vidhwa pension yojana gujarat | gangaswarupa arthik sahay yojana | વિધવા સહાય યોજના

ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા હેતુ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી મહિલાઓ પણ પુરુષ સમાવડી બની શકે અને મુખ્ય પ્રવાહમાં આવી શકે, તેમ જ પોતાના પરિવારનું પાલનપોષણ કરી શકે. જેમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એવી જ એક યોજના ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના કે જેને vidhwa pension yojana gujarat પણ કહેવામાં આવે છે આ આર્ટીકલ માં આપણે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના હેતુઓ, સહાય અરજી કરવાની રીત, જરૂરી દસ્તાવેજો વગેરે વિશે માહિતી મેળવીશું.

ગંગાસ્વરૂપ યોજનાના હેતુઓ

  • પતિના અકાળે અવશાન થતા મહિલાઓ માટે સમાજમાં ફરીથી સ્થાપિત થવું ખૂબ જ આકરુ બની જાય છે.
  • તે માટે આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મદદ કરી ટેકો આપવાનો છે.

આ યોજના હેઠળ અરજદારની પાત્રતા.

  • આ યોજના માટે અરજદાર મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ ફક્ત વિધવાને મળવાપાત્ર છે
  • આવક મર્યાદામાં શહેરી વિસ્તારમાં કુટુંબની આવક ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબની આવક ₹1,20,000 થી વધુ ન હોવી જોઈએ.

vidhwa pension yojana gujarat મહત્વના તથ્યો.

  • યોજનાનું નામ- ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના
  • સરકારી વિભાગ- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ગુજરાત
  • સહાય ધોરણ- દર મહિને 1250 રૂપિયા
  • ઓનલાઇન અરજી- https://www.digitalgujarat.gov.in/
  • ઓફિશિયલ વેબસાઇટ- https://wcd.gujarat.gov.in/
  • ડિજિટલ ગુજરાત હેલ્પલાઇન નંબર -18002335500

વિધવા સહાય યોજના માટેના દસ્તાવેજીપુરા

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • અરજદારના  પતિનો  મરણ નો દાખલો
  • વિધવા અંગેનુ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ફરીથી લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટી નો દાખલો બેન્ક ખાતા ની વિગતો
  • બીપીએલ નો દાખલો
  • અરજદારનો ઉંમરનો દાખલો

vidhwa pension yojana

યોજના અંતર્ગત અરજી કરવાની રીત

  • અગાઉ આ યોજનામાં ફોર્મ મેન્યુઅલ ભરવાનું થતું હતું પરંતુ તારીખ 09/11/2020 થી આ યોજના digital gujarat portal પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.
  • એ માટે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ સંબંધિત દરેક દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયતમાં આવેલ e-gram માંથી ભરી શકાશે.
  • જ્યારે શહેરી વિસ્તારમાં વિધવા મહિલા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ ભરી શકશે.
  • અરજદારને કોમ્પ્યુટર ઓપરેટર મેન્યુઅલ ફોર્મ આપશે જે પુરેપુરુ ભરીને તલાટીશ્રીના સહિ સિક્કા કરાવવાના રહેશે અને ફોર્મની કરાઈ કરાવવાની રહેશે.
  • ભરેલ ફોર્મના અનુસંધાને કોમ્પ્યુટર ઓપરેટર digital gujarat portal પરથી ઓનલાઇન અરજી કરશે.
  • ઓનલાઇન અરજી સફળતાપૂર્વક સબમીટ કરી અરજદારને રસીદ આપશે.
  • અરજી કન્ફર્મ થયા બાદ લાભાર્થી તેમનો અરજી ક્રમાંક NSAP પર ચેક કરીને સ્ટેટસ જાણી શકશે.

વિધવા મહિલા અંગેની ખરાઈ કરવાની રીત

  • વિધવા લાભાર્થી દર વર્ષે જુલાઈ માસમાં પુન: લગ્ન નથી  કર્યા  તે અંગેનું  તલાટી શ્રી નું પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં રજૂ કરવાનું રહેશે.
  • આવકનું પ્રમાણપત્ર દર  3 વર્ષે મામલતદાર  કચેરીમાં રજૂ કરવાનું  રહેશે
  • આ પુરાવા રાજુ ન કરતા મળવાપાત્ર સહાય બંધ થઈ શકે છે

vidhwa pension yojana gujarat status । અરજીનું સ્ટેટસ ચેક કરવાની રીત

  • સૌપ્રથમ https://nsap.nic.in/  વેબસાઇટ પર જાઓ.
  • જ્યા Homepage પર Menubar માં Reports માં જાઓ .
  • અહિ beneficiary search માં Track and pay પર ક્લિક કરો.
  • અહી Pension payment details પર ક્લિક કરો.
  • અહી આપ 3 રીતે  Application Number,  કે  Applicant Name કે  Mobile number  નાખી ને અરજીનું સ્ટેટસ જાણી શક્શો.

આ હતી કેટલીક ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના વિશેની યોજના. વ્હાલા વાંચકોને વિનંતી કે તેઓ જરૂરીયાત મંદ લોકો સુધી જરૂર આ આર્ટિકલ પહોંચાડશો જેથી આ યોજનાનો લાભ વધુ માં વધુ ઉઠાવી શકે. મહિલાઓ માટે આ યોજના સંકટના સમયે ખુબજ મદદરૂપ થાય છે. આશા રાખુ છુ આપને માટે આ આર્ટિકલ ઉપયોગી થયો હશે.

Leave a Comment