણી વખત ચોરો મોબાઇલ ચોરીને તેમા નવો IMEI નંબર અપડેટ કરતા હોય છે. પરંતુ હવે ચોરાયેલા મોબાઇલને આ સિસ્ટમ દ્વારા બંધ કરી દેવામાં આવશે જેથી ચોરો માટે મોબાઇલ યુઝલેશ બની જશે. જેથી મોબાઇલ ચોરીને અટકાવવા આ સિસ્ટમ ઉપયોગી થશે. 
  • Centre for department of telematics પાસે દેશના દરેક મોબાઇલનો IMEI નંબરનો ડેટા હશે જેથી દેશમાં બનતી કોઇ પણ અનાધિકૃત ગતિવિધિને ટ્રેક કરી તેને અટકાવી શકાશે. 

stolen phone tracker in india સિસ્ટમ શા માટે જરૂરી છે ?

  • હવે ખોવાયેલા મોબાઇલ ફોનની ફરિયાદ કરવુ સરળ થઈ જશે. 
  • તે સાથે મોબાઇલ ચોરી અટકી જશે. કેમ કે ફોન બ્લોક કરતા તે યુઝલેશ બની જશે. જે આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો થશે. 
  • અત્યાર સુધી કર્ણાટક પોલીસ દ્વારા 2,500 મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને શોધી આપ્યા છે. 
  • જ્યારે 4,70000 મોબાઇલ ફોનને બ્લોક કરવામાં આવ્યાં છે. જ્યારે 2,40000 મોબાઇલ ફોન ટ્રેક કરવામાં આવ્યા છે. 

IMEI નંબર શુ છે?

www.yojana365.com
  • જ્યારે આપ મોબાઇલ ખરીદો છો ત્યારે મોબાઈલનું બોક્સ પર IMEI  નંબર પ્રિન્ટ કરેલો હોય છે.જે 15 આંકડાનો દરેક મોબાઇલ માટે યુનિક નંબર હોય છે. 
  • અને જો તમે મોબાઇલ ફફોનના માધ્યમથી IMEI  નંબર મેળવવા માટે મોબાઇલમાં *#06# નંબર ડાયલ કરશો એટલે તમને તામારા મોબાઇલનો IMEI નંબર સ્કીન પર મળી જશે. જેને નોંધી લેવો જેથી ભવિષ્યમાં જો મોબાઇલ ચોરાય અથવા ખોવાઇ જવાના કિસ્સામાં આ નંબર ફરિયાદ કરવા ઉપયોગી થશે. 
  • જ્યારે આપ મોબાઇલ માં  IMEI નંબર માટે સર્ચ કરો છો અને સ્ટેટસ blacklisted આવે છે. તો તેવો ફોન ખરીદવો નહી આવો ફોન ચોરીનો હોય શકે છે. 

ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની રીત

Mobile Tracking System 2

Mobile Tracking System
  • ફરિયાદ નોંધાવતા પહેલા આપની પાસે FIR copy, IMEI number અને મોબાઇલનું બીલ હોવુ જરૂરી છે. જો આ ત્રણ વસ્તુ તમારી પાસે હશે તોજ ફરિયાદ નોંધાવી શક્શો.
  • ઉપરોક્ત ત્રણ વસ્તુ તમારી પાસે હશે તો નીચે મુજબની સરળ રીત થી તમે ફરિયાદ નોંધાવી શકશો 
  • સૌપ્રથમ આપ ગૂગલમાં CEIR લખીને સર્ચ કરશો એટલે ઓપણ થયેલ પ્રથમ વેબસાઇટ પર જવાનું રહેશે. 

Anubandham Portal Gujarat|અનુબંધમ પોર્ટલ

Mobile Tracking System
  • વેબસાઇટ ઓપન તથા હોમપેજ પર તમને Block stolen /lost mobile નું ઓપ્શન જોવા મળશે. 
  • અહીં Mobile number IMEI 1 અને Mobile number IME 2 દાખલ કરવાનો રહેશે. 
  • ત્યારબાદ device brand અને  model number દાખલ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ upload mobile purchase invoice લખેલ હશે ત્યા બીલ ઓપલોડ કરવાનું રહેશે. 
  • હવે તમારે lost information માં તમારા ખોવાયેલા ફોનની વિગતો જેવી કે 
  •  lost place,  date,  State,  district અને  police station ની વિગતો નાંખવી 
  • ત્યાર બાદ  personal information દાખલ કરવી જેવી કે, 
  • Owner name,    address, upload identity,  Identity Number
  •  email ID દાખલ કરવાની રહેશે. 
  • ત્યારબાદ  capture code નાખવાનો રહેશે. 
  •  ત્યારબાદ mobile number for OTP ના બોક્ષમાં મોબાઇલ નંબર નાંખવો જેના પર આપ  OTP મેળવવા માંગો છો. ધ્યાન રહે કે આ મોબાઇલ નંબર ભવિષ્યમાં પણ ઉપયોગમા આવશે. 
  • ત્યારબાદ declaration ના બોક્ષમાં ટિક કરી અરજી  submit કરવાની રહેશે. 

જ્યારે આપનો ફોન મળી જાય છે. તો નીચેના સરળ સ્ટેપ્સ થી આપ એ મોબાઇલને અનબ્લોક કરી શક્શો.

Mobile Tracking System
  • હોમ સ્ક્રીન પર request for unblocking recovered found mobile પર ક્લિક કરો. 
  • અહી આપે Request ID, mobile number (which was provided for OTP) પર ક્લિક કરવાનું રહેશે. 
  • ત્યારબાદ reason for unblocking  માં કારણ આપવાનું રહેશે. 
  • ત્યારબાદ  Captcha અને  mobile number નાંખીને સબમિટ કરવાનું રહેશે. 
  • આમ આપનો ફોન અનબ્લોક થઈ જશે અને તેને તમે વપરાશ કરી શકશો

E-samajkalyan Portal/ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ

Know Your Mobile (KYM)- ડાઉનલોડ કરો મોબાઇલ એપ્લીકેશન

Check Request Status | અરજીનું સ્ટેટસ ચેક કરવાની રીત

મોબાઇલ ટ્રેકિંગ સિસ્ટમ
  • સૌપ્રથમ CEIR ની વેબસાઇટ ના હોમપપેજ પર “Check request
    Status” ક્લિક કરવાનું રહેશે. 
  • ત્યાર બાદ નવુ પેજ ઓપન થશે.

  • અહિં તમારે “Request ID” નંબર નાંખીને સ્ટેટસ ચેક કરી શકાશે.

મિત્રો આમ આપણે આપણા ખોવાયેલા મોબાઇલને બ્લોક અને તેને શોધીને અનબ્લોક પણ સરળ રીતે કરી શકીશુ. ટેકનોલોજીનો વ્યાપ જેમ વધે છે તેમ તેનો દુરુપયોગ પણ એટલોજ થાય છે. મોબાઇલ ચોરી કરી તેનો દુરુપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમ દ્વારા હવે ગેરરીતી મોટા પાયે અટકાવી શકાશે. અને દેશના નાગરિકો માટે પણ આ સિસ્ટમ હવે ખુબજ ઉપયોગી સાબિત થશે. મિત્રો આ આર્ટિકલ આપના માટે ઉપયોગી થઈ હશે. તો અન્ય ભાઇઓ બહેનો ને પણ શેઅર કરશો. 

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore