vahali dikri yojana online form 2023 | વ્હાલી દિકરી યોજના – મેળવો 1 લાખ 10 હજારની સહાય.

vahali dikri yojana

Table of Contents

મહિલા સશક્તિકરણ માટે ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. vahali dikri yojana  પણ તેમાંથી એક છે. મહિલાઓને સમાન અવસરો પ્રાપ્ત થાય અને સમાજનાં મુખ્ય પ્રવાહમાં આવી શકે એ માટે કેંદ્ર સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો  તેમજ સુકન્યા સમૃધ્ધિ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ગુજરાતમાં પણ એવા અનેક પ્રયત્ન કરવામાં આવેલ છે. જેમાં મહિલા સુરક્ષા તેમજ શિક્ષણમાં ઉન્નતિ માટેની યોજનાઓ હોય કે ધંધા વ્યવસાય માટેની યોજનાઓ હોય, સરકાર મહિલાઓને પ્રોત્સાહિત કરવા અનેક પ્રયત્ન કરતી રહી છે.

vahali dikri yojana

ગુજરાતમાં મહિલા અને બાળવિકાસ વિભાગ (Women and Child Development Department ) દ્વારા મહિલાઓને અનેક સહાય આપવામાં આવેલ છે. એમા “વ્હાલી દિકરી યોજના” વિશે આ આર્ટિકલમાં વિગતવાર માહિતી મેળવીશુ.

યોજનાનું પુરુ નામ વ્હાલી દિકરી યોજના
ડીપાર્ટમેન્ટનું નામ મહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાના મુખ્ય હેતુઓ બાળકીઓનું જન્મદર વધારવો, સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ધટાડવો, બાળલગ્ન અટકાવવા, મહિલા સશક્તિકરણ
કોણ લાભ મેળવી શકશે. ગુજરાતની વતની- પાત્રતા ધરાવનાર દીકરી
સહાય દીકરી કુલ 3 હપ્તામાં કુલ એક લાખ દસ હજારની નાણાંકીય સહાય
ઓફિસિયલ વેબસાઇટ https://wcd.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી? અરજી ઓનલાઇન કરવાની રહે છે. જે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે SSO Login માંથી કરવાની રહે છે.
અરજી ક્યાં કરવી? જે તે ગ્રામ પંચાયતની ઓફિસ, શહેરી વિસ્તારમાં તાલુકા મામલતદાર કચેરીએથી અરજી કરવી.

vahali dikri yojana ના હેતુઓ.

  • દિકરીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો.
  • દિકરીઓના જન્મદરમાં વધારો કરવો.
  • બાળલગ્ન જેવા કુરિવાજો અટકાવવા
  • મહિલા સશક્તિકરણ કરવુ.

READ ALSO:  વિધવા સહાય યોજના

vahali dikri yojana pic

વ્હાલી દિકરી યોજનાના મળવાપાત્ર લાભ

વ્હાલી દિકરી યોજના હેઠળ લાભાર્થી દિકરીને ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. કુલ 1,10,000 (એક લાખ દસ હજાર) રૂપિયા આપવામાં આવે છે.

  • પ્રથમ હપ્તો– દિકરીને ધોરણ 1 માં પ્રવેશ વખતે રૂ. 4000/- મળે છે.
  • બીજો હપ્તો– દિકરી ધોરણ 9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળે છે.
  • છેલ્લો હપ્તો– દિકરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ હોય/ લગ્ન સહાય માટે 100000/- એક લાખ આપવામાં આવે છે. (બાળલગ્ન ન થયેલા હોવા જોઇએ)

Vahali Dikri Yojana Documents । વ્હાલી દિકરી યોજના માટે જરૂરી પુરાવા

  • દિકરીનું જન્મનું પ્રમાણ પત્ર
  • દિકરીનો આધાર કાર્ડ
  • દિકરીના માતા અને પિતાનો આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • માતા અને પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • દંપતિના અન્ય હયાત દરેક બાળકોના જન્મના પ્રમાણપત્ર
  • લાભાર્થી દિકરીના માતા અને પિતાનું લગ્નનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • દિકરી અથવા માતા પિતાની બેંક પાસબુક
  • સ્વધોષણાનો નમુનો

લાભાર્થીની પાત્રતાની જોગવાઇઓ.

  • લાભાર્થી દીકરી ગુજરાતની વતની હોવી જોઈએ
  • દીકરીનો જન્મ તારીખ 02/08/2019 ના રોજ થયેલો હોય અથવા ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
  • દંપતિ ના પ્રથમ ત્રણ  સંતાનોમાં તમામને આ  યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • માતા અને પિતા બંનેની સંયુક્ત આવક વાર્ષિક 2  લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • એકલ માતા પિતાના  કિસ્સામાં પિતા કે માતાની આવક ધ્યાન લેવાની રહેશે.
  • જો દીકરીના માતા પિતા હયાત ના હોય તેવા કિસ્સામાં દીકરીના દાદા-દાદી, ભાઈ-બહેન કે પાલક લાભાર્થી દીકરી માટેની અરજી કરી શકશે.
  • બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ  જે માતા પિતાએ પુખ્ત વયે લગ્ન કરેલા હોય તેઓને આ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

vahali dikri yojana gujarat online apply

  • ઓનલાઇન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું રહેશે.
  • જો આપ ગ્રામ્ય વિસ્તારમાંથી હોય તો નજીકના વીસીઇ સેન્ટરમાં જઈ આ યોજનાનું ફોર્મ ભરી શકશો.
  • જ્યારે શહેરી વિસ્તારની દીકરીઓ મામલતદાર કચેરીના જઈને ત્યાના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરી શકશે.
  • લાભાર્થી ના વાલી એ નિયત નમુનામાં અરજી ફોર્મ ભરી આપવાનું રહેશે.
  • ફોર્મ ભરતી વખતે તમામ પુરાવા ઓરીજનલ રજૂ કરવા.
  • વીસીઇ  સેન્ટરના ઓપરેટર અથવા તાલુકા ઓપરેટર  તમામ પુરાવાની  તપાસ કરશે અને તેમને આપવામાં આવેલ ઓફિસિયલ લોગીન પરથી આ યોજના હેઠળ અરજી કરશે.
  • અંતમાં આપને ઓનલાઈન ફોર્મ ભર્યા ની રસીદ આપવામાં આવશે જે આપ સાચવીને રાખવાની રહેશે

મિત્રો આ હતી વ્હાલી દિકરી યોજના વિશેની કેટલીક જાણવા જેવી માહીતી. જો આપની દિકરી છે તો આપ જરૂરથી આ યોજનાનો લાભ ઉઠાવશો. સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી દરેક યોજના પાછળ કોઇને કોઇ હેતુ રહેલો હોય છે. આ યોજનાથી મહિલા સશક્તિકરણ, શિક્ષણ જેવા ક્ષેત્રમાં ખુબજ લાભ થયો છે. તેથી આ પ્રોત્સાહક રકમ જરૂરથી મેળવો. આ યોજના અંગે કોઇ મુંઝવણ હોય તો જરૂરથી કોમેંટ કરશો. ધન્યવાદ.

FAQ: vahali dikri yojana online form 2023 | વ્હાલી દિકરી યોજના

1. vahali dikri yojana હેઠળ કેટલી સહાય મળે છે ?

જ. આ યોજના હેઠળ ત્રણ તબક્કામાં ( ધોરણ -1, ધોરણ-9 અને દીકરીના 18 વર્ષ પૂર્ણ થાય અથવા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ) કુલ 1 લાખ 10 હજારની સહાય આપવામાં આવે છે.

2. વ્હાલી દિકરી યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

જ. વ્હાલી દિકરી યોજના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે.

3. વ્હાલી દિકરી યોજનાના મુખ્ય હેતુઓ કયા કયા છે ?

જ. આ યોજનાના મુખ્ય હેતુઓમાં દિકરીઓનો સેક્સ રેશિયોમાં સુધારો, દિકરીઓનું સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો, બાળલગ્ન જેવા કુરિવાજો દુર કરવા અને મહિલા સશક્તિકરણ.

4. વ્હાલી દિકરી યોજના હેઠળ કોણ અરજી કરી શકશે?

જ. આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય મા જન્મનાર દીકરી અરજી કરી શક્શે.

5. વ્હાલી દિકરી યોજના હેઠળ અરજી કરવા રીત શુ છે?

જ. આ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની રહે છે. જેમા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત ઓફિસ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર ઓફિસ પરથી કરી શકાશે.

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore