esamajkalyan gujarat ની યોજનાઓ વિશે અનુસુચિત જાતિના લોકો અજાણ હોઇ શકે નહી. અનુસુચિત જનજાતિના લોકોનો ઉત્તરોત્તર વિકાસ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં આવી શકે તે માટે ગુજરાતમાં પ્રજાલક્ષી નિર્ણય લેવામાં સરકાર પાછળ નથી. સરકાર દ્વારા Scheduled Cast માટેની અનેક યોજનાઓ અમલમાં લાવવામાં આવેલ છે. ગુજરાતમાં અનુસુચિત જાતિઓ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર કાર્યરત છે. આ ડિપાર્ટમેંટ દ્વારા વિવિધ યોજનાનો અમલ કરાવવામાં આવે છે. લેખમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને અનુસુચિત જાતિઓ માટેની હાલમાં અમલમાં હોય એવી યોજનાઓ વિશે માહીતી મેળવીશુ.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, મુખ્ય પેટા વિભાગ.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નીચે મુજબના મુખ્ય નિયામક અને નિગમો માં વહેંચાયેલ છે. જે અનુસુચિત જાતિ, વિકસતી જાતિ તેમજ વિધવા સહાય, અપંગ સહાય, વૃધ્ધ સહાય વગેરે જેવા સમાજ સુરક્ષાના કામો કરે છે. આ સિવાય નિગમો છે જેમ કે હળપતિઓના ઉત્થાન માટેનું નિગમ, સફાઇ કામદાર માટેનું નિગમ વગેરે..
- નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ
- નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ
- નિયામકશ્રી સમાજ સુરક્ષા
- નિગમો
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર અને તેના કાર્ય:
આ વિભાગનું મુખ્ય કાર્ય પછાત વર્ગોના આર્થિક વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે. તેઓ વિકાસને કેંન્દ્રમાં રાખીને વિકાસલક્ષી યોજનાઓ બનાવે છે. વિભાગ નીચે મુજબના મુખ્ય કેટેગરીના લોકો માટે કામ કરે છે.
- અનુસૂચિત જાતિઓ
- વિકસતી જાતિઓ
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો
- અલ્પ સંખ્યક સમુદાયો
- દિવ્યાંગજનો
- ભિક્ષુક
- વૃધ્ધ વ્યક્તિઓ
આ વિભાગ દ્વારા નીચે મુજબના મુખ્ય ક્ષેત્રોમાં ઉત્તરોઉત્તર સુધારો કરવામાં આવે છે. જેથી લોકોનું જીવનધોરણ ઉચું લાવી શકાય.
- શિક્ષણ ક્ષેત્રે
- આર્થિક ક્ષેત્રે
- આરોગ્ય અને આવાસન ક્ષેત્રે
- અન્ય યોજનાઓ
esamajkalyan gujarat યોજના ના મહત્વના ઘટકો
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સંચાલિત છે. જે અંતર્ગત સરકાર દ્વારા પ્રવર્તમાન યોજનાની જાહેરાત કરી લાભાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. અને અરજદાર સુધી યોજનાનો લાભ પહોંચાડવામાં આવે છે. અહી અનુસુચિત જાતિઓ માટેની મુખ્ય યોજનાઓ અને તે વિશેની ટુંકમાં માહિતી આપેલ છે.

1. સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના | Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana
- આ યોજના હેઠળ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારના કોઇ એક વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના હેઠળ રૂ. 5000/- સહાય અંતિમ ક્રિયા કરવા માટે મળે છે.
2. વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન । Videsh Abhyas Loan Yojana:
- આ યોજના હેઠળ અનુસુચિત જાતિના વિદેશ જતા વિધ્યાર્થીઓને રૂ. 15 લાખ સુધીની લોન મળે છે.
3. માનવ ગરિમા । manav garima yojana :
- માનવ ગરિમા યોજના એ નાના ધંધા રોજગાર માટે ઇચ્છુક લાભાર્થીઓને ટુલ કિટસ આપવા માટેની છે. દા.ત. હેર કટિંગ કરનારને તેમને ધંધાને અનુરૂપ સાધનો વગેરે.
4. માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના । Mai Ramabai Ambedkar Saat Phera Samuh Lagn :
- આ યોજના હેઠ્ળ યુગલને રૂ. 12000/- તથા આયોજન કરનાર સંંસ્થાને રૂ. 75000/- સુધીની સહાય આપવામં આવે છે.
5. ધોરણ -12 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહ(વિજ્ઞાન પ્રવાહ સિવાય) ની ખાનગી ટ્યુશન ફી:
- આ યોજના માં અનુસુચિત જાતિના વિધ્યાર્થીને રૂ. 8000/- ની સહાય આપવામાં આવે છે. .
6. ધોરણ -12 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહ(વિજ્ઞાન પ્રવાહ સિવાય) ની ખાનગી ટ્યુશન ફી
- આ યોજના માં અનુસુચિત જાતિના વિધ્યાર્થીને રૂ. 8000/- ની સહાય આપવામાં આવે છે
7. ડો.આંબેડકર આવાસ યોજના । Dr Ambedkar Awas Yojana :
- આ યોજના હેઠ્ળ લાભાર્થીને રૂ. 120000/- સુધીની સહાય આપવામાં આવે છે. જે લાભાર્થીને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
8. ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના । Dr savitaben aambedkar yojana :
- હિંદુ ધર્મની અનુસુચિત જાતિની વ્યક્તિ હિંદુ ધર્મની અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે નવદંપતિને 1 લાખની નાની બચત સ્વરૂપે તથા 1 લાખ 50 હજાર રૂપિયા સાધન સામગ્રી ખરીદવા એમ કુલ 2 લાખ 50 હજારની સહાય મળે છે.
9. ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના :
- આ યોજના હેઠળ તબીબી સ્નાતકો જેવા કે. એમ.બી.બી.એસ/બી.એસ.એ.એમ/બી.એ.એમ.એસ/ બી.એ.એમ(આર્યુવેદ)/ બી.ડી.એસ(ડેન્ટલ) હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને ) મેળવેલ વિદ્યાર્થીઓને પોતાનો સ્વતંત્ર વ્યાસાય શરૂ કરવા માટે રૂ. 250000/- ની લોન 4 ટકાના દરે અને રૂ. 25000/- ની સહાય તથા આ યોજનામાં હોમીયોપેથીક ડીગ્રી / ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )લોન / સહાય.
10. ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન/સહાય યોજના
- આ યોજના હેઠળ તબીબી અનુસ્નાતકો(એમ.ડી/એમ.એસ)ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે રૂ. 300000/- લાખ લોન 4% દરે અને રૂ. 50000/- ની સહાય આપવામાં આવે છે.
11. ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના :
- આ યોજનામાં કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ. 7000/- લોન અને રૂ.5000/- સહાય આપવામાં આવે છે. જેથી તેઓ પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ કરી શકે અને આર્થિક પગભર થઇ શકે.

12. ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ) :
- અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક રૂ. 500/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે, વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી -પ્રથમ વર્ષેઃ માસિક રૂ. 1000/-,બીજા વર્ષેઃ માસિક રૂ. 800/-, ત્રીજા વર્ષે માસિક રૂ. 600/- આપવામા આવે છે.
13. કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન :
- આ યોજના હેઠળ તાલીમ મેળવી લાયસંસ મેળવવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. 25 લાખની લોન વાર્ષિ 4% ના વ્યાજદર સાથે આપવામાં આવે છે.
14. kuvarbai nu mameru yojana । કુંવરબાઈનું મામેરુ યોજના :
- આ યોજના હેઠળ ના નીતી નિયમો માં લગ્ન કરનાર અનુસુચિત જાતિની કન્યાને રૂ. 12000/- ની સહાય આપવામાં આવે છે.
15. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના :
- UPSC, GPSC, IPBS, GSSSB, STAFF SELECTION COMMISSION, GUJARAT PANCHAYAT SEVA PASANDGI BOARD જેવી ભરતીઓ મા નોકરી માટે અગાઉથી તૈયારી માટે રૂ. 20000/- ની સહાય આપવામાં આવે છે.
16. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના :
- NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પુર્વતૈયારી માટે રૂ. 20000/- ની સહાય આપવામાં આવે છે.
17. અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના :
- આ યોજના હેઠળ પોતાના વ્યવસાય માટે દુકાન ખરીદવા માટે રૂ. 10 લાખની લોન અને વાજપેયી બેંકેબલ યોજના હેઠળ રૂ. 15000/- સુધીની સબસીડી પણ આપવામાં આવે છે.
18. અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના :
- આ યોજનામાં ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.100000/- અને વધુમાં વધુ 2 એકર માટે રૂ.200000/- સુધીની નાણાકીય સહાય આપવાની જોગવાઇ છે.
19. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ :
- ધોરણ-10 પાસ કે તે પછીના ઉચ્ચ અભ્યાસ માટે સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટેની યોજના છે.
20. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ :
- ધોરણ-9 પછી ના અભ્યાસક્રમ માટે અનુસુચિત જાતિના બાળકોને આ યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે.
21. IIM,NIFT,NLU & CEPT જેવી સંસ્થાઓમા એડમિશન માટેની પૂર્વ પરિક્ષાની તૈયારી માટે અનુસુચિત જાતિના વિધ્યાર્થીઓને કોચિંગ સહાય :
- IIM,NIFT,NLU & CEPT માં પ્રેવેશ માટે પુર્વતૈયારી માટે રૂ 20000/- ની સહાય કોચિંગ માટે આપવામાં આવે છે.
Online application esamajkalyan | યોજનામાં ઓનલાઇન અરજી કરવાની રીત.
મિત્રો, જો આપ આ યોજના હઠળ લાયકાત ધરાવો છો તો આપ જરૂરથી આ યોજનામાં અરજી કરી શકશો. એ માટે તમારે નીચે મુજબની સરળ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ અનુસરવાની હોય છે. જો આપ જાતે અરજી કરી શકો તેમ ન હોય તો તમારી નજીકના સીએસસી સેંટર પરથી આ યોજનામાં અરજી કરી શક્શો.
e samaj kalyan application status જોવાની રીત
આપની અરજી સફળતા પુર્વક સબમિટ થઈ ગયા બાદ સમયાંતરે આપની અરજીનું સ્ટેટસ એટલે કે આપની અરજી એપ્રુવ થઈ છે કે રિજેક્ટ અથવા અરજી સંબંધિત કોઇ ક્વેરી હશે તો તેનું સ્ટેટસ જોવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે.
esamajkalyan gujarat ની મહત્વની લિંક
નીચે આપેલ લિંક પર ક્લિક કરતા આપ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની મહત્વની વેબસાઇટની મુલાકાત લઇ શકશો.
- Esamaj kalyan Portal | ઇસમાજ કલ્યાણ ઓનલાઇન અરજી માટેનું પોર્ટલ
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ઓફિસિયલ વેબસાઇટ
- નિયામક સમાજ સુરક્ષા વિભાગ
- નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ
- નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ
- ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
સમાપન :
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એક ભાગ એવા નિયામકશ્રી અનુસુચિત જાતિની વિવિધ સમાજલક્ષી યોજનાઓ વિશે આપણે માહિતી મેળવી. આપ જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો જરૂર અરજી કરી શક્શો. અહિં આપવામાં આવેલ માહિતી આપની જાણકારી માટે છે. સરકારની પ્રવર્તમાન ફેરફાર અંગે આપ ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તેમજ દરેક યોજના પ્રમાને YOJANA365.COM પર અલગથી લેખ છે. જેનો આપ અભ્યાસ કરી શકશો.